Home /News /gujarat /

Cooking Gas: ઘરના રસોડામાં વપરાતા કૂકિંગ ગેસથી કેન્સરનું જોખમ? જાણો શું કહે છે રિપોર્ટ?

Cooking Gas: ઘરના રસોડામાં વપરાતા કૂકિંગ ગેસથી કેન્સરનું જોખમ? જાણો શું કહે છે રિપોર્ટ?

ઘરના રસોડામાં વપરાતા કૂકિંગ ગેસથી કેન્સરનું જોખમ?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરના રસોડામાં ગેસના સ્ટવમાંથી કેટલું પ્રદૂષણ નીકળી રહ્યું છે? આ પ્રદૂષણમાં બેન્ઝીન, ટોલ્યુએન, ઇથિલબેન્ઝીન, ઝાયલીન અને હેક્સેન જેવા ઝેરી અને કાર્સિનોજેનિક(Carcinogenic) વાયુઓ નીકળી રહ્યા છે. જે કેન્સર(Cancer) નું જોખમ નોતરે છે. નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

વધુ જુઓ ...
  Cooking Gas : આપણે દેશમાં વધી રહેલ પ્રદૂષણ (Pollution)ની વાત કરીએ છીએ અને તેની ચિંતા પણ વ્યક્ત કરીએ છીએ. પરંતુ આ પ્રદૂષણ બાહ્ય પ્રદૂષણ છે જે આકાશમાં રહેલા પ્રદૂષિત કણોમાંથી આવે છે અને તેનું સ્તર AQI સ્કેલ પર માપવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરના રસોડામાં ગેસના સ્ટવમાંથી કેટલું પ્રદૂષણ નીકળી રહ્યું છે? આ પ્રદૂષણમાં બેન્ઝીન, ટોલ્યુએન, ઇથિલબેન્ઝીન, ઝાયલીન અને હેક્સેન જેવા ઝેરી અને કાર્સિનોજેનિક(Carcinogenic) વાયુઓ નીકળી રહ્યા છે. જે કેન્સર(Cancer) નું જોખમ નોતરે છે. નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

  કૂકીંગ ગેસ કેન્સરનું કારણ બની શકે છે


  દરેક સામાન્ય વ્યક્તિ જીવવા અને પોતાને ફિટ રાખવા માટે ખોરાક અવશ્ય ખાય છે. ઘરે બનાવેલો ખોરાક પૌષ્ટિક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. પરંતુ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, રસોડામાં ઉપયોગમાં લેવાતા ગેસથી બેન્ઝીન, ટોલ્યુએન, એથિલબેન્ઝીન, ઝાયલીન અને હેક્સેન જેવા ઝેરી અને કાર્સિનોજેનિક ગેસ બહાર આવે છે.

  આ પણ વાંચો: ચોમાસામાં ડેન્ગ્યુ-મેલેરિયાથી બચાવશે આ ઘરેલું ઉપાયો, નહીં જવું પડે હોસ્પિટલ

  આંતરરાષ્ટ્રીય જર્નલ- એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (Environmental Science And Technology)માં 28 જૂને પ્રકાશિત થયેલા સંશોધનમાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો કે તેઓએ યુએસના બોસ્ટનમાં 69 ઘરોમાંથી રસોઈમાં ઉપયોગમાં લેવાતા કુદરતી ગેસના 239 નમૂના લીધા છે.

  આ સેમ્પલની તપાસ કરનાર વૈજ્ઞાનિકોની ટીમને કુદરતી ગેસમાં 21 ઝેરી વાયુઓ મળી આવ્યા હતા. આમાં બેન્ઝીન, ટોલ્યુએન, એથિલબેન્ઝીન, ઝાયલીન અને હેક્સેન મુખ્ય હતા. એટલે કે જે ગેસના સ્ટવ પર તમારી રોટલી બની રહી છે, તેમાં વિજ્ઞાનીઓને ઝેરની ભેળસેળ મળી આવી છે.

  દિલ્હીની ઉજાલા-સિગ્નસ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. સુચિન બજાજના કહેવા પ્રમાણે, માત્ર LPG ગેસ જ નહીં, જો આપણે પેટ્રોલ, ડીઝલ કે લાકડા સળગાવીએ તો તેમાંથી પણ કેમિકલ રિએક્શનને કારણે કેટલાક ગેસ નીકળે છે. આજ રીતે એલપીજી ગેસ સળગાવવાથી બેન્ઝીન ગેસ નીકળે છે. જે કાર્સેનોજન (Carcinogen) છે અને કેન્સરનું કારણ બને છે.

  જો કે ડૉ. બજાજના જણાવ્યા મુજબ વિદેશમાં રસોડામાં કુદરતી ગેસનો ઉપયોગ થાય છે, પરંતુ ભારતમાં એલપીજી ગેસનો ઉપયોગ થાય છે, જેમાં પ્રોપેન નામનો ગેસ વપરાય છે. આ વાયુને બાળવાથી ખતરનાક બેન્ઝીન ગેસ નીકળે છે, પરંતુ તેનો જથ્થો વિદેશમાં કુદરતી ગેસમાંથી છોડવામાં આવતા બેન્ઝીન કરતાં ઘણો ઓછો રહે છે.

  ડોક્ટરોએ આ અંગે આપી હતી ચેતવણી


  પારસ હૉસ્પિટલના શ્વસન રોગોના નિષ્ણાત ડૉ. અરુણેશ કુમારના જણાવ્યા અનુસાર, જો કાર્સેનોજેનિક ગેસ નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે તો ફેફસાં પર ખરાબ અસર પડે છે. તે કેન્સર ઉપરાંત અસ્થમા, બ્રોન્કાઇટિસ અને શ્વાસની તકલીફનું કારણ બની શકે છે.

  આ પણ વાંચો: Women health: શું પ્રથમ વખતના સંભોગ સમયે પીડા થશે? લગ્ન પહેલા દરેક યુવતીએ ગાયનેકોલોજિસ્ટને પૂછવા જોઈએ આ સવાલ

  આંતરિક રોગોના નિષ્ણાત ડૉ.રાજેશ ગેરાના જણાવ્યા અનુસાર રસોડામાં ખોરાક બનાવતી વખતે રસોડામાં વેન્ટિલેશનની સારી વ્યવસ્થા હોય તે સૌથી જરૂરી છે. રસોઈ બનાવતી વખતે રસોડામાંથી ધુમાડો બહાર નીકળી શકે તે માટે બારી-બારણા ખુલ્લા રાખો અને શક્ય હોય તો રસોડામાં ચીમની અથવા એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन