Home /News /gujarat /નશામાં ધૂત યુવતીએ કરી ધડા-ધડી, યુવક સાથે કરી જાહેરમાં હાથાપાઈ, VIDEO વાયરલ
નશામાં ધૂત યુવતીએ કરી ધડા-ધડી, યુવક સાથે કરી જાહેરમાં હાથાપાઈ, VIDEO વાયરલ
લખનઉ યુવતીની ફાઈટ
Lucknow crime- લખનૌમાં કેફેની બહાર લડાઈનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક યુવક અને યુવતી મારામારી કરતા જોવા મળે છે. જે સમિટ બિલ્ડિંગમાં યુવક-યુવતીઓ વચ્ચે મારપીટની ઘટનાઓ બની છે, ત્યાં છેલ્લા બે મહિનામાં મારામારી અને ધમાલની એક ડઝનથી વધુ ઘટનાઓ સામે આવી છે. હાલ વાયરલ વીડિયોના આધારે યુવક-યુવતીની તપાસ ચાલુ છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પાટનગર લખનૌ (Lucknow) માં અનપ્લગ્ડ કેફેની બહાર લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. (Lucknow Viral Video) આ વીડિયોમાં એક યુવક અને યુવતી કેફેની બહાર હાથાપાઈ કરતા જોવા મળે છે. આ વીડિયો ગુરુવારે મોડી રાતનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને યુવતીઓએ નશામાં ધૂત થઈને ધમાલ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, છોકરી અને છોકરો પાર્ટી કરવા કેફે પહોંચ્યા હતા. બંને નશામાં હોવાનું લાગી રહ્યું છે. આ દરમિયાન તેમની વચ્ચે કંઈક બાબતે ઝઘડો થયો હતો. (Drunken Girl fighting with boy) આ પછી બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ. જેમાં છોકરી છોકરાને મારી રહી હતી. આ આખી ઘટના કેફેની બહારના સીસી ટીવીમાં રેકૉર્ડ થયી હતી. (UP Lucknow crime)
પાસે ઉભેલી એક છોકરી તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ગુસ્સે થયેલી યુવતી ત્યાં અટકતી નથી, સેન્ડલ કાઢીને તે વ્યક્તિને મારી રહી છે. વિભૂતિખંડ પોલીસનું કહેવું છે કે, આ કેસની ફરિયાદ તેમને મળી નથી. વીડિયોના આધારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ઈન્સ્પેક્ટર ડૉ. આશિષ મિશ્રાનું કહેવું છે કે, આ બનાવ ગુરુવારે મોડી રાતનો છે.
" isDesktop="true" id="1231694" >
ઘટના સમયે પોલીસને કોઈ માહિતી મળી ન હતી. વીડિયોમાં યુવક-યુવતીઓ નશામાં જોવા મળે છે. હાલ, બારના બાઉન્સરોની પૂછપરછ કરવામાં આવી છે અને બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે યુવક-યુવતીની શોધખોળ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે, આ કોઈ પહેલો કિસ્સો નથી, સમિટ બિલ્ડિંગમાં યુવક-યુવતીઓ વચ્ચે મારપીટની ઘટનાઓ બનતી રહે છે. સમિટ બિલ્ડિંગમાં સિનેપોલિસ પોલીસ ચોકી ખસેડવામાં આવી છે. છતા પોલીસને આ ઘટનાની જાણકારી મળી શકી નથી. સમિટ બિલ્ડીંગમાં છેલ્લા બે મહિનામાં મારામારી અને ધમાલની એક ડઝનથી વધુ ઘટનાઓ સામે આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર