કંગનાના ‘ખાલિસ્તાની’ વાળા નિવેદન પર દિલજીતનો સવાલ: આ શું ડ્રામા છે ?

કંગના અને દિલજિત દોસાંજનું ટ્વિટર વોર

ટ્વીટર પર આજકાલ વાતચીત અને ચર્ચા-વિચારણા કરતા વધુ તો વિવાદો થઈ રહ્યાં છે અને તેમાં પણ બોલીવૂડે જાણે ટ્વીટર પર તો તાંડવ મચાવી દીધું છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પંજાબી સિંગર દિલજીત અને કંગના વચ્ચે વધુ એક પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે. તે બંને પોતપોતાના મંતવ્યો સાથે ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત આ ચર્ચા વ્યક્તિગત ટિપ્પણીમાં ફેરવાઈ જાય છે.

  એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે 'હું દિલજીતને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહી છું કે તે કહે કે તે ખાલિસ્તાની નથી, પણ તેણે કંઈ કહ્યું નહીં'.

  ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કંગનાએ ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી. આ દરમિયાન દિલજીત દોસાંઝને ખાલિસ્તાની કહેતા જાહેરમાં પડકાર પણ આપ્યો હતો કે દિલજીતે સાબિત કરવું જોઈએ કે તે ખાલિસ્તાની નથી.

  કંગનાએ તાજેતરમાં જ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિલજીતે એકવાર પોતાને ખાલિસ્તાની હોવાનો ઇનકાર કરવો જોઈએ. પંજાબમાં યુવાનોને ફસાવવામાં આવી રહ્યા છે. તેને ખાલિસ્તાની દેશનું સપનું બતાવવામાં આવી રહ્યું છે. આ સિવાય કંગનાએ દિલજીત દોસાંઝે બનાવેલા ગીત માટે અમેરિકન પોપ સ્ટાર રિહાન્ના પર પણ ખટપટ લગાવી હતી. કંગનાએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલો કરવાની તૈયારી પહેલાથી જ થઈ હતી. આ પછી રીહાન્ના ટ્વીટ કરશે.  કંગનાના નિવેદન પર ગુસ્સે ભરાયેલા પંજાબી સિંગર દિલજીતે કડક પ્રતિક્રિયા આપી હતી.

  દિલજીતે ટ્વિટ કરીને લખ્યું, 'આ શું નાટક છે?' તે દેશ વિશે વાત કરે છે, તે પંજાબ વિશે વાત કરે છે. તમે આખી ચર્ચાને બીજી દિશામાં ફેરવવા માંગો છો એટલે કે તમે વાત અને મુદ્દાની દિશા બદલીને ઈચ્છો છે કે અમે તેવા સાબિત થઈએ જેવા તમે અમને પ્રોજેક્ટ કરવા માંગતા હોવ. વાહ....’

  બીજું એક Tweet પણ વાયરલ : આ સિવાય વધુ એક ટ્વીટમાં પંજાબી સ્ટારે લખ્યું છે કે 'આ કહેવાતા શિક્ષકો આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરી રહ્યાં છે. હું જાણું છું કે આવી નોનસેન્સ વાતોનો જવાબ આપવો ખોટું છે, પરંતુ તેઓ મર્યાદા ઓળંગી ગયા છે અને આ સ્થિતિએ માનવું કે શાંત રહેવું એ દરેક વસ્તુનો જવાબ નથી. કાલે તે અમને કંઈપણ કહેશે '
  Published by:Margi Pandya
  First published: