Home /News /gujarat /

Digital india Week 2022 : 'ડિજિટલ ઈન્ડીયાથી વચેટિયાની દુકાન બંધ થઈ, પ્રજાના પૈસા-સમયની થઈ બચત'

Digital india Week 2022 : 'ડિજિટલ ઈન્ડીયાથી વચેટિયાની દુકાન બંધ થઈ, પ્રજાના પૈસા-સમયની થઈ બચત'

ડિજિટલ ઈન્ડિયા વીક 2022 - પીએમ મોદીનું સંબોધન

Digital india Week 2022 : પીએમ મોદીએ જણાવ્યું કે 9PM Narendra Modi Speech) , ડિજિટલ ઈન્ડીયા અભિયાનથી લોકોનું જીવન સરળ બન્યું લોકોનો સમય અને પૈસાની ઘણી બચત થઈ. પહેલા લોકોને લાઈટ બીલ ભરવું હોય કે બેન્કીંગ સેવા લેવી હોય, રેલવે રિઝર્વેશન કરવું હોય કે, રાશન કાર્ડનું કામ હોય. દરેક સેવા માટે સમય કાઢી જેતે સંસ્થામાં જવું પડતું તેનાથી તેમનો સમય બગડતો સાથે આવવા જવા માટે ટ્રાવેલિંગ ખર્ચ પણ થતો

વધુ જુઓ ...
    Digital india Week 2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાત પ્રવાસે છે, તેમણે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડીયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે મેરી પહેચાન એપ્લિકેશન, ડિજિટલ ઈન્ડિયા બાષિની સહિત ડિજિટલ કાર્યકર્મો લોન્ચ કર્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ ભારતમાં ડિજિટલ ક્રાંતિથી કઈ કઈ પ્રકારના ફાયદા થયા, કેવી રીતે ભારત દુનિયા સાથે કદમ કદમ મિલાવી ચાલી શક્યું. આ માલે તેમના સંબોધન (PM Modi Speech) માં જણાવ્યું. તેમણે ડિજિટલ ક્રાંતિને ભારત માટે વરદાન સમાન ગણવી.

    આ પ્રસંગે પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, ડિજિટલ ઈન્ડીયા કાર્યક્રમ ભારતની ઝલક લાવ્યોય ડિજિટલ ક્રાંતીથી ભારત આજે ચોથો ઔદ્યોગિક ક્રાંતિ બન્યો. 8 વર્ષ પહેલા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. આજે ભારત દુનિયાને દિશા બતાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, બારડોલી પાસે વર્ષો પહેલા ઈ-ગ્રામ વિશ્વગ્રામનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ. જો સમયની સાથે આધુનિક ટેક્નોલોજી ન અપનાવીએ તો પાછળ રહી જવાય.

    ડિજિટલથી જીવન સરળ બન્યું

    પીએમ મોદીએ જણાવ્યું કે, ડિજિટલ ઈન્ડીયા અભિયાનથી લોકોનું જીવન સરળ બન્યું લોકોનો સમય અને પૈસાની ઘણી બચત થઈ. પહેલા લોકોને લાઈટ બીલ ભરવું હોય કે બેન્કીંગ સેવા લેવી હોય, રેલવે રિઝર્વેશન કરવું હોય કે, રાશન કાર્ડનું કામ હોય. દરેક સેવા માટે સમય કાઢી જેતે સંસ્થામાં જવું પડતું તેનાથી તેમનો સમય બગડતો સાથે આવવા જવા માટે ટ્રાવેલિંગ ખર્ચ પણ થતો. પરંતુ ડિજિટલ ક્રાંતિના કારણ લોકોનો સમય અને ખર્ચ બચ્યો અને જીવન સરળ બન્યું

    ડિજિટલ ઈન્ડીયાથી રોજગારીની તકો વધી

    ડિજિટલ ક્રાંતિથી રોજગારીની નવી તકો ઉભી થઈ. અને ભવિષ્યની પેઢી માટે રોજગારીના નવા નવા દરવાજા ખુલ્યા. ડિજિટલ ઈન્ડીયા અભિયાન બાદ આ ક્ષેત્રે હાલમાં લાખો કરોડોને રોજગારી મળી રહી છે. જમાનાની સાથે લોકો ચાલી રહ્યા છે. નાના નાના ગામમાં પણ કોઈને કોઈ આ ક્ષેત્રે રોજગારી મેળવી રહ્યું છે.

    ડિજિટલ ક્રાંતિથી દુનિયાનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચલાવ્યું

    ડિજિટલ ક્રાંતિ ન હોત તો માત્ર વિચાર કરો કે, કોરોના સમયમાં શું થાત. કેવી રીતે ભારતની આટલી મોટી સંખ્યામાં રસિકરણ શક્ય બન્યું હોત. ડિજિટલ ક્રાંતીની મદદથી જ ભારત કોરોનાને હરાવવામાં સફળ થઈ શક્યું. અને ભારતે દુનિયાનું સૌથી મોટુ વેક્સિનેશન અભિયાન ચલાવ્યું.

    ભ્રષ્ટાચારી દુર કરવામાં મળી મદદ

    ડિજિટલ ક્રાંતીની વાત કરતા પીએમ મોદીએ જુની સરકારને પણ નિશાને લીધી તેમણે કહ્યું કે, જ્યારે ડિજિટલ ઈન્ડીયાનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારે કેટલાક લોકોને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. પહેલાના સમયમાં સરકારી કચેરીમાંથી એક પણ કાગળ લેવો હોય તો, લાંચ આપ્યા વગર લેવું મુશ્કેલ હતું. હવે લોકો ઘરે બેઠા ઓનલાઈન નાની સેવાનો લાભ ઘરે બેઠા લઈ રહ્યા છે.

    આ પણ વાંચોPM Modi Digital india Week 2022 : પીએમ મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નું ઉદ્ધાટન કર્યું

    લોકોની સ્કિલ અને જ્ઞાન વધ્યું

    ડિજિટલની મદદથી લોકોના જ્ઞાન અને સ્કિલમાં વધારો થયો. લોકો દેશ દુનિયા સાથે જોડાયા અને નવી નવી ટેક્નોલોજીની મદદથી સ્કિલમાં વધારો થયો. હવે ગરીબથી ગરીબ માણસના હાથમાં પણ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા છે. જેના કારમે લોકોના જ્ઞાનમાં પણ વધારો થયો, અને દુનિયા સાથે જોડાતો થયો. અનેરક લોકોએ રેલવે સ્ટેશન પર વાઈ ફાઈ ફ્રી સેવાનો લાભ લઈ ઓનલાઈન અભ્યાસ કરી સરકારી નોકરીઓ મેળવી.
    Published by:kiran mehta
    First published:

    Tags: PM Modi speech, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन