Home /News /gujarat /

શું તમે આખી રાત પંખો ચાલું રાખીને સુવો છો? તો આ સમાચાર તમારા માટે છે

શું તમે આખી રાત પંખો ચાલું રાખીને સુવો છો? તો આ સમાચાર તમારા માટે છે

શું તમે આખી રાત પંખો ચાલું રાખીને સુવો છો? તો આ સમાચાર તમારા માટે છે

Lifestyle : આપણામાંથી ઘણાને રાતભર પંખો ચાલુ રાખીને રાતભર સૂવાની આદત હોય છે. જો ઓછી ગરમી હોય તો આપણે પંખાને એક કે બે પર છોડી દઈએ છીએ પરંતુ જો વધારે ગરમી હોય તો પંખાને ફુલ સ્પીડમાં કરી દેવામાં આવે છે. જો તમને પણ આખી રાત પંખા નીચે સૂવાની આદત છે તો આ સમાચાર તમારા માટે છે

વધુ જુઓ ...
    ભારતમાં આજે પણ મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખાનો જ ઉપયોગ કરે છે. તે પાછળ આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે. કાળઝાળ ગરમી હોય કે ભેજનું પ્રમાણ લોકોને પંખાથી જ રાહત મળે છે. જોકે, વિદેશોમાં હવે પંખાની જગ્યાએ એસી લઈ રહ્યા છે. પરંતુ ભારતમાં લગભગ દરેક ઘરમાં પંખાનો ઉપયોગ થાય છે.

    આપણામાંથી ઘણાને રાતભર પંખો ચાલુ રાખીને રાતભર સૂવાની આદત હોય છે. જો ઓછી ગરમી હોય તો આપણે પંખાને એક કે બે પર છોડી દઈએ છીએ પરંતુ જો વધારે ગરમી હોય તો પંખાને ફુલ સ્પીડમાં કરી દેવામાં આવે છે. જો તમને પણ આખી રાત પંખા નીચે સૂવાની આદત છે તો આ સમાચાર તમારા માટે છે. આ સમાચાર વાંચ્યા પછી તમે કદાચ ભવિષ્યમાં આવી ભૂલ કરશો નહીં.

    રાત્રે પંખો ચાલું કરીને સૂવાથી તમારા રૂમનું તાપમાન ઘટી શકે છે, પરંતુ તેના કારણે તમારે અન્ય ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જ્યારે સખત ગરમી હોય તો આવું બિલકુલ ન કરવું જોઈએ. નિષ્ણાતો સૂચવે છે કે જો ગરમી વધારે હોય તો રાતભર પંખો ચલાવવા સિવાય અન્ય રસ્તાઓ અપનાવીને રૂમને ઠંડુ રાખવાની કોશિશ કરવી જોઈએ.

    સ્વાસ્થ્ય પર ખરાબ અસર

    નિષ્ણાતોના મતે, જ્યારે ગરમી વધારે હોય ત્યારે દિવસ દરમિયાન રૂમમાં પડદા લગાવી રાખવા જોઈએ. તેનાથી રૂમનું તાપમાન ઓછું રહેશે. તેથી રાત્રે ધીમી સ્પીડ પર પંખો ચાલું કરી શકાય. નિષ્ણાતો અનુસાર આખી રાત પંખાની નીચે સુવાથી સ્વાસ્થ્યને લગતી એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ થઈ શકે છે. રાતભર ચાલતા પંખાને કારણે તમારા શરીર ઉપર બીમારીઓ ભરડો લઈ શકે છે. સ્લીપ એક્સપર્ટ અને MattressNextDay ના CEO માર્ટિન સીલીએ લોકોને વિગતવાર આ માહિતી આપી હતી.

    કેમ છે ખતરનાક

    આખી રાત પંખો ચાલું કરીને સૂવાથી બીજા દિવસે તમને સામાન્ય રીતે શરીરના દુખાવાની સમસ્યા થાય છે. તેવામાં શરીરમાં દુખાવો થતો હોય તો પંખા નીચે સૂવું તમારા માટે વધારે ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં તમારે રાત્રે પંખા નીચે સૂવાનું ટાળવું જોઈએ.

    આ પણ વાંચોત્રણ મિત્રો નશામાં પાર કરી રહ્યા હતા રેલવે ક્રોસિંગ અને આવી ગઈ ટ્રેન... મચ્યો કોહરામ

    માર્ટિન સીલેના જણાવ્યા મુજબ, ઠંડી હવાના કારણે સ્નાયુઓ ખેંચાય છે અને તમારે તેનાથી પણ વધુ પીડા સહન કરવી પડે છે. તમને તમારી ગરદનમાં દુખાવો થવા લાગશે. અસ્થમાના દર્દીઓએ આવું બિલકુલ ન કરવું જોઈએ. આ કારણે તમને દિવસ દરમિયાન વધુ છીંક આવશે. તમારી આંખોમાંથી પાણી પડશે અને તમારે શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Lifestyle, Lifestyle News, Lifestyle tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन