Home /News /gujarat /

સુરતઃગોંધાણી જેમ્સ હીરાની પેઢીનું રૂ.400 કરોડનું ઉઠામણું

સુરતઃગોંધાણી જેમ્સ હીરાની પેઢીનું રૂ.400 કરોડનું ઉઠામણું

સુરતઃસુરતના હીરા ઉઘોગની ચમક વિશ્વાસ પર ટકેલી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બજારમાં ઠગબાજોના સામ્રાજયના કારણે આ હીરાની ચમક ઝાંખી થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના એક અગ્રણી હીરા ઉઘોગની પેઢીએ રૂ.400 કરોડમાં ઉઠામણું જાહેર કરતા લેણદારો દોડતા થયા હતા. તેમજ પેઢીના માલિકોનો સંપર્ક કરતા તેઓના ફોન પર સ્વીચ ઓફ આવ્યા હતા. હીરાની પેઢી ફોરેકસના સટ્ટામાં ખોટ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃસુરતના હીરા ઉદ્યોગની ચમક વિશ્વાસ પર ટકેલી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બજારમાં ઠગબાજોના સામ્રાજયના કારણે આ હીરાની ચમક ઝાંખી થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના એક અગ્રણી હીરા ઉઘોગની પેઢીએ રૂ.400 કરોડમાં ઉઠામણું જાહેર કરતા લેણદારો દોડતા થયા હતા. તેમજ પેઢીના માલિકોનો સંપર્ક કરતા તેઓના ફોન પર સ્વીચ ઓફ આવ્યા હતા. હીરાની પેઢી ફોરેકસના સટ્ટામાં ખોટ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

રફ અને પોલિશ્ડ ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા અને બજારમાં ખૂબ મોટું નામ ધરાવતા મૂળ ગાળિયાધારના રમેશભાઇ ગોધાણીએ વર્ષ 1995માં ગોધાણી જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ શરૂ કરી હતી. કતારગામમાં મસમોટી મેન્યુફેકચરિંગ ફેકટરી તેમજ સુરત, મુંબઇ ઉપરાંત એન્ટવર્પ અને હોંગકોક સહિત દેશવિદેશમાં ઓફિસો ધરાવતા આ ગ્રુપનું ટર્ન ઓવર કરોડો- અબજોનું હોઇ ટોપની ડાયમંડ કંપનીમાં તેનો સમાવેશ થતો હતો.

એકાએક જ કંપનીના માલિક વિનોદ ગોંધાણી અને રમેશ ગોંધાણીએ રૂ 400 કરોડનું ઉઠામણું જાહેર કરી દેતા લેણદારો દોડતા થયા હતા. ખાસ કરીને બેન્કોના રૂપિયા 160 કરોડ ઉપરાંત ગોંધામી જેમ્સના રોઝી બ્લયૂ, ટીયા, રેડીયમ સહિતની ડાયમંડ કંપની ઉપરાંત બેલ્જિયમ અને હોંગકોંક ખાતેના મોટા ગજાના આડતિયાઓના નાંણા ફસાયા હોવાની માહિતી મળી રહી છે.

આ સાથોસાથ મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી ડોલર સતત ઉંચે જતો હતો. દરમિયાન કંપનીએ મોટા પાયે રફ ખરીદી લીધી હતી. પરંતુ પોલિશ્ડના વેચાણમાં માપ પડતો હતો. એશિયન કંપની પણ પોલિશ્ડના વેપારમાં નિષ્ફળ રહી હતી. ધંધામાં મોટો માર પડતા કંપની વ્યાજના ચકકરમાં ફસાઇ હતી અને તેમાંથી બહાર નીકળવા માટે બેંક પાસેથી રૂ.160 કરોડ જેટલી મસમોટી લોન લીધી હતી. આમ વ્યાજનું ચકકર વધતા કંપની કાચી પડી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

હાલ સુરત ડાયમંડ એસોશિયેશનના પ્રમુખે ડાયમંડ પેઢીના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમનો સંપર્ક થઇ શકયો ન હતો. બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે આ બંને માલિક એન્ટર્વપમાં બેસી પોતાના ઘર- ફેકટરી, ફાર્મ હાઉસ મળી બજાર ભાવે વેચી લેણદારોને ચુકવણું કરવાની તૈયારી બતાવી છે.
First published:

Tags: ઉઠમણું, ગુજરાત, ડાયમંડ, પેઢી, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन