Home /News /gujarat /'તેને મહત્વપૂર્ણ નથી માનતો, ચાલો આગળ વધીએ', જાવેદ અખ્તરે કંગનાની મજાક ઉડાવી

'તેને મહત્વપૂર્ણ નથી માનતો, ચાલો આગળ વધીએ', જાવેદ અખ્તરે કંગનાની મજાક ઉડાવી

જાવેદ અખ્તરે કંગનાની વાતની મજાક ઉડાવી

જાવેદ અખ્તરે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની વાતને બિનજરૂરી ગણાવી છે. તેમણે કહ્યું છે કે, હું તેને મહત્વપૂર્ણ નથી માનતો, તો હું કેવી રીતે તેના દૃષ્ટિકોણને મહત્વપૂર્ણ માની શકું.

મુંબઈ : લેખક અને ગીતકાર જાવેદ અખ્તર ગયા અઠવાડિયે પાકિસ્તાન ગયા હતા, જ્યા પાકિસ્તાનમાં ચાલી રહેલા ફૈઝ ફેસ્ટિવલમાં તેમણે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આજે એ બધા આતંકવાદીઓ તમારા શહેરોમાં આઝાદીથી ફરી રહ્યાં છે. જોકે, જાવેદ અખ્તરની આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે અભિનેત્રી કંગના રનૌતે આ નિવેદન પર પ્રતિક્રિયા આપીને જાવેદ અખ્તરના વખાણ કર્યા છે. જોકે, કંગનાના આ  નિવેદન પર જાવેદ અખ્તરની પ્રતિક્રિયા સામે આવી છે.

જોકે, એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરને કંગના વિશે પૂછવામાં આવ્યું કે કંગનાએ 26/11 કેસ પર તમારા નિવેદનની પ્રશંસા કરી છે, તમે શું કહેશો? પહેલા તો જાવેદ અખ્તરે જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં કહ્યું કે, હું તેને મહત્વનો નથી માનતો તો તેની વાત કેવી રીતે મહત્વની બની શકે. તેને છોડો, ચાલો આગળ વધીએ.

કંગનાએ શું કહ્યું?

કંગનાએ જાવેદ અખ્તરના નિવેદનનો વિડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, "જ્યારે હું જાવેદ સાબની કવિતા સાંભળતી હતી, ત્યારે મને લાગતું હતું કે મા સરસ્વતીજીની તેમના પર આટલી બધી કૃપા કેવી રીતે છે, પરંતુ દેખો, કંઈક તો સચ્ચાઈ હોય એ માણસમાં ત્યારેજ ખુદાઈ હોય છે તેમની સાથે, જય હિંદ જાવેદ અખ્તર ઘરમાં ઘૂસીને માર્યા ગયા.. હાહાહા. કંગનાના આ નિવેદને પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

આ પણ વાંચો : ટામેટા, કોબીજ અને ગાજર માટે તર્સયા અંગ્રેજો, ઋષિ સુનકના બ્રિટનમાં એવુ શુ બન્યુ કે, સુપરમાર્કેટમાંથી શાકભાજીની અછત સર્જાઈ



જાવેદ અખ્તરે શું કહ્યું?

ગયા અઠવાડિયે જાવેદ અખ્તર પ્રખ્યાત કવિ ફૈઝ અહેમદ ફૈઝની યાદમાં આયોજિત ફૈઝ ફેસ્ટમાં ભાગ લેવા પાકિસ્તાનના લાહોર ગયા હતા. આ દરમિયાન જાવેદ અખ્તરે પાકિસ્તાની લોકોની સામે આતંકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, “અમે બોમ્બે (Mumbai)ના લોકો છીએ. અમે જોયું છે કે, અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો. જોકે, તે લોકો નોર્વેથી કે ઈજીપ્તથી તો આવ્યા ન હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરી રહ્યાં છે. તેથી જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય તો તેનુ તમારે ખોટુ  ન લગાડવું જોઈએ.

જાવેદ અખ્તરે જે રીતે પાકિસ્તાન જઈને પાકિસ્તાનને અરીસો બતાવ્યો, તેનાથી ત્યાંની ઘણી સેલિબ્રિટીઓ ગુસ્સે થઈ ગઈ હતી. ઘણા લોકોએ જાવેદ અખ્તરના નિવેદનની નિંદા કરી રહ્યાં છે.
First published:

Tags: Javed Akhtar, Kangana ranauat, Pakistan news, Poet

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો