જાણો - શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ અને આર્થિક, પારિવારીક સંકટ દુર કરવાનો ઉપાય

પ્રતિકાત્મક તસવીર

શનિવારે આવતી અમાસ વધુ ફળદાયી માનવામાં આવે છે. શનિવારે આવતી અમાસે શિવજી, હનુમાનજી અને શનિ મહારાજ એમ ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરી શકાય

 • Share this:
  શનિદોષથી પીડિત જાતકોને ભગવાન શિવ, સૂર્ય, અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવ, સૂર્ય અને હનુમાન મહાવીરની આરાધના કરવાથી પણ શનીદેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડાથી મુક્તી મળે છે. તો પ્રથમ આપણે શનૈશ્વર અમાવાસ્યાનું મહત્વ જોઈએ.

  શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ

  શનિવારે આવતી અમાસ વધુ ફળદાયી માનવામાં આવે છે. શનિવારે આવતી અમાસે શિવજી, હનુમાનજી અને શનિ મહારાજ એમ ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરી શકાય. અમાવસ્યા શિવજી અને પિતૃઓને પ્રસન્ન કરવાનો દિવસ મનાઈ છે. આજની અમાસ શનિવારના દિવસે હોવાથી શિવ પૂજા, શનિ સ્ત્રોત, હનુમાન ચાલીસાનો પાઠ કરીને ત્રણેય દેવોની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. શ્રીમદ્દ ભગવદ ગીતામાં કર્મની ખૂબ મોટી ચર્ચા શ્રીકૃષ્ણ ભગવાને કરી છે. આ આખુ જગત કર્મની સાકળથી બંધાયેલું છે. બ્રહ્માંડમાં દરેક તત્વ પોતાના કર્મ અનુસાર કાર્ય કરે છે. નવગ્રહો ઈન્દ્ર વગેરે દેવો સ્વતંત્ર નિર્ણયો લઈ શકતા નથી.

  શનિની અંતરદશા, મહાદશા ચાલતી હોય તો તેમને પ્રસન્ન કરવા પડે. સાડાસાતી ચાલતી હોય તો શનિદેવને પ્રસન્ન કરવા પડે. શનિદેવની કુ દ્રષ્ટિથી શારિરીક, માનસિક સંકટો આવે છે. શનિદેવની કુ દ્રષ્ટિથી સામાજિક, આર્થિક પારિવારિક સંકટો આવે છે.

  શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય

  તો દરરોજ આ 10 નામ બોલીને શનિદેવને પ્રણામ કરો, આ ઉપાયથી શનિદેવની કૃપા પ્રાપ્તિ થાય છે.

  - ઓમ કોણસ્થાય નમઃ
  - ઓમ પિંગલાય નમઃ
  - ઓમ બભ્રવે નમઃ
  - ઓમ કૃષ્ણાય નમઃ
  - ઓમ રૌદ્રાય નમઃ
  - ઓમ અન્તકાય નમઃ
  - ઓમ યમાય નમઃ
  - ઓમ સૌરયે નમઃ
  - ઓમ શનૈશ્ચરાય નમઃ
  - ઓમ મંદાય નમઃ

  - પીપળાના વૃક્ષમાં ચંદન, અક્ષત, પુષ્પ અર્પણ કરવા
  - પીપળાના વૃક્ષમાં પાણી, દૂધ અર્પણ કરવા
  - શનિદેવની કૃપાની થશે પ્રાપ્તિ
  - પીપળાના વૃક્ષ નીચે વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો
  - પીપળાના વૃક્ષ નીચે તલનો દીપક કરવો
  - કાંસાની વાડકીમાં ગાયનું ઘી ભરી તેમાં પોતાનો પડછાયો જોવો
  - શનિવારના દિવસે આ ઉપાય અજમાવવો
  - શનિદેવની કૃપાની પ્રાપ્તિ થશે
  - રોગીને દવા અપાવવાથી પણ શનિદેવની કૃપાની થાય છે પ્રાપ્તિ
  - શનિવારે સવાકિલો ચણા બાળકોને વહેંચવા
  - રૂદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાય મંત્રની 7 માળા કરવી
  - ઘોડાની નાળમાંથી લોખંડની વીંટી બનાવીને પહેરવી
  Published by:kiran mehta
  First published: