અમદાવાદ : રામ મંદિર માટે 65 કરોડ લોકો પાસેથી મેળવાશે દાન, મકર સંક્રાતિથી શરૂ થશે અભિયાન

અમદાવાદ : રામ મંદિર માટે 65 કરોડ લોકો પાસેથી મેળવાશે દાન, મકર સંક્રાતિથી શરૂ થશે અભિયાન
અમદાવાદ : રામ મંદિર માટે 65 કરોડ લોકો પાસેથી મેળવાશે દાન, મકર સંક્રાતિથી શરુ થશે અભિયાન

આ જનસંપર્ક અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થશે અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે

  • Share this:
અમદાવાદ : રામ મંદિરના નિર્માણ માટે જોરદાર તૈયારી શરુ થઈ ગઈ છે. ચર્ચા છે કે તેના માટે 100 કરોડ રુપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. મંદિર નિર્માણ માટે દેશના 64 કરોડ હિન્દૂ સમાજના લોકોનો સંપર્ક કરીને પૈસા એકત્ર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આ અભિયાનને સફળ બનાવવા માટે વીએચપી અને સંઘ પરિવારના તમામ મુખ્ય સંગઠનોને જોડવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં આ અભિયાનનો પ્લાન તૈયાર છે. તેમાં હવે સંગઠન સાથે જોડાયેલા લોકોને જવાબદારી અપાઈ રહી છે. જિલ્લા, નગર, બ્લોકથી લઈને ગ્રામ પંચાયતો સુધી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિઓની રચના કરાઈ રહી છે, જે સંપૂર્ણ પારદર્શકતા સાથે મંદિર માટે ધન એકત્ર કરશે. દાન રાશિનું સંપૂર્ણ વિવરણ મંદિર ટ્રસ્ટ ઓનલાઈન પણ આપશે. ધન સંગ્રહમાં કોઈ ઠગાઈ ના થાય તે માટે પણ ટ્રસ્ટીઓ પૂર્ણ સતર્કતા વર્તી રહ્યા છે. 10 રુપિયા, 100 રુપિયા અને એક હજાર રુપિયાની કૂપનો પણ છપાવીને તૈયાર રખાઈ છે. તો સાથે જ 1 લાખનું દાન આપનારને રામ મંદિરની ફોટો ફ્રેમ અને 1 કરોડનું દાન આપનારને રામ મંદિરની પ્રતિકૃતિ આપવામાં આવશે. આ જનસંપર્ક અભિયાન 15 જાન્યુઆરી મકર સંક્રાતિથી શરુ થશે અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.આ પણ વાંચો - આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવાયો

આ અંગે ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી નેતા અશ્વિન પટેલે જણાવ્યું હતું કે અયોધ્યામાં જ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે તે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નામે થવાનો છે. વિશ્વ હિન્દુ પરિષદનું તેમાં કોઈ ઇન્વેસમેન્ટ નથી. વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રને વિનંતી કરી હતી અમે આમાં હિન્દુ સમાજ દ્વારા સહયોગ કરી શકીએ એટલે વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર દેશના 65 કરોડ હિન્દુઓ સુધી જવાની છે. દરેક પાસેથી નાની મોટી ધન રાશિ લઈ રામ ભુમિ તીર્થ ક્ષેત્રને આપવાના છે. તમામ ધન રાશિ તીર્થક્ષેત્રના નામે જ હશે. ગુજરાતમાં 19000 ગામડાઓ સુધી પહોંચવાનો વિશ્વ હિન્દુ પરિષદનો લક્ષ્યાંક છે. ગુજરાતના પાંચ કરોડ હિન્દુ જનસંખ્યા સુધી અમે પહોંચીશું. 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલવાનું છે, આ અભિયાનને અમે બે તબક્કામાં કરવાના છીએ. પહેલો તબક્કો 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીનો રહેશે તે મોટી રાશિ માટે બધા લોકોનો સંપર્ક કરી ધન રાશિ મેળવવાનું પ્રયાસ કરવાના છીએ. પ્રત્યક્ષ ગામડાઓમાં હિન્દુ સમાજ સુધી પહોંચવાનો બીજો તબક્કો છે જે 30 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનો રહેશે. તેમાં દરેક ગામ અને દરેક મોહલ્લા સુધી હિન્દુ સમાજ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે દસ રૂપિયાથી લઈ સો રૂપિયા, હજાર રૂપિયા અને તેનાથી પણ વધુ રકમનું દાન લેવાના છીએ. કોઈ પણ પોલિટિકલ પાર્ટીના હિન્દુ સમાજના લોકો સુધી અમે પહોંચવાના છીએ. ભારતીય જનતા પાર્ટી પણ રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલી હતી એટલે સ્વાભાવિક છે તે પણ આ અભિયાન સાથે જોડાઈ. 1984માં જ્યારે રામ જન્મભૂમિનું નેતૃત્વ વિશ્વ હિન્દુ પરિષદના ભાગે આવેલું ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર દેશમાં ખૂબ જ જાણીતું નહોતું પરંતુ જ્યારે સંઘર્ષ આવ્યો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનું સમગ્ર દેશભરમાં નામ છે. ભગવાન રામનું જ્યારે કામ લીધું ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મોટું પણ થયું હતું. ફરીથી ભગવાન રામે કાલખંડ સમાપ્ત થતાં કામ આપ્યું છે. હિન્દુ સમાજના તમામ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું એટલે કે આ અભિયાન સાથે જોડાયેલા લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફાયદો થશે.

રામ મંદિર નિર્માણ માટે પ્રદેશ ભાજપે પણ તમામ કાર્યકરોને ભવ્ય રામમંદિરના નિર્માણ માટે 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યાપક જનસંપર્ક કરવામાં આવે ત્યારે 10 રૂપિયાથી લઈ 1000 રૂપિયા સુધીનો ફાળો ઉઘરાવવાના અભિયાનને સહયોગ આપવા કાર્યકરોને સૂચના આપી છે. આ મામલે ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ ભાજપનો કોઈ રાજકીય નહીં પંરતુ રાષ્ટ્રીય એજન્ડા હતો. જન સંઘ સમયનો હતો. ભગવાન રામ એક આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે. પૂજ્ય સંતોની ભક્તિ છે રાષ્ટ્ની શક્તિ છે. રામએ સમરસતાનું પ્રતીક છે. સુશાસનનું પ્રતીક છે. હવે જ્યારે રામ મંદિર રાષ્ટ્રમંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં લોકો પાસેથી નિધિ એકત્રિત કરવાનું અભિયાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરંભવામાં આવ્યું છે. તેમાં ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાની શક્તિ પ્રમાણે પોત પોતાનું યોગદાન આપશે. એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ સૂચના આપી છે.
Published by:Ashish Goyal
First published:December 30, 2020, 18:32 pm