ઢોંગી 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે ધરપકડની બીકે ઓગોતરા જામીનની અરજી કરી

News18 Gujarati
Updated: August 30, 2019, 7:22 PM IST
ઢોંગી 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે ધરપકડની બીકે ઓગોતરા જામીનની અરજી કરી
ઢબુડી મા બનીને બેઠેલો ધનજી ઓડ

ગાંધીનગરમાં ધનજી ઓડે બોટાદના પીડિતની ફરિયાદના મામલે આગોતરા જામીન માટે અરજી કરી

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : થોડા દિવસથી 'ઢબુડી મા'ને જે કોઇ ન ઓળખતા હોય તે પણ ઓળખી ગયા છે. રૂપાલ તથા આસપાસના પંથકમાં ભગવાન તરીકે પુજાતો 'ઢબુડી મા'નો વિજ્ઞાનજાથા અને ન્યૂઝ18ગુજરાતીએ પર્દાફાશ કર્યો છે. 'ઢબુડી માતા'એ અંધશ્રધ્ધાનાં નામે રીતસરની હાટડી ખોલી છે. ગત મંગળવારે વિજ્ઞાનજાથાના ડાયરેક્ટર જયંત પંડ્યા સાથે પીડિત 'ઢબુડી મા' એટલે ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસે આ મામલે એફ.આઈ.આર. દાખલ કરી નથી. આ ફરિયાદથી બચવા માટે 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે ગાંધીનગરમાં આગોતરા જામીનની અરજી કરી છે.

ધનજી ઓડ સામે સત્તા ફરિયાદ નોંધાઈ નથી. તેની સામે અરજી નોંધવામાં આવી છે. આ અરજી બાદ તેનું નિવેદન લેવામાં આવશે. ગાંધીનગર જિલ્લાની પેથાપુર પોલીસ ફરિયાદ હજુ દાખલ થઈ નથી. જોકે, ધનજીને હવે બીક લાગી રહી છે. ધરપકડથી બચવા માટે ધનજી ઓડે આગોતરા જામીન અરજી કરી ગાંધીનગર કોર્ટમાં કરી છે. હાલમાં પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે.

આ પણ વાંચો : ઢોંગી 'ઢબુડી મા' બેનકાબ, ધનજી ઓડના CCTV સામે આવ્યાં

અગાઉ પેથાપુરમાં થયેલી પોલીસ ફરિયાદ મામલે 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડે મીડિયા સામે આવી કહ્યું હતું કે 'મારી સામેના આક્ષેપો ખોટા છે, હું લોકોની સેવા કરું છું અને વડીલોની મર્યાદા રાખવી તેવું જણાવું છું, હું કોઈને ઢબુડી માતાનો દિવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી. બે લાખ લોકો કહેશે ત્યારે ચૂંદડી હટાવીશ.'

ધનજી ઓડે કહ્યું હતું કે 'આજે બોટાદમાં મારી સામે જે ફરિયાદ કરવામાં આવી છે, તે ફરિયાદી મને મળ્યા નથી. જો તે મને ત્રણ વર્ષ પહેલા મળ્યા હોય તો પૂરવાર કરીને બતાવે. મેં દવા બંધ કરવાનું ક્યારેય કહ્યું નથી. આ શ્રદ્ધાનો વિષય છે. લોકો સામેથી આવે છે, હું કોઈને બોલાવતો નથી. મારા પ્રસાદમાંથી ગરીબો ભોજન લે છે. મારી પાસે એક કરોડનો બંગલો છે, 50 લાખનો બંગલો અને ગાડી છે તેવા આક્ષેપો થયા છે, તો તેને સાબિત કરી બતાવે.'
First published: August 30, 2019, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading