ન્યૂઝ 18 ગુજરાતી: ઘણાં સમયથી બેંકોમાં બે દિવસની રજા અંગે સમાચારો ફરી રહ્યાં હતાં. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સ્પષ્ટ કરી દીધું છે. આરબીઆઈએ શનિવારે કહ્યું કે તેમણે બેંક માટે સપ્તાહમાં 5 ડેઝ વર્કિંગ અંગે કોઇ જ નિર્દેષ જાહેર નથી કર્યો.
તમને જણાવીએ કે લાંબા સમયથી સોશિયલ મીડિય પર આરબીઆઈનું એક નિવેદન ફરતું હતું. જેમાં જણાવ્યું હતું કે આરબીઆઈએ દરેક બેંકોને કહ્યું છે કે બેંકો હવે દર શનિવારે બંધ રહેશે, એટલે બેંકો સપ્તાહમાં પાંચ દિવસ જ કામ કરશે.
આરબીઆઈનાં ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે એક પ્રેસ રીલીઝ જાહેર કરીને કહ્યું છે કે મીડિયામાં ખબર ફરી રહી છે કે બેંકો સપ્તાહમાં પાંચ દિવસ જ ચાલુ રહેશે. સ્પષ્ટ કરવામાં આવે છે કે આ ખબર સાચ્ચી નથી.
આરબીઆઈએ કહ્યું છે કે, બેંકો પાંચ દિવસ કામ કરશે તેવું કોઇ નિર્દેશ જારી નથી કર્યું. હાલ બેંકોની શાખાઓ રવિવાર ઉપરાંત મહિનાનાં બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. મહિનાનાં બાકી શનિવારે બેંક ખુલ્લી રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર