Home /News /gujarat /

તાલુકા પંચાયતમાં કોણ બન્યું પ્રમુખ, ક્યાં થયો હોબાળો જુઓ

તાલુકા પંચાયતમાં કોણ બન્યું પ્રમુખ, ક્યાં થયો હોબાળો જુઓ

અમદાવાદઃ 31 જિલ્લા-230 તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચુંટણી હાથ ધરાઇ છે. જો કે ચૂંટણીના પરિણામોમાં 16 તાલુકા-જિલ્લા પંચાયતોમાં ટાઈની સ્થિતિ જોવા મળી છે. ત્યારે દિવસભર કેવો માહોલ જામ્યો અને કયા તાલુકા-જિલ્લા પંચાયતમાં કોને પ્રમુખ-ઉપ પ્રમુખનો તાજ મળ્યો તેમજ કયા હોબાળો થયો તેની વિગતની દરેક પળની માહિતી નીચે અમે આપતા રહીશું.

અમદાવાદઃ 31 જિલ્લા-230 તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચુંટણી હાથ ધરાઇ છે. જો કે ચૂંટણીના પરિણામોમાં 16 તાલુકા-જિલ્લા પંચાયતોમાં ટાઈની સ્થિતિ જોવા મળી છે. ત્યારે દિવસભર કેવો માહોલ જામ્યો અને કયા તાલુકા-જિલ્લા પંચાયતમાં કોને પ્રમુખ-ઉપ પ્રમુખનો તાજ મળ્યો તેમજ કયા હોબાળો થયો તેની વિગતની દરેક પળની માહિતી નીચે અમે આપતા રહીશું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ 31 જિલ્લા-230 તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચુંટણી હાથ ધરાઇ છે. જો કે ચૂંટણીના પરિણામોમાં 16 તાલુકા-જિલ્લા પંચાયતોમાં ટાઈની સ્થિતિ જોવા મળી છે. ત્યારે દિવસભર કેવો માહોલ જામ્યો અને કયા તાલુકા-જિલ્લા પંચાયતમાં કોને પ્રમુખ-ઉપ પ્રમુખનો તાજ મળ્યો તેમજ કયા હોબાળો થયો તેની વિગતની દરેક પળની માહિતી નીચે અમે આપતા રહીશું.- કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ પદે ભાજપના નરેન્દ્રસિંહની વરણી, ઉપ્રપ્રમુખ પદે મયુર પટેલની બિનહરિફ વરણી

- જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના જીવણભાઇ કુંભારવાડિયા, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઇ ચૂંટાયા

- લિંબડી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ, પ્રમુખ તરીકે કોંગ્રેસના ઝાલા કનકસિંહ પ્રભાતસિંહ ચૂંટાયા, ઉપપ્રમુખ ભાજપના રાણાકૃષ્ણસિંહ છત્રસિંહની વરણી કરાઇ, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ-ભાજપને 9-9 સીટો મળી હતી

- મહુવા તાલુકા પંચાયત ભાજપે કબજે કરી, પ્રમુખ પદે રાકેશ પટેલની વરણી કરાઈ , ઉપપ્રમુખ પદે મનીષાબહેન ચૌધરીની વરણી કરાઈ

- જંબુસર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા, પ્રધાન છત્રસિંહ મોરીની આગેવાનીમાં વિજય સરઘન નિકળ્યુ-લખપત તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નિતાબેન જોષીની નિમણુંક, ઉપ-પ્રમુખ તરીકે સમરતદાન ગઢવીની કરાઈ નિમણુંક

-ભાવનગર તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની છતા  કોંગ્રેસના પ્રમુખ જાહેર
તાલુકા પંચાયતમાં ફોર્મ ભરવાના સમયે ભાજપના ત્રણ સભ્યો ગેરહાજર
કોંગ્રેસના ભોળાભાઇ કંટારીયા પ્રમુખ નિમાયા,11 ભાજપના સભ્યો અને 9 કોંગ્રેસના સભ્ય છે- ગાંધીનગર જિ.પં.ની સાંજે 4 વાગે પ્રથમ સામાન્ય સભા મળશે, પ્રમુખ પદે રામાજી ઠાકોર નક્કી, બે ઉમેદવારોએ ફોર્મ ભરતાં થયો હતો વિવાદ, બીજા ઉમેદવારને કોંગ્રેસે મનાવી લીધાનો દાવો,તમામ સભ્યો રામાજી ઠાકોરની તરફેણમાં કરશે મતદાન
- સાબરકાંઠા જીલ્લાની આઠ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન, પ્રમુખ-ઉપ પ્રમુખનીવરણી૧-હિમતનગર તાલુકા પંચાયત, પ્રમુખ-ઇમરાન ઉમેદખાન ઠાકોર (મલેક), ઉપ-પ્રમુખ-વિષ્ણુસિંહ લાલસિંહ ચૌહાણ૨-ઇડર તાલુકા પંચાયત, પ્રમુખ-એકતાબેન પટેલ , ઉપ-પ્રમુખ-રામજીભાઈ ઠાકોર


૩-પ્રાંતિજ તાલુકા પંચાયત, પ્રમુખ -દક્ષાબેન સુરેશભાઈ રાઠોડ , ઉપ-પ્રમુખ-વિષ્ણુભાઈ વિપુલભાઈ પટેલ


૪-તલોદ તાલુકા પંચાયત, પ્રમુખ -વિજ્યાબા અમરસિંહ ઝાલા  ઉપ-પ્રમુખ -કેદાર્સિંહ મોતીસિંહ રાઠોડ


૫-વડાલી તાલુકા પંચાયત, પ્રમુખ-સુમિત્રાબેન નરસિંહભાઈ પટેલ

ઉપ-પ્રમુખ -સુરેશસિંહ દીપસિંહ સોલંકી


૬-વિજયનગર તાલુકા પંચાયત, પ્રમુખ-યશ અશ્વિનભાઈ કોટવાલ

ઉપ-પ્રમુખ -અરવિંદભાઈ મણીભાઈ પટેલ


૭-ખેડબ્રહ્મા તાલુકા પંચાયત, પ્રમુખ-કુવરબેન ઝવાહરલાલ ગમાર

ઉપ-પ્રમુખ-કનુભાઈ ડાહ્યાભાઈ પટેલ


૮-પોશીના તાલુકા પંચાયત પ્રમુખ-મનુભાઈ કલાભાઈ પરમાર


ઉપ-પ્રમુખ -અંકિતકુમાર છગનભાઈ પ્રજાપતિ
- આહવા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય , પ્રમુખ તરીકે નિર્મળાબેન બાગુલનો વિજય,ઉપપ્રમુખ તરીકે શુકરભાઇ ચૌધરીનો વિજય

- સુબીર તાલુકા પંચાયત ભાજપ ફાળે ,પ્રમુખ તરીકે રાજેશ ગામીતનો વિજય, ઉપપ્રમુખ તરીકે ભાણાભાઈ કાપડીની નિમણૂક

- વધઇ તાલુકા પંચાયત કોંગ્રેસને ફાળે ,પ્રમુખ તરીકે લલીતાબેન ગાવીતની નિમણૂંક, ઉપપ્રમુખ તરીકે સનદભાઇ ચૌધરીની નિમણૂંક

- જૂનાગઢના ભેસાણમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન, પ્રમુખ તરીકે વિજયાબેન રાદડિયાની નિમણૂક, ઉપપ્રમુખ તરીકે રતિલાલ ઉસદણની નિમણૂક કરાઈ

--------
- મહેસાણા, વિસનગર, વીજાપુર, બહુચરાજી, જોટાણા, ઊંઝામાં કાગ્રેસ
ખેરાળુ, વડનગર અને સલાસણામાં ભાજપને સત્તા
-----

- ફતેહપુરા, લીમખેડા, બારીયા, ધાનપુર,ઝાલોદ તાલુકા પંચાયતમાં ભાજપ વિજયી, ગરબાડા અને દાહોદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય

- ફતેહપુરા તાલુકામાં સરખા સભ્યોએ ટાઇ પડી, ચિઠ્ઠી ઉછાળતા પ્રમુખ તરીકે ભાજપના ગીતાબેન ડામોર, ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના અબ્દુલ પટેલની વરણી કરાઇ

- નાંદોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જતિન વસાવા, ઉપ પ્રમુખ તરીકે સકુંતલાબેન ગોહિલની વરણી

- ખંભાત પ્રમુખ તરીકે ભાજપના રાજેશ પટેલ, ઉપ પ્રમુખ તરીકે ઝીણાભાઈ ગોહેલની વરણી

- ગોંડલ તાલુકા પંચાયતમાં ટાઈની સ્થિતિમાં ચિઠ્ઠી ઉછાળાઈ, પ્રમુખ તરીકે કોંગ્રેસના ભગવતસિંહ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે ભાજપના સિદ્ધાર્થસિંહ જાડેજાની વરણી

- ધોલેરા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ગીતાબા ચૂડાસમા, ઉપપ્રમુખ તરીકે તીથરભાઈ વસાણીની વરણી

- ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રંજેશ્વરી રાઠવાની નિમણૂક, ભાજપે કરી ઉત્સાહભેર ઉજવણી, ભાજપ દ્ધારા રંજેશ્વરી રાઠવાનું વિજય સરઘસ નીકળ્યું

-બહુચરાજી તાલુકા પંચાયત કોંગ્રેસને હસ્તક,તા.પં.પ્રમુખ તરીકે સરોજબા દરબારની વરણી,ઉપપ્રમુખ તરીકે વિષ્ણુજી દરબારની વરણી કરાઇ
- સાંતલપુર તાલુકા પંચાયતમાં ટાઈ,પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી ,પ્રમુખ પદ માટે ભાજપના જીવણભાઈ આહીરનું નામ ખૂલ્યું, ઉપપ્રમુખ માટે કોંગ્રેસના મલેક જાહીદભાઈનું નામ ખૂલ્યું

- ગોંડલ તાલુકા પંચાયત કચેરી બહાર કાર્યકરોનો હંગામો, પંચાયત કચેરી બહાર ભાજપ-કોંગ્રેસ કાર્યકરો બાખડ્યા , ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલીબપોરે 1 વાગ્યા સુધીની તમામ જિલ્લા-તાલુકા પંચાયતની વિગત

- કડી તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ, ચૂંટણી દરમિયાન થયો હોબાળો, ભાજપના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાતા બબાલ, બંને પક્ષે 15-15 ઉમેદવારો થતાં રાજકીય ગરમાવો

- વિરમગામ તાલુકા પંચાયત પર ભાજપની સત્તા, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેરુબેન સીદાની,ઉપ પ્રમુખ તરીકે હંસાબેન ઠાકોરની વરણી

- માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા, ભાજપ-કોંગ્રેસ વચ્ચે પડી હતી ટાઈ, અપક્ષોના સહારે કોંગ્રેસે સત્તા હાસલ કરી, પ્રમુખ તરીકે કોંગ્રેસના ગલબાભાઈ ખોખર ,અપક્ષ ઉમેદવાર કનુભાઈ પટેલ ઉપપ્રમુખ

- જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રતિભાબેન કાલરિયા , ઉપપ્રમુખ પદે શોભનાબા જાડેજા ચૂંટાયા, જામજોધપુર તાલુકામાં કોંગ્રેસનું શાસન

- દેત્રોજ તાલુકા પંચાયત પર ભાજપની સત્તા, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દિપસિંહ સોલંકી, ઉપ પ્રમુખ તરીકે સુંદરબા ઝાલાની વરણી- ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી, ભાજપ સહિત તમામ પક્ષોએ કોંગ્રેસને ટેકો આપ્યો, 13 કોંગ્રેસ, 4 અપક્ષ અને 1 ભાજપની બેઠક

- ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે શાંતાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે અંબાલાલ પટેલની વરણી,ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન

- વિસનગર  તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મધુબેન પટેલની વરણી,ઉપ પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોરની વરણી

- ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભૂરિયા ઉષાબેન, ઉપપ્રમુખ પદે ભૂરિયા લાલચંદભાઈનો વિજય,ગરબાડા તાલુકા પંચાયતની સત્તાનું સુકાન કોંગ્રેસના હાથમા

- ગરુડેશ્વર તા.પં.માં ભાજપનો ભગવો લહેરાયો, પ્રમુખ તરીકે લલિતાબહેન તળવી ચૂંટાયા, ઉપપ્રમુખ તરીકે કાનજીભાઇ તળવી ચૂંટાયા

- તિલકવાડા તા.પં.માં કોંગ્રેસે સત્તા મેળવી પ્રમુખ તરીકે સંગીતાબહેન ભીલ ચૂંટાયા, ઉપપ્રમુખ તરીકે રિયાજભાઇ ચૌહાણ ચૂંટાયા

- નાંદોદ તા.પં.માં કોંગ્રેસે સત્તા મેળવી, પ્રમુખ તરીકે જતીન વસાવાની નિમણૂક
ઉપપ્રમુખ તરીકે શકુંતલાબહેન ગોહિલની નિમણૂક

ભરૂચ જિલ્લાની નવ તા.પં.માં પ્રમુખની વરણી

- ભરૂચ તાલુકા પંચાયત
કૉંગ્રેસ -પ્રમુખ નસીમબાનુ નબીપુરવાલા
- અંક્લેશ્વર તાલુકા પંચાયત

ભાજપ-પ્રમુખ ભરતભાઇ પટેલ
- જંબુસર તાલુકા પંચાયત
કૉંગ્રેસ-પ્રમુખ જ્યોતિબેન પઢિયાર
- નેત્રંગ તાલુકા પંચાયત
જેડીયુ પ્રમુખ મગનભાઇ વસાવા
- વાલિયા તાલુકા પંચાયત
જેડીયુ પ્રમુખ રાજુભાઇ વસાવા
- ઝઘડિયા તાલુકા પંચાયત
જેડીયુ પ્રમુખ વર્ષાબેન વસાવા
- આમોદ તાલુકા પંચાયત
ભાજપ પ્રમુખ વિલાસબેન રાજ
-વાગરા તાલુકા પંચાયત
કૉંગ્રેસ પ્રમુખ નસીમા પટેલ

-હાંસોટ તાલુકા પંચાયત
ભાજપ પ્રમુખ હર્ષદભાઇ પટેલની વરણી કરાઇ
- વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સોમાજી ઠાકોર
ઉપ પ્રમુખ તરીકે મંગાજી ઠાકોરની વરણી

- કલ્યાણપુર તા.પં.માં કોંગ્રેસનું શાસન, પ્રમુખ તરીકે મધુબહેન ડેરની વરણી, ઉપપ્રમુખ તરીકે રાજાભાઇ પોસરીયાની વરણી

- ભાણવડ તા.પં.માં ભાજપનું શાસન, પ્રમુખ તરીકે ખીમાભાઇ જોગલની વરણી
ઉપપ્રમુખ તરીકે ગંગાદાસ પીપરોતળીયાની વરણી

- ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કંટારીયા નરસિંહભાઈ
ઉપ પ્રમુખ તરીકે ઘેટાણી મંજીભાઈ મોહનભાઈની વરણી

- ધંધુકા તાલુકા પંચાયત પર ભાજપની સત્તા,તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનિલ સોલંકી, ઉપ પ્રમુખ તરીકે કાળુભાઈ ધરજીયાની વરણી

- વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના વિજયભાઈ પટેલ, ઉપ પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રહલાદભાઈ પટેલની વરણી

- ચોટિલા તાલુકા પંચાયત ભાજપના ફાળે, પ્રમુખ બચુબેન ધોરાળિયા, ઉપપ્રમુખ રામભાઈ શામડ નિમાયા

- થાનગઢ તાલુકા પંચાયત ભાજપના ફાળે, પ્રમુખ તરીકે રંગપરા કરમશીભાઈ ચૂંટાયા, ઉપપ્રમુખ તરીકે સરલા મંજૂબેનની થઈ નિમણૂક

- નિઝર તાલુકા પંચાયતમાં ટાઈ, પ્રમુખ તરીકે કોંગ્રેસના રાજુલાબેન પાડવી
ઉપ પ્રમુખ તરીકે ભાજપના અનુપાબેન તાલવેની વરણી

- સાયલા તા.પં.માં કોંગ્રેસનો વિજય,પ્રમુખ સ્થાને રંજનબહેન બોહકીયા ચૂંટાયા, ઉપ્રપ્રમુખ તરીકે ઘેલાભાઇ ધાંધલ ચૂંટાયા, આઝાદીથી માંડી અત્યાર સુધી કોંગ્રેસનું શાસન અવિરત

- ગીરગઢડા તા.પં.માં ભાજપનું શાસન,પ્રમુખ તરીકે પ્રેમીબહેન ખસિયાની વરણી, ઉપપ્રમુખ તરીકે દુલાભાઇ ગુર્જરની વરણી, ત્રણ અપક્ષોએ ભાજપને સમર્થન આપ્યું- પાલિતાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શારદાબેન વાઢેર,ઉપપ્રમુખ તરીકે ગોરધનભાઈ ગોટીની નિમણૂંક,પાલિતાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન

- વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે,પ્રમુખ તરીકે અંબાબેન ગામીત
પ્રમુખ તરીકે સિદ્ધાર્થ ચૌધરીની વરણી

- ધનસુરા તા.પં.ના વિજયી ઉમેદવારોની પસંદગી,કોંગ્રેસના પ્રમુખ તરીકે સુરજબહેન ખોટ ચૂંટાયા,ઉપપ્રમુખ તરીકે આબેદાબહેન કલાલની વરણી કરાઇ

-સરસ્વતી તાલુકાના કોંગ્રેસ વદનજી ઠાકોર બન્યા પ્રમુખ, ભરતસિંહ ઠાકોર ઉપપ્રમુખ બન્યા

- ડોલવણ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે,પ્રમુખ તરીકે નટુભાઈ ચૌધરી
ઉપ પ્રમુખ તરાકે મંજુલાબેન ગાંગોડેની વરણી

શિનોર તા.પં.માં કોંગ્રેસે સત્તા હાંસલ કરી, પ્રમુખ તરીકે મયુરભાઇ પટેલ, ઉપપ્રમુખ તરીકે જયમીનાબહેન પટેલની વરણી

- જોટાણા તાલુકા પંચાયતમાં પ્રહલાદજી ઠાકોર પ્રમુખ,ઉપપ્રમુખ પદે કોંગ્રેસના મણીબેન ઝાલા, જોટાણા તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન કોંગ્રેસના હાથમાં

- મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કૈલાશબેન ઠાકોર, ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ભાવેશ પટેલ નીમાયા, મહેસાણા તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન કોંગ્રેસના હાથમાં

- ઉચ્છલ તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે, પ્રમુખ તરીકે સુનીલ ગામીત
ઉપ પ્રમુખ તરીકે વિનોદ ગામીતની વરણી

- ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે દિલીપસિંહ રાણાની વરણી, ઉપપ્રમુખ પદે મહેશભાઈ ચૌધરીની થઈ વરણી, ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકા પંચાયતો ભાજપની બની

- વિસનગર  તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મઘુબેન પટેલની વરણી

- બાયડ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રાધાબેન ચૌહાણ, ઉપ પ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલની વરણી

- જામખંભાળીયા તાલુકા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા,પ્રમુખ તરીકે મસરીભાઇ નંદાણીયા,ઉપ્રપ્રમુખ તરીકે કિશોરસિંહ જાડેજાની વરણી કરાઇ

- દસક્રોઈ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા, પ્રમુખ તરીકે વૈશાલી.કે.પટેલની વરણી, ઉપપ્રમુખ તરીકે જનકભાઈ ઠાકોરની પસંદગી, બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

- વાઘોડિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન, કોંગ્રેસના ઉમેદવાર પિન્કી ભાલિયા પ્રમુખ બન્યા,ઉપપ્રમુખ તરીકે કિરીટસિંહ પરમાર ચૂંટાઈને આવ્યા

- સિદ્ધપુર તા.પં.ના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર,પ્રમુખ તરીકે વિક્રમસિંહ ઠાકોર, ઉપપ્રમુખ તરીકે મરીયમબહેન માકણોજીયાની વરણી કરાઇ

- ઉમરગામ તા.પં.માં પ્રમુખ તરીકે કંચનબેન ચિંતુભાઈ દુબળા,ઉપપ્રમુખ તરીકે લક્ષીભાઈ ધોડીનો વિજય,ઉમરગામમાં કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યુ

- લીમખેડા તાલુકા પંચાયતમાં ભાજપને મળી સત્તા,પ્રમુખ તરીકે વજેસિંહ પલાશની વરણી,ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ પટેલને વિજેતા જાહેર કરાયા- વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કંચનબેન ચિંતુભાઈ દુબળા વિજયી, ઉપપ્રમુખ તરીકે લક્ષીભાઈ ધોડીનો વિજય, ઉમરગામમાં કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યુ

- સૂત્રાપાડા તા.પં.માં પ્રમુખ તરીકે ભાજપના સોનાબેન વાઢેર, ઉપ પ્રમુખ તરીકે ધીનીબેન વાઝાની બિનફરીફ વરણી

- જામકંડોરણા તા.પં.માં ટાઈની સ્થિતિમાં ભાજપ ફાવ્યું, જામકંડોરણા તા.પં.માં પ્રમુખ તરીકે પ્રતિપાલસિંહ જાડેજાની વરણી, ભાજપ-કોંગ્રેસના 8-8 ઉમેદવારનો વિજય થયો હતો. ચૂંટણી સમયે કોંગ્રેસના 5 સભ્ય ગેરહાજર રહ્યા, કોંગ્રેસે ભાજપને સામેથી સત્તા આપી

- વલસાડ તાલુકા પંચાયતમાં ભાજપને મળી સત્તા, પ્રમુખ તરીકે ભાજપના પ્રવિણ પટેલ વિજેતા જાહેર કરાયા, ઉપપ્રમુખ તરીકે શિવાંગીબેન પટેલનો વિજય

- મોડાસા તાલુકા પંચાયતમાં પ્રદેશના નેતાઓની સમજાવટ બાદ કોંગ્રેના નેતા માન્યા, પ્રમુખ તરીકે સોમસિંહ પરમાર, ઉપ પ્રમુખ તરીકે વાલાભાઈ ભરવાડાની વરણી- જામનગર તા.પં.ના પ્રમુખ તરીકે ભગવાનજીભાઇ દેસદરીયાની વરણી, ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજાની વરણી કરાઇ

- જોડીયા તા.પં.ના પ્રમુખ તરીકે જીવણભાઇ કુંભારવડીયાની વરણી કરાઇ, ઉપપ્રમુખ તરીક પ્રકાશભાઇ બાપલિયાની વરણી કરાઇ
- ધ્રોલ તા.પં.ના પ્રમુખ તરીકે પ્રવિણાબેન સપારીયાની વરણી કરાઇ
ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ઝાલાની વરણી કરાઇ
-કાલાવડ તા.પં.ના પ્રમુખ તરીકે ધીરૂભાઇ સાવલિયાની વરણી કરાઇ
ઉપપ્રમુખ તરીકે દેવદાનભાઇ જારીયાની વરણી કરાઇ

- જામજોધપુર તા.પં.ના પ્રમુખ તરીકે પ્રવિણાબહેન કાલરીયાની વરણી કરાઇ
ઉપપ્રમુખ તરીકે શોભનાબા જાડેજાની વરણી કરાઇ

- લાલપુર તા.પં.ના પ્રમુખ તરીકે ચંદ્રિકાબહેન વાણીયાની વરણી કરાઇ
ઉપપ્રમુખ તરીકે રેવતુભા જાડેજાની વરણી કરાઇ
- ભરૂચ તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી ઉછાળી લેવાયો નિર્ણય,  પ્રમુખ તરીકે કોંગ્રેસના નફિસાબાનુ નબીપુરવાલા, ઉપપ્રમુખ તરીકે ભાજપના નફિસા રૂડીની વરણી

- પાદરા તા.પં.માં કોંગ્રેસે સત્તા ગ્રહણ કરી, પ્રમુખ તરીકે ગીરીવરસિંહ રાજ, ઉપપ્રમુખ તરીકે જશવંતસિંહ ગોહિલની વરણી કરાઇ

- ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સંભાળી, પ્રમુખ તરીકે સંગીતાબેન પરમાર, ઉપ પ્રમુખ તરીકે તરૂણભાઈ પટેલની વરણી

-  પોસીના તાલુકા પંચાયત માટે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પ્રમુખ પદે કાંગ્રેસના મનુભાઈ પરમારની વરણી, ઉપપ્રમુખ પદે અંકિત કુમાર પ્રજાપતિ જાહેર કરાયા- માંડવી તાલુકા પંચાયતમાં કોંગ્રેના પ્રમુખ,ઉપ પ્રમુખની વરણી, પ્રમુખ તરીકે ઈલાબેન ચૌધરી, ઉપ પ્રમુખ તરીકે શંકરભાઈ ચૌધરીની વરણી- ઉમરેઠ તાલુકા પંચાયતની પ્રમુખપદની ચૂંટણીમાં કોંગ્રેસ વિજયી, તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કોંગ્રેસના ગાયત્રીદેવી ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે છત્રસિંહ ચૌહાણ ચૂંટાયા

- જંબુસર તાલુકા પંચાયતમાં ટાઈ પડતાં ચિઠ્ઠી ઉપાડી કરાયો નિર્ણય, ચિઠ્ઠી ઉપાડી પ્રમુખ-ઉપપ્રમુખનો ફેંસલો કરાયો, જંબુસર તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા, પ્રમુખ તરીકે ભાજપના જયાબેન પઢીયાર, ઉપપ્રમુખ તરીકે ભાજપના બાલુ ગોહિલની વરણી

- ઊના તા.પં.ના પ્રમુખ તરીકે અપક્ષ મહિલા ઉમેદવારની પસંદગી, ભાજપે અપક્ષ મહિલા ઉમેદવારની પસંદગી કરી, અપક્ષ મહિલા ઉમેદવાર પુષ્પાબહેન જણકાટને પ્રમુખ તરીકે સત્તા સોંપાઇ,ઉપપ્રમુખ તરીકે પ્રભાબહેન કીડેચાની નિમણૂક કરાઇ

- બોડેલી તા.પં.ની ચૂંટણીમાં ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા હાથ ધરાઇ, પ્રમુખપદે કોંગ્રેસના સુરેશાબહેન રાઠવાની વરણી કરાઇ, ઉપપ્રમુખ પદે ભાજપના જગદીશભાઇ પારયાની વરણી કરાઇ, પ્રમુખપદે કોંગ્રેસ તો ઉપપ્રમુખ પદે ભાજપની પસંદગી

