અમરેલીનુ આંબરડી સફારી પાર્ક હવે વિશ્વના નકશે ચમકશે

News18 Gujarati
Updated: September 29, 2020, 10:16 PM IST
અમરેલીનુ આંબરડી સફારી પાર્ક હવે વિશ્વના નકશે ચમકશે
આંબરડી સફારી પાર્કમાં 25.67 કરોડના વિવિધ યાત્રી વિકાસ કામોનુ સીએમ રૂપાણીએ ઈ-ખાતમુહૂર્ત કર્યું

આંબરડી સફારી પાર્કમાં 25.67 કરોડના વિવિધ યાત્રી વિકાસ કામોનુ સીએમ રૂપાણીએ ઈ-ખાતમુહૂર્ત કર્યું

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંબરડી સફારી પાર્કમાં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક લાયનના દર્શનીય સ્થાન તરીકે આંબરડીને ચમકાવવાની નેમ વ્યક્ત કરી છે. આજે અહીંના વિકાસ કાર્યોનું ઇ ખાત મુર્હૂત કરતા તેમણે કહ્યું હતુ કે ગીરના સાવજ માટે કુદરતી વાતાવરણમાં વિહાર કરવાની જે સુવિધા છે તેવી સુવિધા સાથે અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને પ્રવાસનધામ તરીકે વિકસાવવું છે.

સીએમ રુપાણીએ આંબરડી સફારી પાર્કમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ. 25.67 કરોડના ખર્ચે હાથ ધરાનારા યાત્રી વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, સાંસદ નારણ કાછડીયા ગાંધીનગરથી આ ઈ-ખાતમૂર્હત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - બનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ, શંકર ચૌધરી ફરી ચેરમેન તરીકે લગભગ નિશ્ચિત?

આ પ્રસંગે સીએમ રુપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગાંધી ટુરિસ્ટ સર્કિટ અન્વયે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરથી શરૂ કરીને તેમના અભ્યાસ સ્થળ રાજકોટ, સાબરમતી આશ્રમ અને દાંડી સોલ્ટ મ્યુઝિયમની પ્રવાસન સુવિધા વિકસાવવી છે. એટલું જ નહીં બૌદ્ધ ટુરીઝમ સર્કિટ અને કચ્છની ઇન્ટરનલ ટુરિઝમ સર્કિટમાં ભૂકંપના મૃતાત્માઓની સ્મૃતિમાં તૈયાર થયેલું સ્મૃતિ વન, અંજારમાં વીર બાળ ભૂમિ, માતાના મઢ, નારાયણ સરોવર અને ધોળાવીરાની ટુરિઝમ સર્કિટ પણ વિકસાવવામાં આવી રહી છે.

આંબરડીમાં ખાતમુહૂર્ત થયેલા યાત્રિક સુવિધા કામો બે વર્ષમાં પૂર્ણ કરવાની તાકીદ કરતાં તેમણે કહ્યું હતું કે જેના ભૂમિપૂજન અમે કરીએ છીએ તેના લોકાર્પણ અમે જ કરીએ તેવું સમયબદ્ધ કાર્ય આયોજન સરકારે વિકસાવ્યું છે. તેમણે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી કે આ આંબરડી સફારી પાર્ક કાર્યરત થતાં ધારી પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમતુ થશે એટલું જ નહીં ટ્રાવેલ, ટેક્સી, હોટલ અને ખાનપાન વ્યવસાયને પણ નવું બળ મળતા સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખુલશે.
Published by: Ashish Goyal
First published: September 29, 2020, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading