ધાનાણીએ કહ્યું, 'મોરારિ બાપુના નામે અનાજ ઉપડી જાય છે,' વિધાનસભામાં હોબાળો

News18 Gujarati
Updated: July 15, 2019, 12:47 PM IST
ધાનાણીએ કહ્યું, 'મોરારિ બાપુના નામે અનાજ ઉપડી જાય છે,' વિધાનસભામાં હોબાળો
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ફાઇલ તસવીર

વિધાનસભામાં સીએમ અને ધાનાણી સામસામે, મોરારિ બાપુનું નામ લેતા સીએમ રૂપાણી ગરમ થયા

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના સત્રમાં સોમવારે મોરારિ બાપુના નામે ધાનાણીએ સસ્તું અનાજ ઉપડતું હોવાનો આક્ષેપ કરતા સીએમ રૂપાણીએ ધાનાણીને પુરાવા હોય તો જ મોરારિ બાપુ જેવા સંતનું નામ લેવા જણાવ્યું હતું. મોરારિ બાપુના નામે વિધાનસભાનું વાતાવરણ ગરમાયું હતું. સસ્તા અનાજની દૂકાનોમાં થયેલી ગેરરીતિના સવાલ જવાબ દરમિયાન પરેશ ધાનાણીએ કહ્યું હતું કે રાજ્યમાં સસ્તા અનાજની દૂકાનોમાંથી પૂજ્ય મોરારિ બાપુના નામે થમ્પ ઇમ્પ્રેશન કરી અને આવા અનાજ ઉપડી જાય છે. ધાનાણીએ કહ્યું હતું કે આવા કેટલાય મહાનુભાવોના નામે અનાજ ઉપડી જાય છે. આવા લોકો સામે કોઈ પગલાં લેવા માંગો છો કે કેમ? ધાનાણીના સવાલ બાદ નાયબ મુખ્ય મંત્રી અને મુખ્ય મંત્રી નીતિન પટેલે સખત વિરોધ કર્યો હતો.

સીએમ અને ડે.સીએમે ધાનાણી પાસે પૂરાવા માંગ્યા

સીએમ રૂપાણીએ ધાનાણીના આક્ષેપ સામે કહ્યું હતું કે તમે ફક્ત બેઠા બેઠા આક્ષેપો કરો છો,મોરારિ બાપુ પ્રતિષ્ઠીત સંત છે.એમના નામે અનાજ ઉપાડાયું અને ઉધારાયું એવું કહેતા પહેલાં પૂરાવા રજૂ કરવા પડે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ હિંદુ સાધુ સંતોને બદનામ કરવાનું મિશનરીઝનું કાવતરૂ છે. ધાનાણી પૂરાવા રજૂ કરે અથવા તો માફી માંગે.

આ પણ વાંચો :  રાજકોટ પોલીસે ઉજવ્યો 'નો દંડ ડે' : ટ્રાફિક નિયમ તોડનારને પેન-ગુલાબ આપ્યાં

ધાનાણીએ મોરારિ બાપુ સાથે સુરતના સાંસદ દર્શના જરદોશનું નામ પણ ઉમેર્યુ હતું. ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે દર્શના બેનના નામે પણ ઇલેક્ટ્રોનિંક થંબથી અનાજ ઉપડી જાય છે. અમે અનેક વાર ફરિયાદ કરી ચૂક્યા છે. અમારી પાસે ડેટા છે કહો ત્યાં બતાવીએ.

સરકારની કબૂલાત સસ્તા અનાજની 354 દૂકાનોમાં ગેરરીતિ થઈ
Loading...

કોંગ્રેસ નેતા શૈલેષ પરમારના સવાલના જવાબમાં સરકારે કબૂલ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં અમદાવાદમાં સસ્તા અનાજની 354 દૂકાનોમાં ગેરરીતિ થઈ. 374 દૂકાનોમાં ચેકિંગ કરાયું જેમાંથી 15 દૂકાનોના પરવાના રદ, 29 દૂકાનોના મોકૂફ કરાયા

આ પણ વાંચો :  સુરત સાધિકા દુષ્કર્મ કેસ : ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી આસારામને જામીન નહીં- SC

પીએમ ફસલ વીમા યોજનાનો લાભ
શૈલેષ પરમારે સવાલ પૂછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં કેટલા ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લીધો. આ સવાલના જવાબમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા ખેડૂત લાભ લીધો 2017-18માં 17,57,561 ખેડૂતે ફસલ વિમાનો લાભ લીધો 2018-19માં 20,87,292 ખેડૂતોએ લાભ લીધો જ્યારે ખેડૂતો દ્વારા છેલ્લા બે વર્ષમાં ભરાયેલા પ્રીમિયમ મુજબ 2017-18માં 3,97,70,90,503 રકમ ભરવામાં આવી 2018-19માં 4,01,68,32,518 રકમ ભરવામાં આવી

આ પણ વાંચો : કાંકરિયા દુર્ઘટના : રાઇડ ખામીયુક્ત હોવા છતાં સંચાલકોએ ચાલુ રાખી હોવાનો ખુલાસો

ખેડૂતને ચુકવવામાં આવેલી રકમ : 2017-18માં ખેડૂતને 10,69,32,59,828 વીમાની રકમ ચુકવવામાં આવી 2018-19માં 20,50,19,20,809 રકમ ચુકવવામાં આવી
First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com