Home /News /gujarat /

કડીઃમોબાઈલ રીચાર્જ કરવા મામલે ધીંગાણું,150ના ટોળા સામે કેસ

કડીઃમોબાઈલ રીચાર્જ કરવા મામલે ધીંગાણું,150ના ટોળા સામે કેસ

મહેસાણાઃ મહેસાણાના કડી તાલુકામાં આવેલ વામજ ગામે ગુરુવારે મોડી રાત્રે પટેલો અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં પોલીસ પર હુમલો કરતા એક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થવા પામ્યો હતો.

મહેસાણાઃ મહેસાણાના કડી તાલુકામાં આવેલ વામજ ગામે ગુરુવારે મોડી રાત્રે પટેલો અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં પોલીસ પર હુમલો કરતા એક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થવા પામ્યો હતો.

  • Web18
  • Last Updated :

મહેસાણાઃ મહેસાણાના કડી તાલુકામાં આવેલ વામજ ગામે ગુરુવારે મોડી રાત્રે પટેલો અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં પોલીસ પર હુમલો કરતા એક પોલીસ કર્મી ગંભીર રીતે ઘાયલ થવા પામ્યો હતો.


કડીના વામજ ગામે પટેલ યુવકની દુકાને ઠાકોર સમાજનો એક યુવક મોબાઈલ રીચાર્જ કરવા ગયો હતો. જ્યાં મોબાઈલ રીચાર્જ કરવા મામલે બોલાચાલી થતા આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. આ બબાલ મોડા સુધી ચાલતા બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.


અને મોડી રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે ધીગાણું સર્જાયું હતું. જેના સમાચાર મળતા જ કડી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ત્યારે ઘટના સ્થળે પહોચેલ પોલીસકર્મી પર પણ કેટલાક શખ્સોએ હુમલો કરી દેતા એક સેકંડ વાનના હેડ કોન્સ્ટેબલ મુક્બુલ્ખાણ બિસ્મીલ્લાખાનને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ૧૫૦ જેટલા અજાણ્યા માણસો સામે કડી પોલીસે રાયોટીંગની ફરિયાદ પણ દાખલ કરી છે. ત્યારે ઠાકોર અને પટેલ સમાજના લોકોએ પણ સામસામે ફરિયાદ નોધાવી હતી.

First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, જુથ અથડામણ, પથ્થરમારો, વેપાર, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन