Home /News /gujarat /અમદાવાદ : ઓનલાઇન એજ્યુકેશનની આફત, બાળકોની યાદશક્તિ ઘટતા 40 ટકા વાલીઓ લઈ રહ્યા છે સાઈકિયાટ્રીકની મદદ!

અમદાવાદ : ઓનલાઇન એજ્યુકેશનની આફત, બાળકોની યાદશક્તિ ઘટતા 40 ટકા વાલીઓ લઈ રહ્યા છે સાઈકિયાટ્રીકની મદદ!

સતત મોબાઇલ પર ધ્યાન કેન્દ્રિત રહેવાના કારણે બાળકોમાં ચીડિયાપણું આવી ગયું છે.

Online education- કોરોના હાલ ભલે ગુજરાતમાંથી (Gujarat)અલવિદા કરી ચૂક્યો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે

અમદાવાદ : કોરોના (Corona)હાલ ભલે ગુજરાતમાંથી (Gujarat)અલવિદા કરી ચૂક્યો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. કોરોનામાં બે વર્ષ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ (Offline education)બંધ રહ્યુ છે. તેનું સ્થાન ઓનલાઇન એજ્યુકેશને (Online education)લીધું છે. પણ આ ઓનલાઇન એજ્યુકેશન અવળી અસર બાળકોના માનસ પર પડી છે. ઓનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોની યાદ શક્તિ પર અસર થતા 40 ટકા વાલીઓ સાઈકિયાટ્રીકની (Psychiatric)મદદ લઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આમ તો ઓનલાઇન એજ્યુકેશન બાળકોને કોઈ ફાયદાકારક અસર ભાગ્યે જ થઈ છે. પણ તેની અવળી અસર જરૂરથી થઈ છે.

જાણીતા મનોચિકિત્સક ડો. સ્વેતા પરીખના મતે ઓનલાઇન એજ્યુકેશનની અસર બાળકોની લેન્ગવેજ સ્કિલ, એટેનશન સ્કિલ, યાદશક્તિ ડેવલપ થવાની સ્કિલ પર બહુ અસર થઈ છે. જેનું મુખ્ય કારણ જ્યારથી તેઓ સ્ક્રીન સામે બેસવા માંડ્યા ત્યારથી તેઓનું ભણવામાં ધ્યાન ઓછું થઈ ગયું છે. ઓનલાઇન શિક્ષણ ચાલુ હોય તે સમયે જ બાળકો ગેમ રમતા હોય છે કે યૂ ટ્યુબ વીડિયો જોતા હોય છે. ક્લાસમાં બેસીને જે ડિસિપ્લીન આવે છે તે ઓનલાઇનમાં જતું રહ્યું છે.

આ પણ વાંચો - અલ્પેશ ઠાકોરનો હૂંકાર- જે લોકો મને એકલો સમજે છે એ લોકોને જવાબ આપવા નીકળ્યો છું

સતત મોબાઇલ પર ધ્યાન કેન્દ્રિત રહેવાના કારણે બાળકોમાં ચીડિયાપણું આવી ગયું છે. બાળકને અભ્યાસ અને ખાસ કરીને ઓફલાઇન અભ્યાસ તરફ વળવા માટે વાલીઓએ પણ એટલું જ ધ્યાન આપવું પડશે. બાળકોને કોઈ વાર્તાના રૂપે કે કોઈ એજ્યુકેશનલ ગેમ રમાડીને તેઓની અભ્યાસ પ્રત્યે રુચિ કેળવવી પડશે. ઓનલાઇન એજ્યુકેશનમાં બાળકો ભણતાં નહીં હોવાની ફરિયાદ વાલીઓ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો - ગાંધીનગર : સફેદ કપડામાં વરરાજા અને કન્યાએ કર્યા અનોખા લગ્ન, જાણો કેવી રીતે

વાલીઓનું માનવું છે કે બાળક ઓનલાઇન એજ્યુકેશન બેસવાની જગ્યાએ અન્ય કોઈ પ્રવૃતિમાં લાગી જાય છે. જેથી હવે મોટાભાગના વાલીઓ ધોરણ 1થી 5નું ઓફલાઇન એજ્યુકેશન શરૂ થાય તેની રાહ જોઈ બેઠા છે. બાળકોની યાદશક્તિ પાછી ખીલવવા માટે ગમ્મત સાથે જ્ઞાન પીરસવાની જરૂર છે. મહત્વનું છે કે ઓફલાઇનના વિકલ્પના ભાગરૂપે ઓનલાઇન એજ્યુકેશન તો બાળકોને આપવામાં આવી રહ્યું છે પરંતુ તેની આડઅસર હવે વાલીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Online Education, ગુજરાત, શિક્ષણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन