Home /News /gujarat /

હીરા ઉદ્યોગની મંદીઃ સુરતમાં રત્ન કલાકારોના પગારમાં 35 ટકાનો કાપ

હીરા ઉદ્યોગની મંદીઃ સુરતમાં રત્ન કલાકારોના પગારમાં 35 ટકાનો કાપ

સુરતઃસુરત હીરાની ચમકથી ચમકતું રહ્યું છે. પરંતુ છેલા ઘણા સમયથી આ ચમક ઝાખી પડવા લાગી છે. હાલ છેલા ઘણા સમયથી સુરતની હીરા બજારમાં મંદીનો માર લાગી ગયો છે. જેની સૌથી વધુ અસર રત્નકલાકારો પર જોવા મળી રહી છે. હીરા ઉદ્યોગમાં ઘેરાતી મંદીને કારણે રફ હીરા પણ આયાત ન કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે રફ ઇન્પોર્ટ બંધ કરાતા રત્નકલાકારનાં રોજગારીનો પણ પ્રશ્ન ઉભો થયો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

સુરતના હીરાની ચમક સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ હીરાની ચમક ઝાખી થઇ રહી હોય તેવું લાગી રહ્યુ છે. છેલ્લા પખવાડિયાની વાત કરીએ તો બે મોટી ડાયમંડ પેઢી કરોડો રૂપિયામાં ઉઠામણું જાહેર કરતા લેણદારો દોડતા થઇ ગયા હતા. સાથોસાથ હીરાબજારમાં પણ ગભરાટનો માહોલ સર્જાય ગયો છે. જે નાના એકમો છે તેઓ પણ ધંધો કરવામાં ગભરાય રહ્યા છે.

હાલ સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે. જેને કારણે રત્નકલાકારોનાં પગારમાં સરેરાસ ૩૫ ટકા કાપ મૂકી દેવાયો છે. જમીનનાં સોદા માં હાથ મેલા કરનાર ઉદ્યોગકારો ફરી એકવાર નાના માણસો એવા રત્નકલાકારોનો હક્ક પર તરાપ મારવાની પેરવી સરું કરી દીધી છે. જાણવા મળતી વિગત મુજબ નાના-મોટા કારખાનેદારોએ રત્નકલાકારોનાં પગારમાંથી ૩૫ ટકાનો કાપ મૂકી દેવાયો છે.

૨૦૦૮ ની કારમી મંદી જોઈ ચુકેલા શહેરનાં હીરાવાળાઓએ આ વખતે રત્નકલાકારોને એક સામટા છુટા નથી કરી રહ્યા. અગ્રણી કંપનીઓમાં ઉનાળુ વેકેસન બાદ ફરજ પર આવેલા કારીગરોને નાં પાડી દેવાઈ છે. તો કેટલાક રત્નકલાકારોને ત્રણ મહિનાની રજા આપી દેવાઈ હતી. આ મુદ્દે રત્નકલાકાર સંઘ પાસે ફરિયાદ પણ મળી આવી હતી. પરંતુ બાદમાં તે આખીય વાત સંકેલી લેવાઈ હતી.

આગામી એક મહિના સુધી દેશમાં રફ હીરા આયાત ન કરવાનો ચોકાવનારો નિર્ણય ખુદ હીરાવાળાઓએ લેતા ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. મુંબઈમાં મોટા ગજાનાં ૫૦ જેટલા હીરાવાલાઓએ એક મીટીંગ ભારત ડાયમંડ બુર્સમાં મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો.

અઢી વર્ષમાં હીરાઉદ્યોગમાં ૧૨૦૫ કરોડનાં ઉઠમણાં છે. જેમાં સુરતની ૪૨ પેઢી ઓમાં જ કરોડોના પેમેન્ટ સલવાયા છે. ૩૦૦ થી વધુ નાના કારખાનાને તાળા લાગી જતા રત્નકલાકારો અટવાયા છે. ગત દિવાળી બાદ સંખ્યા બંધ નાના યુનિટો બંધ થયા છે.

રાજકોટમાં પણ રત્નકલાકારોની કફોડી હાલત

રાજકોટઃરાજકોટમાં પણ હિરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. મંદીના કારણે રત્ન કલાકારોને જીવન ગુજારવું પણ મુશ્કેલ બન્યું છે. વેપારીઓનું કહેવું છે જ્યાં સુધી નકલી હિરા બજારમાં બંધ નહીં થાય ત્યાં સુધી આવી જ મંદી રહેશે. રાજકોટમાં 1500 જેટલા કારખાના આવેલા છે.
First published:

Tags: ડાયમંડ, દેશ વિદેશ, વેપાર, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन