Home /News /gujarat /

અમદાવાદ : સતત 12માં વર્ષે દિવાળીમાં ડોક્ટર ઓન કોલ સેવા મળશે, જાણો તમને કેવી રીતે કરશે મદદ

અમદાવાદ : સતત 12માં વર્ષે દિવાળીમાં ડોક્ટર ઓન કોલ સેવા મળશે, જાણો તમને કેવી રીતે કરશે મદદ

ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે

Ahmedabad news- અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) દ્વારા દદીઓ માટે 3 નવેમ્બરથી 9 નવેમ્બર 2021 દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવશે

અમદાવાદ : દિવાળીનાં તહેવારોને (Diwali festivals)ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) દ્વારા સતત 12માં વર્ષે દદીઓ માટે 3 નવેમ્બરથી 9 નવેમ્બર 2021 દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે આશીર્વાદ પુરવાર થયેલ આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ 108 અને હોસ્પિટલો (Hospital)સાથે સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીનાં (Diwali-2021) તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટ્સએપ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. દિલીપ ગઢવીએ જણાવ્યું હતું કે , દિવાળીના તહેવારમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતું હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમ ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા 12 વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો - અમદાવાદમાં એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ માંગતો હતો હોમગાર્ડ, આવી રીતે આવ્યો પકડમાં

ડો ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી આપણે સૌ કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઇન્વેસ્ટીગેશન અને ટ્રીટમેન્ટની વધારે સારી સુવિધાઓ માટે સમગ્ર તબીબી સમુદાય કાર્ય કરી રહ્યો છે. કોરોના અંગે જનસમુદાયને માર્ગદર્શન આપવા એએમએ સુસજ્જ છે. વધુમાં ડો ગઢવીએ જણાવ્યું હતું કે , આ વર્ષે કોરોના, સ્વાઈન ફ્લુ , ચિકનગુનિયા, કમળો , મેલેરિયા, ડેન્ગ્યૂ તેમજ વાયરલ ઇન્ફેક્શન વગેરે જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે. જેના આધારે મદદ મળી રહે છે અને નજીકનાં વિસ્તારમાંથી ડોક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે.

આ પણ વાંચો - અમદાવાદ : જે દીકરીના લગ્નની વાત કરવા માતા પિતા ગયા તે જ સગીરા કામવાળી સાથે ભાગી ગઈ

ડોક્ટર ઓન કોલ દિવાળીનાં પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો . હેતલ શાહે જણાવ્યું હતું કે એએમએ દ્વારા ટેક્નોલોજીનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો www ahmedabadmedicalasociation.com અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. નોન ઇમરજન્સી કેસોમાં દર્દીઓ વોટસએપના માધ્યમ દ્વારા ડોક્ટરને પોતાની તકલીફ મોકલાવી શકે છે. જેનો ડોક્ટરો જ્યારે ફી પડે ત્યારે જવાબ આપશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, Diwali 2021, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन