ફ્લર્ટની ફર્જી ખબર પર ભડક્યા રિતિક-દિશા, મીડિયા પર ઠાલવ્યો ગુસ્સો

News18 Gujarati
Updated: August 29, 2018, 11:37 AM IST
ફ્લર્ટની ફર્જી ખબર પર ભડક્યા રિતિક-દિશા, મીડિયા પર ઠાલવ્યો ગુસ્સો
રિતિક રોશને ટ્વિટ કરીને દૈનિક ભાસ્કર વેબસાઇટ અને પત્રિકા વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે

રિતિક રોશને ટ્વિટ કરીને દૈનિક ભાસ્કર વેબસાઇટ અને પત્રિકા વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે

  • Share this:
મુંબઇ: રિતિક રોશને એક્ટ્રેસ દિશા પટની સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કર્યો. જેનાંથી અકળાઇે દિશાએ એક ફિલ્મથી દૂર થવાંનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં દિશા અને રિતિક લિડ રોલમાં હતાં.

આ ફેક ન્યૂઝ પર રિતિક રોશને ઘણાં મીડિયા ગ્રુપની સમાચારનાં સ્ક્રિન શોટ્સ શેર કરતાં ટ્વિટ કરી છે. અને આ સમાચાર તદ્દન ફર્જી છે તેમ પણ જણાવ્યું છે. તો બીજી તરફ દિશાએ પણ ટ્વિટ કરીને આ સમાચારની સત્યતા પર સવાલ ઉઠાવ્યો છે અને સાથે જ રિતિકનો પક્ષ લઇને તેનાં માટે ટ્વિટ કરી છે.

રિતિકે ટ્વિટ કરીને દૈનિક ભાસ્કર વેબસાઇટ અને પત્રિકા વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.





તો દિશા પટનીએ લખ્યું છે કે, રિતિક રોશન ખુબજ સન્માનિત વ્યક્તિ છે. રિતિક સર અને મારા અંગે જે વાતો ફેલાઇ છે તે તદ્દન વાહિયાત અને ગોસિપ છે. આવી વાહિયાત વાતોએ વેગ પકડી લીધો છે આ તમામ વાતો પર હું ફક્ત એટલું જ કહેવાં ઇચ્છીશ કે તે ખોટી છે.

First published: August 29, 2018
વધુ વાંચો
अगली ख़बर