Home /News /gujarat /સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાઘ પૂજાનો શુભારંભ, શ્રદ્ધાળુઓ પાઘના વસ્ત્રોનો પ્રસાદ મેળવી શકશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાઘ પૂજાનો શુભારંભ, શ્રદ્ધાળુઓ પાઘના વસ્ત્રોનો પ્રસાદ મેળવી શકશે

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવતા હોય છે.

Somnath Mahadev: સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજાની પેહલી પાઘ સોમનાથ મહાદેવને શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા તેનું મંદિરના સભા મંડપમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું હતું.

    દિનેશ સોલંકી, સોમનાથ મંદિર: સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાઘ પૂજાનો શુભારંભ કરાયો હતો. હવેથી શ્રદ્ધાળુઓ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ નિર્મિત પાઘ અર્પણ કરી પૂજા કરી શકશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વનિર્મિત પાઘનું પૂજન કરી મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી તો સોમનાથ ટ્રસ્ટના સચિવથી લઈને સફાઈ કામદાર સુધીના તમામ કર્મચારી, અધિકારોએ આ પ્રસંગે ઉત્સાહ સાથે ધ્વજારોહણ પણ કર્યું હતું.

    પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવતા હોય છે. ત્યારે ભક્તો વિવિધ રીતે સોમનાથ મહાદેવનું પૂજન અર્ચન કરે છે, સોમનાથ મહાદેવને વિધિવત પુજન સાથે પાઘ અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાઘ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને તેનો સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે. સાથે જ સોમનાથ મહાદેવને શૃંગારમાં અર્પણ કરવામાં આવેલ પાઘના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપા પ્રસાદ બની શ્રદ્ધાળુઓના જીવનમાં આધ્યાત્મિકતાનું ચિન્હ બને તેવા શુભ આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના થકી યાત્રીઓ આ પાઘના વસ્ત્રોનો વસ્ત્ર પ્રસાદ મેળવી શકશે.



    સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજાની પેહલી પાઘ સોમનાથ મહાદેવને શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા તેનું મંદિરના સભા મંડપમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહાદેવની પાઘને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પાલખીયાત્રામાં જોડાયા હતા અને "હર હર મહાદેવ" "જય સોમનાથના" નાદ સાથે સોમનાથ મંદિરનું સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.

    આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી હાલ પીછો છોડશે નહીંઃ અમદાવાદીઓ હજુ ઠુંઠવાશે

    સોમનાથમાં સચિવથી સફાઈ કર્મી બધા શિવભક્તિના રંગે રંગાયા હતા. ત્યારે સદભાવના અને સૌહાર્દ સાથે સોમનાથ ટ્રસ્ટના પ્રત્યેક કર્મચારી અધિકારીએ આ ક્ષણને વધાવી હતી. સોમનાથ ટ્રસ્ટના સચિવની સાથે અધિકારીઓ, પુજારી ગણ, સફાઈકર્મીઓ, વહીવટી સ્ટાફ, સહિતના પ્રત્યેક કર્મીએ સાથે મળીને મહાદેવની ધ્વજાપૂજા કરી હતી. ખભે-ખભો મેળવીને દરેક કર્મીએ મહાદેવની પાઘની પાલખી ઉઠાવી હતી. અને મહાદેવની ધ્વજા તળે બધા અધિકારી કર્મચારી મટીને શિવભક્ત બની મહાદેવની પાલખીના વાહક બન્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Somnath, Somnath mandir, Somnath Temple

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन