Home /News /gujarat /

વોશિંગટનમાં ટ્રમ્પ-બાઇડનના સમર્થક એકત્ર થયા, રિઝલ્ટ બાદ હિંસાની આશંકા

વોશિંગટનમાં ટ્રમ્પ-બાઇડનના સમર્થક એકત્ર થયા, રિઝલ્ટ બાદ હિંસાની આશંકા

US ELECTION 2020: ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જો હિંસા ન થાય તે માટે ફેડરલ લૉ એજન્સીઓ ખડેપગે

US ELECTION 2020: ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જો હિંસા ન થાય તે માટે ફેડરલ લૉ એજન્સીઓ ખડેપગે

    વોશિંગટનઃ અમેરિકામાં ફેડરલ લૉ એજન્સીઓ (Federal law agencies) રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઊભી થનારી અશાંતિને લઈ તૈયારી કરી રહી છે. અમેરિકાની ન્યૂઝ વેબસાઇટ ધ હિલ અને ધ નેશનલ સિક્યુરિટી ઇન્ટીગ્રેશન સેન્ટર, જે ICE, હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનની રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઘટક છે, ગત સપ્તાહે બેલ્ટવેમાં યોજાનારા પ્રદર્શનો સંબંધમાં ચેતવણી સંબંધી ઇ-મેલ કર્યો છે. બેલ્ટવે વોશિંગટનને કવર કરતાં રાજમાર્ગને કહે છે. 4થી 7 નવેમ્બર સુધી, સમગ્ર શહેર વોશિંગટન ડીસીમાં સિવિલ અશાંતિની યોજના છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પ્રદર્શનકર્તાઓની સોશિયલ મીડિયા સાઇટો પર અનેક સંદેશાઓ પર નજર રાખી જેમાં એવા સંદેશ જોવા મળ્યા કે, જો તમે કંઈક કરવા માંગો છો તો 4 નવેમ્બરે વોશિંગટન ડીસી આવો.

    સુરક્ષા અધિકારી દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવા કરી રહ્યા છે તૈયારી

    એ વાતની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અધિકારી દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. જો વિરોધ પ્રદર્શન હિંસક થઈ જાય છે તો ચૂંટણીના દિવસે બફર ઝોન માટે વ્હાઇટ હાઉસના ચારે તરફ ફેન્સિંગ લગાવીને અભેદ્ય ઘેરાબંધી કરી દેવામાં આવી છે. દેશભરમાં ખાસ કરીને વોશિંગટન ડીસી, ક્ષેત્રમાં નાગરિક પોતાના ઘરો અને દુકાનોની સુરક્ષા માટે બારીઓ અને દરવાજા પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરી રહ્યા છે.

    આ પણ વાંચો, US Election 2020: જાણો શું કહે છે સટ્ટા બજાર, 7450 કરોડ રૂપિયા છે દાવ પર

    આ પણ વાંચો, 15 વર્ષમાં હોમ લોન પર સૌથી ઓછા વ્યાજ દર, ફેસ્ટિવ સીઝનમાં આ બેન્કો આપી રહી છે ખાસ ઓફર

    રાષ્ટ્રપ્રમુખ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીના પરિણામ જો બાઇડન (Joe Biden) કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump0ના પક્ષમાં આવે, હિંસાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને પક્ષોના સમર્થકોએ જાહેરાત કરી છે કે મંગળવારની રાતથી વોટોની ગણતરી માટે વોશિંગટનમાં એકત્ર થશે. ટ્રમ્પ સમર્થકોએ ન્યૂ જર્સી અને ન્યૂ યોર્કમાં વીકેન્ડ પર ટ્રાફિક જામ કર્યો. બીજી તરફ ટ્રમ્પના અન્ય સમૂહે ટેક્સાસમાં જો બાઇડનની કેમ્પેન બસનો ઘેરાવ કર્યો. કેન્સસમાં વીકેન્ડ પર ચૂંટણી ડિબેટના કારણે લોકોની વચ્ચે ઘર્ષણ થયું અને જેમાં ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Donald trump, Joe biden, US Elections 2020, અમેરિકા, વોશિંગ્ટન

    આગામી સમાચાર