Home /News /gujarat /ડિપ્લોમાં એન્જિનીયરીંગના હાલ બેહાલ : આ વર્ષે 25 હજાર બેઠકો ખાલી રહી 

ડિપ્લોમાં એન્જિનીયરીંગના હાલ બેહાલ : આ વર્ષે 25 હજાર બેઠકો ખાલી રહી 

ડિપ્લોમાં એન્જિનીયરીંગના હાલ બેહાલ

ધોરણ 10ના પરિણામ બાદ પ્રવેશ સમિતિ દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે અંદાજે 25 હજાર જેટલી બેઠકો ખાલી રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ સમિતિ દ્વારા જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે ભરતી પ્રક્રિયા ક્લોઝ કરાઈ છે. અને આ પ્રક્રિયાના અંતે આ વખતે 25 હજાર જેટલી બેઠકો ખાલી રહી છે. ગત વર્ષે 14 હજાર  બેઠકો ખાલી રહી હતી જેના કરતા પણ આ વખતે વધારે બેઠકો ખાલી રહેતા ડિપ્લોમા એન્જિનિયિરિંગ માટે માઠા સમાચાર જોવા મળી રહ્યાં છે.

ધોરણ 10ના પરિણામ બાદ પ્રવેશ સમિતિ દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે અંદાજે 25 હજાર જેટલી બેઠકો ખાલી રહી છે.

આ પણ વાંચો:  NEET 2023ની માર્ચમાં જાહેર થશે નોટિફિકેશન, મે મહિનામાં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યોજાવાની શક્યતા

આ બેઠકો ખાલી રહેવા પાછળના અનેક કારણ નિષ્ણાતો આપી રહ્યાં છે. સ્વનિર્ભર કોલેજ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં  110 સેલ્ફફાયનાન્સ અને 40 સરકારી કોલેજો છે. ડિપ્લોમા એન્જિનીયરીંગની પ્રવેશ પ્રક્રિયા આમ તો પ્રવેશ સમિતિ દ્વારા ક્લોઝ કરવામાં આવી છે. અને પ્રક્રિયા પુર્ણ થઈ ત્યારે 25 હજાર બેઠકો ખાલી હતી. હવે જે ખાલી સીટો ભરી છે તે સંસ્થાને ભરવા માટે આપી છે. જેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર હતી.

પરંતુ દિવાળીના વેકેશનના કારણે સંસ્થાઓ બંધ હોવાના કારણે હવે તે તારીખ 10 નવેમ્બર કરવામાં આવી છે. ઓવર ઓલ કુલ ડિપ્લોમાં અંદાજે 60 હજાર જેટલી બેઠકો સરકારી અને સેલ્ફ ફાયનાન્સની થઈને છે. તેમાંથી આ વખતે 35 હજાર બેઠકો જ ભરાઈ છે અને 25 હજાર બેઠકો ખાલી રહી છે.

આ પણ વાંચો:  મન હોય તો માળવે જવાય, જ્યુસનો સ્ટોલ ખોલવા મજબૂર યુવાને ક્રેક કરી RPSC

ગત વર્ષે 14 હજાર જેટલી બેઠકો ખાલી રહી હતી. ગયા વર્ષે કોરોનાના કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જેના કારણે સીટો વધારે ભરાઈ હતી. આ વખતે ધોરણ 10નું રિઝલ્ટ 60 ટકા જ છે. તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગનો ટ્રેન્ડ ડાઉન હોવાથી પણ સીટો વધુ ખાલી રહેશે. જે સીટો ભરાઈ છે તેમાં ટેકનીકલ સંસ્થાઓમાં કમ્પયુટર અને આઈટી ડિપાર્ટમેન્ટમાં વધુ જુકાવ છે.
Published by:Rahul Vegda
First published:

विज्ञापन
विज्ञापन