#કામની વાત: એક પુરુષ જાતીય સંબંધ બાંધવા ક્યારે સક્ષમ બને છે?

દરેક પુરૂષનાં મગજમાં સેક્સનાં સેન્ટરો હોય છે. તે જ્યારે ઉત્તેજિત થાય ત્યારે તે આપણાં સ્પાઇનલ કૉડથી મેસેજ મોકલે છે

દરેક પુરૂષનાં મગજમાં સેક્સનાં સેન્ટરો હોય છે. તે જ્યારે ઉત્તેજિત થાય ત્યારે તે આપણાં સ્પાઇનલ કૉડથી મેસેજ મોકલે છે

 • Share this:
  સવાલ: કોઇ પુરુષ જાતીય સંબંધ બાંધવા માટે ક્યારે સક્ષમ ગણાય. અને તે માટે સૌથી વધુ શું જરૂરી છે ?

  ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

  જવાબ: સૌ પહેલાં તો એ જાણવું જરૂરી છે કે એવી ખોટી માન્યતા છે કે એક નૉટી વિચાર માત્રથી ઇન્દ્રિયમાં ઉત્થાન આવી જાય છે. જ્યારે હકિકતમાં આવું હોતું નથી. તમને તમારી આંગળી ઉંચી નીચી કરવી હોય તો પણ તમારે સૌ પહેલાં તમારા મગજમાં તેનાં મેસેજ આવવા જોઇએ કે મારે આંગળી લિફ્ટ કરવાની છે. તે માટે નર્વ્સ સપ્લાય ઇન્ટેક હોવ જોઇએ.. મસલ્સ સપ્લાય ઇન્ટેક હોવો જોઇએ.. બ્લડ સપ્લાય ઇન્ટેક હોવો જોઇએ. જો આ બધુ જ પ્રોપર હોયને તો જ એક આંગળી ઉપર નીચે થઇ શકે.

  આ પણ વાંચો- #કામની વાતઃ પ્રવેશ પહેલા ઢીલાશ આવી જાય છે

  એવી જ રીતે જો કોઇ વ્યક્તિ એવું વિચારતું હોય કે એક નૉટી વિચાર માત્રથી ઇન્દ્રિયમાં ઉત્થાન આવી જશે. ત ના મિત્રો તે શક્ય નથી. તેનાં માટે પણ આ ચેનલ પરફેક્ટ જોઇએ. જેમ કે મગજમાં વિચારની સાથે સાથે નર્વ્સ સપ્લાય ઇન્ટેક, મસલ્સ સપ્લાય ઇન્ટેક અને બ્લડ સપ્લાય ઇન્ટેક જરૂરી છે. આ સાથે જ કોઇપણ પુરુષને વિચાર માત્રથી તેની ઇન્દ્રિયને હાથ લગાવવાથી સ્પર્શ કરવાથી તેની ઇન્દ્રિયમાં ઉત્થાન આવી જતુ હોય છે.

  દરેક પુરૂષનાં મગજમાં સેક્સનાં સેન્ટરો હોય છે. તે જ્યારે ઉત્તેજિત થાય ત્યારે તે આપણાં સ્પાઇનલ કૉડથી મેસેજ મોકલે છે ત્યાં એક બીજુ સેન્ટર હોય છે તે જ્યારે ઉત્તેજિત થાય ત્યારે ઇન્દ્રિયમાં જે લોહી લાવતી નળી હોય તે પહોળી થાય છે. અને ઇન્દ્રિયમાં લોહીનું સર્ક્યુલેશન વધે છે.

  ઇન્દ્રિયમાં કોઇ હાડકુ હોતુ નથી તે માત્ર માંસનો ટુકડો હોય છે. તેથી જ જ્યારે આ માંસમાં જ્યારે લોહીનો પ્રવાહ વધતો હોય છે આ પ્રવાહ વધે એટલે ઇન્દ્રિયની લંબાઇ વધે છે. આ લોહી લાવતી નળીમાં એક વાલ્વ હોય છે. જે વાલ્વ બંધ થઇ જાય છે અને આ કારણે ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં આવી જાય છે. આ વાલ્વલોહી ત્યાં સ્થિર રાખે છે અને તેને પાછુ વળવા દેતું નથી. આ સમયે પુરુષ સંબંધ બાંધવા સક્ષમ બની શકતો છે.

  પણ આ બ્રેનમાંથી સેક્સ માટે જે મેસેજ આવે અને તે સ્પાઇનલ કૉડની નીચે પહોંચે તે આખી પ્રોસેસની વચ્ચે જો કોઇપણ જગ્યાએ એક પણ ખામી આવે કે ઓલ્ટરેશન થાય તો આ સમયે ઇન્દ્રિયમાં ઉત્થાન લાવવામાં મુશ્કેલી આવી શકે છે.

  આ પણ વાંચો-#કામની વાત: ગર્ભ રહે તે માટે કયા દિવસે સંબંધ બાંધવો જોઇએ?

  કેવાં સમયે ઉત્થાન આવવામાં મુશ્કેલી આવે છે
  - સામાન્ય રીતે વ્યસનની કૂટેવ હોય તો આવું થાય છે. જેમ કે સિગારેટ, દારુ, તમાકુની ખોટી આદતને કારણે આવું બની શકે છે.

  આ કૂટેવને કારણે એથ્રોક્લુરોસિસ થાય છે આ સમસ્યામાં લોહીની નળીઓ બારીક થઇ જતી હોય છે. જેને કારણે તે પુરતા પ્રમાણમાં લોહી ઇન્દ્રિય સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહે છે. આ કારણે નપુસંકતા આવી શકે છે.

  તેથી જો તમારે જીવો ત્યાં સુધી 100 વર્ષ સુધી જાતીય જીવનનું સુખ માણવું હોય તો આ પ્રકારનાં વ્યસનોથી દૂર રહો.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:user_1
  First published: