અલ્હાબાદ યુનિવર્સિટી જઈ રહેલા અખિલેશ યાદવને એરપોર્ટ પર રોક્યા, ધક્કામુક્કીનો Video વાયરલ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને લખનઉ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા

News18 Gujarati
Updated: February 12, 2019, 4:10 PM IST
અલ્હાબાદ યુનિવર્સિટી જઈ રહેલા અખિલેશ યાદવને એરપોર્ટ પર રોક્યા, ધક્કામુક્કીનો Video વાયરલ
અલ્હાબાદ યૂનિવર્સિટી જઈ રહેલા અખિલેશ યાદવને એરપોર્ટ પર રોક્યા
News18 Gujarati
Updated: February 12, 2019, 4:10 PM IST
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને લખનઉ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા છે. તે પ્રયાગરાજ જવાના હતા. આ દરમિયાન અખિલેશ યાદવની સુરક્ષામાં રહેલા સુરક્ષાકર્મીઓએ એડીએમ વિભવ મિશ્રાને ધક્કા આપ્યો હતો. ધક્કામુક્કીનો વીડિયો સામે આવ્યા પછી પ્રશાસનિક અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં અખિલેશ યાદવ એક વ્યક્તિને હાથ ના લગાવતો બોલતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવને વિમાનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ મુદ્દે તેણે ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. અખિલેશે કહ્યું હતું કે એક વિદ્યાર્થી નેતાના શપથ ગ્રહણ કાર્યક્રમથી સરકાર એટલી ડરી ગઈ છે કે મને લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - લૉબિસ્ટની જેમ કામ રહી રહ્યા છે રાહુલ, તેમને ઇન્ટરપોલનો ઇ-મેલ કેવી રીતે મળ્યો : રવિશંકર પ્રસાદ

મળેલી માહિતી પ્રમાણે અખિલેશ યાદવને અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં છાત્રસંઘના વાર્ષિકોત્સવ સમારોહમાં સામેલ થવા જવાનું હતું. જેવા અખિલેશ લખનઉ એરપોર્ટથી પ્રયાગરાજ જવા માટે પોતાના ચાર્ટડ પ્લેનમાં સવાર થવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું.

રિપોર્ટ પ્રમાણે અખિલેશ જે કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા, જિલ્લા પ્રશાસને તેની પરમિશને આપી ન હતી. આ બનાવથી યૂપીમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અખિલેશ યાદવને એરપોર્ટ પર રોકવાના વિરોધમાં સપાના ધારાસભ્યોએ બંને સદનોમાં જોરદાર હંગામો કર્યો હતો. સપાના ધારાસભ્યોએ આ ઘટનાને લોકતંત્રની હત્યા ગણાવી હતી.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...