સુરત : આર્થિક તંગીના કારણે રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત, હીરા ઉદ્યોગની મંદીએ વધુ એકનો ભોગ લીધો


Updated: February 21, 2020, 2:55 PM IST
સુરત : આર્થિક તંગીના કારણે રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત, હીરા ઉદ્યોગની મંદીએ વધુ એકનો ભોગ લીધો
પોલીસે રત્નકલાકારની અંતિમચિઠ્ઠીના આધારે તપાસ શરૂ કરી છે.

સુરતના જૂના કિલ્લામાં દવા પીને રત્નકલાકારે અંતિમ પગલું ભર્યુ, પોલીસે અંતિમ ચિઠ્ઠીના આધારે કાર્યવાહી હાથધરી

  • Share this:
સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કિલ્લામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. જોકે ઘટનાના મામલે સ્થનિક લોકોને આ યુવાન લાશ નજીકથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, તેમાં પોતે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને લઇ પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

બનાવની વિગત એવી છે કે સુરતના કતારગામ મેઈન રોડ પર જૂનો કિલ્લો આવેલો છે. આ કિલ્લામાંથી આજે એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણકારી સ્થનિક લોકોને મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસમાં  સામે આવ્યું  હતું કે  પારસ પોલીસ ચોકીની પાછળ આવેલ પારસ સોસાયટીમાં આવેલા શેત્રુજે એપાર્ટમેન્ટ ખાતે રહેતા સુરેશભાઈ વરીયાએ આત્મહત્યા કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ટ્રમ્પની મુલાકાત વખતે આતંકી હુમલાનો ખતરો, CCTVનું 15 દિવસનું રેકોર્ડિંગ રાખવું ફરજિયાત

સુરેશભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. જોકે છેલ્લા થોડા દિવસથી તે તણામમાં ફરતા હોવાનું પરિવારનાં લોકો એ જણાવ્યુ હતું. સુરેશ ભાઈ ના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી તેમાં તેમણે  પોતે ઝેરી દવા પીને આપઘાત કરવા સાથે આર્થિક સંકડામણ ને લઇને આ પગલું ભારત હોવાની વાત કરી હતી જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવીને સુસાઇડ નોટ કબજે કરી હતી. પોલીસે  આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. જોકે હીરા ઉધોગ માં મદી ને લઇને થોડા સમય પહેલાં અનેક  રત્નકલાકાર આપઘાત કર્યા હતા ત્યારે ફરી એક વાર રત્નકલાકારે આર્થિક ભીંસને લઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर