ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા જિલ્લા-વાર ગુજરાત કોટેજ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર સ્થપાશે

ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા જિલ્લા-વાર ગુજરાત કોટેજ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર સ્થપાશે
પ્રતિકાત્મક તસવીર

કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પ્રથમ તબક્કા માટે રૂપિયા 19.50 કરોડ અને બીજા તબક્કા માટે રૂપિયા 20 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે

  • Share this:
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં વ્યાપકપણે ગ્રામીણ ઈકોસિસ્ટમને લગતા પડકારો વચ્ચે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકતાને વિકસાવવા તેમજ મજબૂત કરવા આંત્રપ્રિન્યુરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદની નોલેજ પાર્ટનર તરીકે નિમણૂક કરી નવા પ્રોજેકટ સ્થાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં માંગ અને વૃદ્ધિની સંભવનિયતાનો અભ્યાસ કરીને વર્તમાન અને ભવિષ્યના ક્ષેત્રો વગેરે સંદર્ભે માંગનો અભ્યાસ (ક્લસ્ટર્સને આવરીને) હાથ ધરી તેનો ઉછેર અને સંશોધનને સક્ષમ બનાવવો, ઉદ્યોગસાહસિક્તાની વેલ્યુ-ચેઈનને વિક્સાવવી તથા મજબૂત બનાવવા અને ટકાવી રાખવા માટે જિલ્લા-વાર ગુજરાત કોટેજ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર (જીસીઆઈડીસી) સ્થાપિત કરવામાં આવી રહેલ છે.પ્રથમ તબક્કામાં રાજકોટ, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને અમદાવાદ આવરી લેવામાં આવેલ છે. બીજા તબક્કામાં વલસાડ, વડોદરા, નર્મદા, દાહોદ, જુનાગઢ, પાટણ, અને મહેસાણા મળી ૭ જિલ્લાઓમાં જીસીઆઇડીસી સ્થપાશે. આવનારા સમયમાં સંપૂર્ણ રાજ્યના દરેક વિસ્તારને આ રીતે આવરી લેવાનું વિભાગનું આયોજન છે.

આ પણ વાંચો - જામનગર : ભાઈએ બહેનને ગળે ટૂંપો આપી મારી નાખી, પછી ભાઈએ હાથની નસો કાપી આપઘાત કર્યો

કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પ્રથમ તબક્કા માટે રૂપિયા 19.50 કરોડ અને બીજા તબક્કા માટે રૂપિયા 20 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રાજ્યમાં સમસ્ત ગ્રામીણ ઉદ્યોગ સાહસિક્તાની ઈકોસિસ્ટમમાં બદલાવ લાવવાથી, રાજ્યના ગ્રામીણ અર્થતંત્રને જરૂરી વેગ પુરો પાડવા માટે આ પ્રોજેક્ટ અગ્રેસર પ્રયાસરૂપી બની રહેશે.પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને અંતે 16500 લાભાર્થીઓને આવરી લેવામાં આવશે .સમગ્ર પ્રોજેક્ટના અંતે રાજ્યના અંદાજીત 100000 લોકોને સમગ્ર રોજગારી અને આજીવિકાના વિકલ્પો થકી આવરી લેવામાં આવશે.

રાજકોટ ખાતે કરાશે અર્બન હાટની સ્થાપના

કમિશનર અને સચિવ કુટિર અને ગ્રામોદ્યોગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત સરકારના નેજા હેઠળ કાર્યરત ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા રાજ્યના ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વારસાને સાચવી રહેલ કારીગરોને મેળા-પ્રદર્શનો દ્વારા તથા અર્બન હાટ, ક્રાફ્ટ બજાર જેવી કાયમી વ્યવસ્થાઓ થકી બજાર વ્યવસ્થા પુરી પાડી તેઓને રોજગારી આપવાનુ કાર્ય શરુ કરાયુ છે. આગામી સમયમાં આ કામગીરીમાં વધુ એક સિદ્ધિ રુપે હવે રાજકોટ અર્બન હાટની સ્થાપના કરવામાં આવનાર છે. આ હાટનું નિર્માણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પાસે 9000 ચો.મી. જમીન ઉપર થશે. આ અર્બન હાટ ગુજરાત રાજ્ય અને દેશભરના હાથશાળ-હસ્તકલાના કારીગરો માટે ઉત્તમ સ્થળ બની રહેશે.
Published by:Ashish Goyal
First published:January 28, 2021, 21:54 pm