- સંખેડા તાલુકા પંચાયતા બહુમતિ હોવા છતા કોંગ્રેસે સત્તા ગુમાવી, ચિઠ્ઠીમાં ભાજપના પ્રમુખ ઉપ પ્રમુખના નામ ખુલ્યા

-મહુવા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજુબેન બારૈયા, ઉપપ્રમુખ તરીકે જશુભાઈ કાતરીયાની વરણી

-  સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઢીલાભાઈ ગામીત,ઉપપ્રમુખ તરીકે કંજલતાબેન ગામીતની વરણી,કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યુ

- લોળ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાહુલભાઈ હળપતિ, ઉપપ્રમુખ તરીકે કુશલભાઈ નાયકની વરણી કરાઈ, કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યુ

- રાધનપુર તા.પં.માં પ્રમુખ તરીકે બધીબેન નાયરની વરણી થઇ, ઉપપ્રમુખ તરીકે રમીલાબહેન રબારીની વરણી થઇ

- વાપી તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં રાજકીય ગરમાવો, ભાજપ સમર્થિત કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર ઉષાબેન હળપતિનો વિજય, કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારની હાર, મતદાનમાં કોંગ્રેસના જ 3 સભ્યો ગેરહાજર રહ્યા

- તારાપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી, ભાજપના બે બળવાખોરો ગેરહાજર રહેતા કોંગ્રેસ ફાવી,પ્રમુખ તરીકે કોંગ્રેસના ઈલાબેન સોલંકીની વરણી
ઉપ પ્રમુખ તરીકે ભાજપના બળવાખોર ઉદેસિંહ પરમાર

- જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર, તા.પં.માં ભાજપના અને કોંગ્રેસના 8-8 ઉમેદવાર જીત્યા હતા

- ગોંડલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન, તાલુકા પંચાયતમાં ભાજપના 10, કોંગ્રેસના 12 સભ્ય જીત્યા હતા,આજની ચૂંટણીની સામાન્ય સભામાં 11-11 સભ્ય થતા થઈ ટાઈ, ટાઈમાં ચિઠ્ઠી નાખતા કોંગ્રેસના ભગવતસિંહ વાઘેલા પ્રમુખ બન્યા

- માંગરોળ તાલુકા પંચાયમાં પ્રમુખ તરીકે કારીબેન કાનાભાઈ રામ,ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહિમભાઈ પડાયા ચૂંટાયા, માંગરોળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન

- ખેરગામ તા.પંચાયતના કોંગ્રેસના પ્રમુખ,ઉપ પ્રમુખની વરણી,. ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કાંતાબેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ પટેલની વરણી

- પોરબંદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વિરમભાઈ કારાવદરા
ઉપ પ્રમુખ તરીકે હિરીબેન કડછાની વરણી,

- ડભોઇ તાલુક પંચાયતમાં કોંગ્રેસ સત્તારૂઢ,પ્રમુખપદે કોંગ્રેસના સોનલબેન પટેલની વરણી થઇ, ઉપપ્રમુખ પદે કોંગ્રેસના હેમંતભાઇ બારોટની વરણી થઇ

- તાપી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે કોંગ્રેસના ગજરાબેન ચૌધરી, કોંગ્રેસના ગજરાબેન બિનહરીફ ચૂંટાયા

- બહુચરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસના સરોજબા દરબાર, ઉપપ્રમુખ પદ માટે વિષ્ણુજી ઠાકોરના નામ નિશ્ચિત

- તળાજા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 20 વર્ષ બાદ  સત્તા હાંસલ કરી

- વિજયનગર તા.પં.માં પ્રમુખની બિનહરીફ વરણી, સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલનો પુત્ર બિનહરીફ ચૂંટાયો,અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલ બિન હરીફ પ્રમુખ
First published:

Tags: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, રાજકારણ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन