Home /News /gujarat /

Gujarat Assembly Election 2022: રાજકોટમાં દેવજી ફતેપરા બોલાવશે કોળી સમાજનું સંમેલન, બાવળિયા અને મુંજપરાને એન્ટ્રી નહીં

Gujarat Assembly Election 2022: રાજકોટમાં દેવજી ફતેપરા બોલાવશે કોળી સમાજનું સંમેલન, બાવળિયા અને મુંજપરાને એન્ટ્રી નહીં

ગુજરાત રાજ્યની કુલ 182 વિધાનસભાની સીટ છે. જે પૈકી 54 સીટ પર કોળી સમાજ નું પ્રભુત્વ છે

Rajkot News : દેવજી ફતેપરાએ કહ્યું- મારા અને કુંવરજીભાઈ વચ્ચે હજુ કોઈ સમાધાન થયું નથી. આગામી દિવસોમાં પણ કુવરજીભાઈ સાથે મારે સમાધાન થશે તેવું લાગી રહ્યું નથી

રાજકોટ : તાજેતરમાં જ રાજકોટ (Rajkot)શહેર ખાતે કોળી સમાજ (Koli Samaj)તેમજ ઠાકોર સમાજનું (Thakor Samaj)સંમેલન મળ્યું હતું. સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા (Devji Fatepara)અને પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયાની (kunvarji bavaliya)બાદબાકી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) યોજાવા જઇ રહી છે તે પૂર્વે પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ઇલેક્શન મોડમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. દેવજી ફતેપરાએ કલેકટર કચેરી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હું કોળી સમાજનું સંમેલન બોલાવવા જઈ રહ્યો છું. સુરેન્દ્રનગર સહિતના કોળી મતદારોના વિસ્તારોમાં બે દિવસ આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં કોળી સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે અને વધુમાં વધુ ટિકિટ રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવશે.

54 સીટો પર કોળી સમાજનું પ્રભુત્વ

ગુજરાત રાજ્યની કુલ 182 વિધાનસભાની સીટ છે. જે પૈકી 54 સીટ પર કોળી સમાજ નું પ્રભુત્વ છે. ત્યારે આ તમામ સીટ પર કોળી સમાજ ધારે તે વ્યક્તિને તે પાર્ટી ના પ્રતિનિધિને જીતાડી પણ શકે છે અને હરાવી પણ શકે છે. જે રીતે મુસ્લિમ સમાજ મતદાન કરે છે તે જ પ્રકારે કોળી સમાજ પણ દરેક ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન કરે છે. ચાલુ દિવસ હોય તો રજા રાખીને પણ કોળી સમાજ પોતાનો કિંમતી અને પવિત્ર મત ચૂંટણીમાં ચોક્કસ આપે છે.

આ પણ વાંચો - હાર્દિક પટેલે કહ્યું-પાટીદારો વિરૂદ્ધ થયેલા તમામ કેસ પરત ખેંચો, જાહેરમાં સરકારનો આભાર માનીશું

દેવજી ફતેપરાએ શું કહ્યું

છેલ્લા કેટલાય સમયથી દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે ખટરાગ ઊભો થયો છે. તે અંગે દેવજી ફતેપરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા અને કુવરજીભાઈ વચ્ચે હજુ કોઈ સમાધાન થયું નથી. આગામી દિવસોમાં પણ કુંવરજીભાઈ સાથે મારે સમાધાન થશે તેવું લાગી રહ્યું નથી. તેમજ આગામી દિવસોમાં જે કોળી સંમેલન બોલાવવાનો છું તેમાં પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળીયા તેમજ હાલના કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા નહીં હોય.

આમ આગામી દિવસોમાં કોળી સમાજ કયા પક્ષ સાથે રહેશે તેમજ કયા પક્ષ દ્વારા કેટલી ટિકિટ આપવામાં આવશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો ચઢેલો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકારણનો પારો પણ ઊંચકાયેલો જોવા મળી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Election 2022, Kunvarji bavaliya, Rajkot News

આગામી સમાચાર