અમદાવાદીઓને Coronaનો કે ગરમીનો ડર નહીં રહે! આ વિસ્તારમાં ડ્રોનથી પહોંચાડાશે હવે દૂધ-શાકભાજી-કરિયાણું

લોકડાઉન પાર્ટ-2 પછી પણ લોકડાઉન લંબાઇ શકે તેવી સંભાવના છે, તેવામાં હવે કોરન્ટીન વિસ્તારમાં ડ્રોનથી શાકભાજી દૂધ જેવી જીવન જરૂરી ચીજો પહોંચાડવા GTUના વિદ્યાર્થીઓની ટીમ સજ્જ

લોકડાઉન પાર્ટ-2 પછી પણ લોકડાઉન લંબાઇ શકે તેવી સંભાવના છે, તેવામાં હવે કોરન્ટીન વિસ્તારમાં ડ્રોનથી શાકભાજી દૂધ જેવી જીવન જરૂરી ચીજો પહોંચાડવા GTUના વિદ્યાર્થીઓની ટીમ સજ્જ

 • Share this:
  અમદાવાદ, સંજય ટાંક : કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે લોકડાઉન પાર્ટ-2 પછી પણ લોકડાઉન લંબાઇ શકે તેવી સંભાવના છે, તેવામાં હવે કોરન્ટીન વિસ્તારમાં ડ્રોનથી શાકભાજી દૂધ જેવી જીવન જરૂરી ચીજો પહોંચાડવા GTUના વિદ્યાર્થીઓની ટીમ સજ્જ છે.


  ટેકનોલોજીના માધ્યમથી કોરોનાને હરાવવા તંત્ર તો સજ્જ છે સાથે GTUના વિદ્યાર્થીઓ પણ પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે. અગાઉ GTUના સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરાયેલા ડ્રોન સ્ક્વોડ દ્વારા મોનીટરીંગ ડ્રોન, સ્પ્રેઇગ ડ્રોન, મેડિકલ ડ્રોન, સ્પીકર ડ્રોનનો ઉપયોગ કરી તંત્રને પૂરેપૂરી મદદ કરવામાં આવી છે. તેવામાં હવે જે પ્રકારે દૂધ, શાકભાજી અને કરિયાણાની દુકાનના વેપારીઓમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે દૂધ અને શાકભાજી તેમજ કરિયાણાની કીટ પહોચાડવા વધુ એક કદમ આગળ વધવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે.


  એકબાજુ કોરોના સામેની લડાઈમાં ડોકટર્સ, પોલીસ, મીડિયા અને સફાઈ કર્મીઓ તો પોતાનું યોગદાન આપી રહ્યા છે. પણ હવે ગુજરાતના યુવા સાહસિકો પણ સામે આવી રહ્યા છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)ના સ્ટાર્ટ અપ દ્વારા કોરોના સામેની લડાઈમાં સરકારને મદદ કરવા ડ્રોન સ્ક્વોડ બનાવી છે. GTUના સ્ટાર્ટ અપ નિખિલ મેઠીયા અને તેમની ટિમએ ડ્રોનની ટેકનોલોજીના માધ્યમથી લોકડાઉનની શરૂઆતથી જ તંત્રની મદદ કરવાનું શરૂ કર્યું હતું.


  અગાઉ લોકડાઉન દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારમાં લોકડાઉનનો કડક પાલન થાય અને લોકો બિનજરૂરી બહાર ન નીકળે તે માટે ડ્રોન સર્વેલન્સ માટે પોલીસ વિભાગને મદદ કરી હતી. હવે જ્યારે કોરોના ના કેસ ઘટવાનું નામ નથી લેતા તેવામાં કોરન્ટીન વિસ્તારમાં તંત્રને કેવીરીતે મદદ થી શકે તે દિશા આ વિદ્યાર્થીઓ એ વિચાર્યું અને હવે કોરન્ટીન વિસ્તારમાં દૂધ, શાકભાજી અને અનાજ જેવી જીવન જરુંરી ચીજવસ્તુઓ પહોચાડવા તંત્રને મદદરૂપ થશે. જેથી લોકો માં સંક્રમણ ના ફેલાય અને લોકોની જરૂરિયાત પણ પુરી થાય. મહત્વનું છે કે, કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓનો ડ્રોન દ્વારા લોકો સુધી શાકભાજી દૂધ પહોચાડવાનો આ પ્રયાસ અસરકારક સાબિત થાય તો નવાઈ નહીં.
  Published by:user_1
  First published: