સુરત : સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ બાદ DGPએ PIને સસ્પેન્ડ કર્યા, 8.39 લાખનો દારૂ ઝડપાયો હતો

સુરત : સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ બાદ DGPએ PIને સસ્પેન્ડ કર્યા, 8.39 લાખનો દારૂ ઝડપાયો હતો
કડોદરા જીઆઈડીસીના પીઆઈ વળવીની ફાઇલ તસવીર

કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પર કાર્યવાહી, રાજ્યના પોલીસ વડાએ સ્પષ્ટ સંદેશો આપ્યો. જાણો શું હતો મામલો

 • Share this:
  કેતન પટેલ, સુરત : દારૂબંધી ધરાવતા ગુજરાતમાં કાયદાનો કડક અમલ થાય તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસો અગાઉ કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો જેને લઇને દારૂ જે વિસ્તારમાંથી ઝડપાયો તે વિસ્તાર કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પી.આઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ દારૂબંધીના કાયદામાં સહેજ પણ ઢીલાશ ચલાવી નહીં લેવાય એ સબબનો સ્પષ્ટ સંદેશો ફરજનિષ્ઠ પોલીસ વડા ભાટિયા દ્વારા આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી આશિષ ભાટિયાએ રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી પોલીસ ખાતાને તમામ બાબતોમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તો વળી પોલીસ ખાતું પોતે જ ક્યાંય શિસ્તનો ભંગ કરતું નજરે પડે તો પણ લાલ આંખ કરવામાં આવી રહી છે.

  રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા સાહેબના આદેશને કડક કાર્યવાહીના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગત 18ના રોજ રેડમાં 8.39 લાખના મુદ્દામાલ સાથે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના અનુસંધાને દારૂની પ્રવૃત્તિ બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિ રોકવામાં સફળતા બદલ DGP આશિષ ભાટિયા દ્વારા સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પી.આઇ પીએ વળવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ પણ વાંચો :  'આજે તું બચી ગયો, હવે પછી સુરતમાં દેખાઈશ તો જાનથી મારી નાખીશું', જમીન દલાલને ઉઠાવી જઈ ઢોર માર માર્યો

  DP એ વ્યાજ ખોરો સામે પણ લાલ આંખ કરી

  રાજ્યમાં વ્યાજંકવાદનું દુષણ ડામવા પોલીસ પ્રયત્નશીલ છે. ત્યારે આજે ડીજીપી આશિષ ભાટીયાએ તમામ રેન્જ આજી, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લાના એસપીને બેફામ બનેલા વ્યાજખોરો પર તૂટી પડવા આદેશ કર્યો છે. ડીજીપીએ એક પરિપત્ર પાઠવ્યો છે જેમાં મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

  આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં વધુ 239 દર્દીઓ ઝપટમાં, 'તકેદારી રાખજો, Corona ક્યાંય ગયો નથી'

  પોલીસવડાએ જણાવ્યું કે, રજિસ્ટ્રેશન વિના નાણાં ધીરવાની પ્રવૃત્તિ કરવી, નિયત દર કરતા વધુ વ્યાજે પૈસા ધીરવા, પૈસાની અવેજમાં મિલ્કત વસૂલવી, નાણાં વસૂલવા માટે દેણદાર ઉપર ત્રાસ ગુજારવો જે ઈપીકો કલમ 384, 387 હેઠળ ગુનો બને છે. વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યા બાદ સબંધિત જગ્યાઓએ તાત્કાલિક સર્ચ કરી આધાર પુરાવા મેળવવાની તાકીદ કરાઈ છે.
  Published by:Jay Mishra
  First published:October 21, 2020, 22:27 pm

  ટૉપ ન્યૂઝ