#કામનીવાત: હું મારા લિંગની લંબાઇ કેવી રીતે વધારી શકુ?

News18 Gujarati
Updated: May 21, 2018, 6:40 PM IST
#કામનીવાત: હું મારા લિંગની લંબાઇ કેવી રીતે વધારી શકુ?
સામાન્ય રીતે આ ઓપરેશન દ્વારા ઇન્દ્રિયની લંબાઇ એકથી ચાર ઇન્ચ વધી શકતી હોય છે

સામાન્ય રીતે આ ઓપરેશન દ્વારા ઇન્દ્રિયની લંબાઇ એકથી ચાર ઇન્ચ વધી શકતી હોય છે

  • Share this:
સમસ્યા: મારી ઉંમર 24 વર્ષની છે ત્રણ મહિનામાં જ મારા લગ્ન થવાનાં છે. મારી સમસ્યા છે કે મારા લિંગની લંબાઇ ઘણી જ ઓછી છે. તે માત્ર ત્રણ ઇંચ છે. મને લાગે છે કે મારા નાના લિંગને કારણે હું મારી પત્નીને સંતોષ નહીં આપી શકું. હું કઇ રીતે મારા લિંગની લંબાઇ વધારી શકું? શું આ માટે કોઇ દવા કે તેલ ઉપયોગમાં  લઇ શકાય?

ડો. પારસ શાહ

મોટાભાગનાં પુરૂષોને પોતાનાં ઇન્દ્રિયની લંબાઇ માટે અસંતોષ જોવા મળતો હોય છે. આજનાં ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનનાં જમાનામાં ગેરમાર્ગે દોરવા વાળી જાહેરાતો ઉભરાતી રહેતી હોય છે. જેના કારણે આ યુવકો પોતાનાં ઇન્દ્રિયની લંબાઇ વધારવા લેભાગુ જાહેરાતોની જાળમાં ફસાઇ જતા હોય છે. ઇન્દ્રિયની લંબાઇ વધારવા માટે આજની તારીખમાં કોઇ ઓઇલ કે દવા ઉપલબ્ધ નથી. ઇન્દ્રિયની લંબાઇ વધારવાનો એક માત્ર રસ્તો છે ઓપરેશન. આ ઓપરેશન 2-3 કલાક જેટલું લાંબુ ચાલતુ હોય છે. અને 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે.સામાન્ય રીતે આ ઓપરેશન દ્વારા ઇન્દ્રિયની લંબાઇ એકથી ચાર ઇન્ચ વધી શકતી હોય છે. પરંતુ હું અહીં એક વાત ચોક્કસ જણાવવા માંગીશ. જો તમારા ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજિત અવસ્થામાં 2 ઇન્ચની હોય તો તેને લાંબું કરવાથી જાતીય આનંદમાં કોઇ જ ફાયદો નહીં થાય માત્ર માનસીક આનંદ માટે આપને લાગશે કે ઇન્દ્રિયની લંબાઇ વધી છે.

(ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)
First published: May 21, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading