21 વર્ષની ઉંમરે ધનુષે રજનીકાંતની પુત્રી સાથે કર્યા હતા લગ્ન, ખૂબ જ રસપ્રદ છે તેમની Love Story

ધનુષ અને ઐશ્વર્યાની લવ સ્ટોરી

ધનુષની લવ સ્ટોરી પણ ખુબ જ જોરદાર છે. કહેવામાં આવે છે કે ધનુષે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાને કોઈ સમારોહમાં જોઈ હતી. આ દરમિયાન તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ

 • Share this:
  નવી દિલ્હી : જો કે બોલિવૂડ (Bollywood)ના ઘણા સ્ટાર્સે સાઉથ ઈન્ડસ્ટ્રી (South Industry)માં કામ કર્યું છે, તેવી જ રીતે સાઉથના ઘણા જાણીતા કલાકારો (Actors) પણ બોલીવુડમાં હાથ અજમાવતા રહે છે, આજના લેખમાં આપણે એક એવા સુપરસ્ટાર (Superstar) પીઢ કલાકાર વિશે વાત કરવાના છીએ જે સાઉથના છે. પણ સાઉથમાં હોવા છતાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેણે પોતાની જોરદાર એક્ટિંગ (Acting)થી દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. હા, અમે વાત કરી રહ્યા છીએ એક્ટર સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની, જેના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે, તો ચાલો એક નજર કરીએ સાઉથના સુપરસ્ટારના પરિવાર (Family) પર. સાઉથના જાણીતા એક્ટર ધનુષ (Dhanush)ને દરેક લોકો સારી રીતે જાણે છે, પરંતુ લોકો જાણે છે કે ધનુષ સાઉથનો સુપરસ્ટાર હોવાની સાથે એક્ટર રજનીકાંતનો જમાઈ (Son in law)પણ છે.

  સોશિયલ મીડિયા પ્રમાણે, ધનુષની લવ સ્ટોરી પણ ખુબ જ જોરદાર છે. કહેવામાં આવે છે કે ધનુષે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાને કોઈ સમારોહમાં જોઈ હતી. આ દરમિયાન તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ, ત્યારબાદ 2014માં બંનેએ લગ્ન કરી લીધા, પરંતુ ઉલ્લેખનીય છે કે, પ્રેમની શરૂઆત પહેલા ઐશ્વર્યા તરફથી થઈ હતી.

  ઐશ્વર્યાને ધનુષમાં તે બધું દેખાયું જે એક લાઈફ પાર્ટનરમાં હોવું જોઈએ. તમને જણાવી દઈએ કે ધનુષનું પૂરું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે જ્યારે ધનુષ સાથે તેની લવ લાઈફ વિશે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, ધનુષની લવ લાઈફની વાત કરવામાં આવી હતી. પરિવાર સાથે સિનેમા હોલમાં કાંડાલ કોંડે ફિલ્મ જોવા માટે એકઠા થયા હતા અને ત્યાં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા પણ હાજર હતી, બંને વચ્ચે નજીવી વાતચીત થઈ હતી, પરંતુ બીજા દિવસે ઐશ્વર્યાએ ધનુષને એક ગુલદસ્તો મોકલ્યો હતો અને સાથે એક ચિઠ્ઠી પણ લખી હતી, ગુડ વર્ક. સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ધનુષની બહેન પણ ઐશ્વર્યાની મિત્ર હતી અને એક બહાનું એવું પણ હતું કે ધનુષની બહેન ઐશ્વર્યાની મિત્ર હોવાને કારણે એકબીજાને મળતા રહ્યા અને ધનુષ એશ્વર્યાની ફ્રેન્ડશિપ ડેટમાં બદલાઈ ગઈ હતી.

  બીજી તરફ સૂત્રોનું માનીએ તો, ધનુષ તેની કારકિર્દી બનાવી રહ્યો હતો અને ઐશ્વર્યા ફિલ્મનું નિર્દેશન કરતી હતી, પરંતુ ઘણીવાર તેમના પ્રેમની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ઉડતી રહે છે, પરંતુ બંનેએ ક્યારેય તેમના પ્રેમ વિશે ખુલીને વાત નથી કરી. તેઓ તેના પર ઢાંકપિછોડો કરતા રહ્યા, જ્યારે આ વાત પરિવારના સભ્યોના કાને પડી તો તેમને આ અફવા પસંદ ન આવી અને બંને પરિવારોએ નક્કી કર્યું કે બંનેએ લગ્ન કરી લેવા જોઈએ.

  આ પણ વાંચો - રસપ્રદ Love Affair: 'ઉપર આકા, નીચે કાકા...!', સની દેઓલે આપ્યો સાથ, તો દિલ દઈ બેઠી ડિમ્પલ કાપડીયા

  બંનેના લગ્ન 2014માં થયા હતા. ધનુષ ઐશ્વર્યાએ તમિલના રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે ધનુષની ઉંમર માત્ર 21 વર્ષની હતી અને ઐશ્વર્યાની ઉંમર 23 વર્ષની હતી. તેમને બે બાળકો પણ છે જેનું નામ યાત્રા રાજા અને લિંગા રાજા છે. ધનુષ વિશે એવું પણ કહેવાય છે કે તે રસોઇયા બનવા માંગતો હતો પરંતુ તેના પિતાના કહેવા પર ફિલ્મોમાં આવ્યો અને આજે તે એક સફળ અભિનેતા છે.
  Published by:kiran mehta
  First published: