Home /News /gujarat /

ડાયાબીટીસના દર્દીઓને ટીબીનું જોખમઃ એસટીડીસીના રીપોર્ટમાં ખુલાસો

ડાયાબીટીસના દર્દીઓને ટીબીનું જોખમઃ એસટીડીસીના રીપોર્ટમાં ખુલાસો

અમદાવાદઃ સ્ટેટ ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર દ્વારા શરુ કરાયેલા ડાયાબિટીસ સ્ક્રિનીંગમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્ટેટ ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર દ્વારા બહાર પડાયેલા રીપોર્ટમાં ડાયાબિટીસના દર્દીઓને ટીબીનું જોખમ વધી જવાનો ખુલાસો થવા પામ્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ સ્ટેટ ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર દ્વારા શરુ કરાયેલા ડાયાબીટીસ સ્ક્રિનીંગમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્ટેટ ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર દ્વારા બહાર પડાયેલા રીપોર્ટમાં ડાયાબિટીસના દર્દીઓને ટીબીનું જોખમ વધી જવાનો ખુલાસો થવા પામ્યો છે.

સ્ટેટ ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર દ્વારા આખા રાજ્યમાં પ્રથમ વખત ટીબી ધરાવતા દર્દીઓનું સક્રીનીંગ કરવામાં આવ્યું હતું. એસટીડીસી દ્વારા પહેલા ક્વાર્ટરમાં સ્ક્રીનીંગની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પક્રીયામાં કુલ 14,800 જેટલા ટીબીના દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું . જેમાંથી 4.7 ટકા જેટલા દર્દીઓને ડાયાબીટીસ હોવાનું સામે આવ્યું છે. ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર દ્વારા ચાલુ વર્ષના પહેલા ત્રણ મહિનાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. આંકડા મુજબ ગુજરાતમાં 12,831 લોકોને ડોટ પ્રોગ્રામ અંતર્ગત રજીસ્ટર કર્યા હતા.

ડૉક્ટરોના જણાવ્યાં પ્રમાણે ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે બીજા રોગો થવાની શક્યતા વધી જતી હોય છે. ખાસ કરીને ટીબી જેવો રોગ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોમાં વકરવાની શક્યતા વધારે રહેલી હોય છે. પરંતુ ડૉક્ટર પ્રકાશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ડાયાબીટીસના દર્દીઓને ટીબી પોઝીટીવ આવવું ચિંતા જનક છે પરતું જો તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો તેનું નિદાન થઈ શકે છે.
First published:

Tags: આરોગ્ય, ગુજરાત, ટેકનોલોજી, ડાયાબીટીસ, શિક્ષણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन