Home /News /gujarat /

દિલ્હીમાં ડોક્ટરોએ કર્યો ચમત્કાર, 7 વર્ષથી બોલતું ન હતું બાળક, સર્જરીથી પાછો આવ્યો અવાજ

દિલ્હીમાં ડોક્ટરોએ કર્યો ચમત્કાર, 7 વર્ષથી બોલતું ન હતું બાળક, સર્જરીથી પાછો આવ્યો અવાજ

ડોક્ટર્સે સફળ સર્જરી કરી બાળકને અવાજ પાછો અપાવ્યો

    નવી દિલ્હીઃ દિલ્હી (delhi) ની સર ગંગારામ હોસ્પિટલ (Sir Ganga Ram Hospital) માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે કોઈ કરિશ્માથી ઓછો નથી. હોસ્પિટલમાં એક બાળકની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, જે 10 વર્ષથી વધુ સમયથી ટ્રેચેઓસ્ટોમી ટ્યુબ (tracheostomy tube) દ્વારા શ્વાસ લેતો હતો. બાળપણમાં માથામાં થયેલી ઈજાને કારણે શ્રીકાંત લાંબા સમયથી વેન્ટિલેટર પર હતો, જેના કારણે તે ન તો બોલી શક્યો કે ન તો પ્રતિક્રિયા આપી શક્યો. ઈજાને કારણે શ્રીકાંતની શ્વાસની નળી પણ કામ કરી રહી ન હતી, જેના કારણે ટ્રેકોસ્ટોમી ટ્યુબ દ્વારા શ્વાસ લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

    વિન્ડપાઈપનો એક ભાગ ન હોવાને કારણે શ્રીકાંતને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ રહી હતી. શ્વાસ લેવા માટે વાયુમાર્ગ ન હોવાથી તેનો અવાજ બહાર આવતો ન હતો. પરંતુ, 10 વર્ષ બાદ સર ગંગારામ હોસ્પિટલમાં આ બાળકની સફળ સર્જરી કરવામાં આવી છે. ડોકટરોએ શ્વસન માર્ગની સર્જરી અને અવાજ પુનઃસ્થાપિત કરીને શ્રીકાંતને તેના શ્વાસ અને અવાજ બંને પરત કર્યા છે. બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

    એક્સપર્ટે કહ્યું- 15 વર્ષમાં આવો કેસ નથી જોયો

    બાળકના સફળ ઓપરેશન બાદ ENT વિભાગના સિનિયર કન્સલ્ટન્ટે કહ્યું કે, મેં મારા 15 વર્ષના કાર્યકાળમાં આવો કેસ જોયો નથી. તેમણે કહ્યું કે, જ્યારે મેં પેશન્ટને પહેલીવાર જોયો ત્યારે મને લાગ્યું કે આ ખૂબ જ જટિલ સર્જરી હશે. તેમણે જણાવ્યું હતું કે, બાળકના ઓપરેશન માટે હોસ્પિટલ દ્વારા થોરાસિક સર્જરી, ઇએનટી, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર અને એનેસ્થેસિયા વિભાગના ડોકટરોની એક વિશેષ પેનલ બનાવવામાં આવી હતી.

    આ પણ વાંચો'આર્ય સમાજ દ્વારા આપવામાં આવેલ લગ્નનું પ્રમાણપત્ર અસ્વીકાર્ય', સુપ્રીમ કોર્ટે કહ્યું- તેમને આ અધિકાર નથી

    સર્જરી પહેલા માતા-પિતાની પરવાનગી લેવામાં આવી હતી

    બાળકના ઓપરેશન અંગે સર ગંગારામ હોસ્પિટલના ઇએનટી ડો. મનીષ મુંજલે જણાવ્યું હતું કે, બાળકની વાયુમાર્ગ અને શ્વાસની પાઈપ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ હતી, જેના કારણે તેની સર્જરી કરવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ અમારી પાસે સર્જરી સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેમણે કહ્યું કે, બાળકના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી કે, ઓપરેશનમાં ઘણું જોખમ છે અને તેમની પરવાનગી મળ્યા બાદ જ સર્જરી શરૂ કરવામાં આવી હતી. બાળકનું ઓપરેશન છ કલાક સુધી ચાલ્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Delhi News, Doctors, ઓપરેશન, ડોક્ટર, દિલ્હી, સર્જરી`

    આગામી સમાચાર