રાજસ્થાનનો આડબંધ તુટતા ધાનેરામાં પાણી ઘુસવાનો ભય, મોડાસાના પાંચ ગામ સંપર્ક વિહોણા
રાજસ્થાનનો આડબંધ તુટતા ધાનેરામાં પાણી ઘુસવાનો ભય, મોડાસાના પાંચ ગામ સંપર્ક વિહોણા
ધાનેરા,મોડાસાઃ રાજસ્થાનના આજોદર ડેમનો આડબંધ તૂટ્યો છે. આડબંધ તૂટતાં ધાનેરાના ગામડાઓમાં પાણી ઘૂસવાનો ભય છે. આજોદર ડેમનું પાણી વાસણ નદીમાં આવતા મામલતદારનો કાફલો વાસણ ગામ પહોંચી પરિસ્થીતી જાણવા પ્રયાસો કર્યા છે.

જ્યારે મોડાસાના ડીપ પણ પાણી ફરી વળતાં 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઈસરોલથી રાજલી ગામને જોડતાં ડીપ પર પાણી ફરી વળ્યું છે. રાજલી, રાજલી કંપા, માધુપુર ગામ, લક્ષ્મણપુરા ગામ સહિત 5 ગામોનો સંપર્ક તૂટ્યો છે. બે દિવસથી ભારે વરસાદના કારણે રસ્તો બંધ થતાં હાલાકી સર્જાઇ છે. શાળાએ જતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ અટવાયા છે. જ્યારે બીજી તરફ મોડાસાના માજુમ ડેમમાં 5000 ક્યુસેક નવા નીરની આવક થઇ છે. ડેમના બે દરવાજા એક ફુટ ખોલી 1 હજાર ક્યુસેક પાણી છોડાતા નીચાણવારા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
ઉ.ગુ.માં અધિકારીઓને હેડ ક્વાર્ટસ ન છોડવા આદેશ
ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદને લઇ સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને હેડ ક્વાર્ટસ ન છોડવા સૂચના આપી છે. ખાસ કરીને ત્રણ દિવસથી ઉ.ગુજરાતમાં એકધારા સાર્વત્રિક વરસાદ તેમજ હજુ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહીને પગલે તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. તેમજ વરસાદવાળા જિલ્લામાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
સીએમએ બોલાવી બેઠક
ગાંધીનગરઃ રાજ્યમાં ભારે વરસાદને લઈ સીએમએ બપોરે ત્રણ વાગ્યે સમીક્ષા બેઠક બોલાવી છે. જેમાં રાહત કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહેશે. અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી અંગે સમિક્ષા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વરસાદમાં મકાન ધરાશાયી થતાં 5 દટાયા
ખેડાઃ મહુધાના ઓંધાજીની મુવાડી ગામમાં વરસાદને પગલે મકાન ધરાશાયી થતાં પાંચ જણા દટાયા છે. જેમાં એકનું ઘટનાસ્થળે મોતનીપજ્યું છે. ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે.