મેડિકલ- ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિ.નો વિવાદ, નીતિન પટેલે કરી સ્પષ્ટતા

News18 Gujarati
Updated: June 23, 2019, 3:36 PM IST
મેડિકલ- ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિ.નો વિવાદ, નીતિન પટેલે કરી સ્પષ્ટતા
ડાબેથી પ્રથમ ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. વસંત પટેલે અને અન્ય સદસ્ય

ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે બોગસ દસ્તાવેજો રજૂ થયા હોવાનો ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનનો આક્ષેપ

  • Share this:
સંજય ટાંક, દિપીકા ખુમાણ, અમદાવાદ : રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રવેશ પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની જરરૂ પડે છે. ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસીએશને આક્ષેપ કર્યો છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ બોગસ દસ્તાવેજો રજૂ કર્યા છે. ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આક્ષેપ કરાયો છે કે આણંદ અને આંકલાવમાં ખોટા દસ્તાવેજો આપી સર્ટિફિકેટ બનાવાયા છે. આ મામલે ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનને લેખિતમાં રજૂઆત કરતા રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી.

નીતિન પટેલે વાલીઓના આક્ષેપના પગલે જણાવ્યું હતું કે રાજ્યસરકારે વિદ્યાર્થીઓનો તકલીફ ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરી છે. મેડકિકલ અને ડેન્ટલની 10 હજાર બેઠકો સામે 8 બેઠકો પર ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરી નથી. આમ છતાં કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ પડશે તેમને સમસ્યા હશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે.

આ પણ વાંચો : વડોદરામાં ધો.10માં ભણતી સગીરાનું ધર્મપરિવર્તન કરવા બ્રેઈનવોશ કરી આચર્યું દુષ્કર્મ

વાલીઓનો આક્ષપે હતો બોગસ દસ્તાવેજો રજૂ કરી તૈયાર થયેલા ડોમિસાઇલ સર્ટિફિકેટના દ્વારા ગત વર્ષે 400થી વધુ બોગસ એડમિશન સામે આવ્યા હતા. ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ ડો. વસંત પટેલે જણાવ્યું હતું કે એક વિદ્યાર્થી ગુજરાતમાં જન્મ્યો નથી તેમ છતાં આણંદના આંકલાવ મામલતદારે તેમને સાત વર્ષના રહેઠાણનો પુરાવો આપ્યો હતો.

આ પણ વાંચો : છબરડો! ધો.12નાં ફિઝિક્સનાં પુસ્તકમાંથી આખેઆખું એક પ્રકરણ જ ગાયબ

શું છે વિવાદરાજ્યના સ્થાનિક વિદ્યાર્થીઓના ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા હોય છે તેમાં વિદ્યાર્થીઓ ગુજરાતમાં જન્મ્યા હોવાનું સર્ટિફિકેટ આપવાનું પડતું હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતમાં ન જન્મ્યા હોવા છતાં ગુજરાતમાં 10 વર્ષથી વધુ સમયથી રહેતા હોય તો તેમને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પેરેન્ટ્સ એસોસિએશનનો આક્ષેપ છે કે ઉત્તર પ્રદેશમાં જન્મેલા એક વિદ્યાર્થીએ ખોટા દસ્તાવેજના આધારે ડોમિસાઇલ સર્ટિફિકેટ તૈયાર કર્યુ છે.
First published: June 23, 2019, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading