ધમણ પર ઘમાસાણ યથાવત, કોંગ્રેસે રાજ્ય સરકાર પર તાક્યુ નિશાન, સરકારે કરી સ્પષ્ટતા

ધમણ પર ઘમાસાણ યથાવત, કોંગ્રેસે રાજ્ય સરકાર પર તાક્યુ નિશાન, સરકારે કરી સ્પષ્ટતા
ધમણ પર ઘમાસાણ યથાવત, કોંગ્રેસે રાજ્ય સરકાર પર તાક્યુ નિશાન, સરકારે કરી સ્પષ્ટતા

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો આરોપ - ધમણ બનાવનાર કંપની સીએમ વિજય રૂપાણીના મિત્રની, નિતીન પટેલે કોંગ્રેસના આરોપ ખોટા ગણાવ્યા

  • Share this:
અમદાવાદ : સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર ધમણ-1 કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં ધાર્યા પરિણામ આપી ના શક્યું હોવા અંગે ઘમાસાણ શરૂ થયું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, કે ધમણના ઉપયોગના કારણે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંક વધ્યો છે. જ્યારે સરકાર ધમણના કારણે કોઈ મૃત્યુ ન થયું હોવાનું રટણ રટી રહી છે.

રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધવાના કારણે વેન્ટિલેટર સ્ટેન્ડ બાય રાખવાની જરૂર જણાઈ હતી. જોકે સરકાર પાસે વેન્ટિલેટર તૈયાર ન હોવાના કારણે રાજકોટની એક કંપનીએ સરકારને સ્વદેશી બનાવટના ધમણ વેન્ટિલેટર આપ્યા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધમણનો ઉપયોગ થયા બાદ સુપરિટેન્ડન્ટે સરકારને પત્ર લખ્યો કે ધમણ કોરોના સામે લડવામાં ધાર્યું પરિણામ આપી શક્યા નથી.આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉન ખુલ્યા પછી ધંધો નહીં જામે તેની ચિંતામાં કારખાનેદારે આત્મહત્યા કરી

આ બાબત સાથે જ ધમણ-1 ને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ તો રાજ્યના મુખ્યમંત્રી સામે જ સીધા આક્ષેપો કરી દીધા કે ધમણ-1 બનાવનાર કંપનીના માલિક તેમના મિત્ર હોવાના કારણે ધમણ-1 ના એકસપર્ટ રીવ્યુ લીધા વગર જ તેનો ઉપયોગ શરૂ કરી કંપનીનો પ્રચાર શરૂ કર્યો હતો. ધમણ-1 ના કારણે સિવિલમાં મૃત્યુઆંક વધ્યો છે. ધમણ-1 ના નિર્માતાઓ એ પહેલાં દિવસે જ તેની મર્યાદા જારી કરી હોવા છતાં કોરોનાના ક્રિટીકલ દર્દીઓને ધમણથી સારવાર અપાઈ અને અનેક લોકો મૃત્યુ પામ્યા. સરકાર તમામ બાબતો જાણતી હોવા છતાં ધમણથી સારવાર કરવી ગંભીર બેદરકારી છે જેની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીની બને છે, જેના માટે ન્યાયિક તપાસની માંગ પણ કોંગ્રેસે કરી છે.

અમિત ચાવડાના ગંભીર આક્ષેપો

- ધમણ-1 ના ઈન્સ્ટોલેશન પહેલા સરકારે નિષ્ણાતોની રાય લીધી હતી કે કેમ તે જાહેર કરે?

- અમદાવાદ સિવિલમાં મૃત્યુ પામનાર 300 પૈકી ધમણ પર સારવાર કેટલાની કરાઈ?

- ધમણ-1થી સમગ્ર ગુજરાતમાં કેટલા દર્દી ને સારવાર આપવામાં આવી?

કોંગ્રેસે કોરોનાના સમયે સરકારને ભીંસમાં લેવા ધમણથી સરકાર પર પ્રહારો કર્યા છે. તો સામે આરોગ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આક્ષેપોને નકારી રહ્યા છે. ધમણ-1 થી કોઈપણનું મૃત્યુ ના થયું હોવાનું જણાવતા આરોગ્યમંત્રી કહી રહ્યા છે કે સરકારને ધમણ ફ્રી માં મળ્યા હતા. તેની કેટલીક મર્યાદા હતી.

સરકારને ફ્રી માં મળેલ સ્વદેશી બનાવટના ધમણથી ઘમાસાણ શરૂ થયું છે ત્યારે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે આખરે ધમણની મર્યાદા હતી તો તેનો ઉપયોગ કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે કેમ કરાયો?
Published by:News18 Gujarati
First published:May 19, 2020, 19:16 pm

ટૉપ ન્યૂઝ