'ગુજરાતમાં બાળ મૃત્યું દર ઘટી રહ્યો છે, હાલમાં આંકડો 25 ટકા અંદર પહોંચાડ્યો'


Updated: January 5, 2020, 7:35 PM IST
'ગુજરાતમાં બાળ મૃત્યું દર ઘટી રહ્યો છે, હાલમાં આંકડો 25 ટકા અંદર પહોંચાડ્યો'
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

ઘરોમાં પ્રસૂતિ થતી હતી ત્યારે બાળ મૃત્યું દર 55 ટકા હતો, જે 2017માં સરેરાશ 30 ટકા હતો. 1997માં ભારત સરકારના આંકડા અનુસાર, ગુજરાતમાં બાળ મૃત્યુ દર 62 ટકા હતો

  • Share this:
આજે અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનાનાં બાળ મૃત્યુદરનાં આંકડા સામે આવતા હોબાળો મચી ગયો છે. ત્યારે આ અંગે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સરકારનાં બચાવનો પ્રયત્ન કર્યો છે. સામે આવેલા આંકડાની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનામાં એટલે ડિસેમ્બર 2019માં 85 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટમાં એક જ મહિનામાં 134 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. આ સામે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બાળ મૃત્યુદર ઘટે તે માટે સરકાર સઘન પ્રયત્નો કરી રહી છે.

આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલાસો કરતા કહ્યું કે, દેશમાં 2017ના આંકડા પ્રમાણે મધ્યપ્રદેશમાં બાલ મૃત્યું દર 47 ટકા સૌથી વધારે છે. ત્યારબાદ આસામમાં 44 ટકા, યુપીમાં 41 ટકા, ગુજરાતમાં 30 ટકા, ઝારખંડમાં 29 ટકા, પંજાબમાં 21 ટકા અને કેરળમાં 10 ટકા સરેરાશ છે.

તેમણે કહ્યું કે, જે રીતે એક મહિનામાં અમદાવાદ અને રાજકોટની સિવિલના બાળ મૃત્યું દરના આંકડા મીડિયામાં રજૂ કરવામાં આવ્યા તે વાતને અમે ગંભીરતાથી લીધી અને મારા ત્રણ કાર્યક્રમ રદ્દ કરી આ અંગે ગંભીરતાથી નોંધ લેવામાં આવી, તુરંત રવિવાર હોવા છતા અધિકારીઓને બંને સિવિલ હોસ્પિટલના આંકડા રજૂ કરવાનું કહેવામાં આવ્યું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, બંને હોસ્પિટલના મળેલા આંકડા રજૂ કરતા કહ્યું કે, ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 12 લાખ બાળકોનો જન્મ થાય છે. તેમાંથી 99 ટકા પ્રસુી હોસ્પિટલોમાં થાય છે. તેમણે કહ્યું કે, જ્યારે ઘરોમાં પ્રસૂતિ થતી હતી ત્યારે બાળ મૃત્યું દર 55 ટકા હતો, જે 2017માં સરેરાશ 30 ટકા છે. 1997માં ભારત સરકારના આંકડા અનુસાર, ગુજરાતમાં બાળ મૃત્યુ દર 62 ટકા હતો, 2003માં ઘટી 57 ટકા થયો, 2007માં 52 ટકા, 2017માં 30 ટકાએ પહોંચ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે, 2017માં સરેરાશ 30 ટકા હતો, જે ઘટાડી હાલમાં લગભગ 25 ટકા પહોંચાડ્યો છે.

તેમણે રાજકોટ સિવિલની વાત કરતા કહ્યું કે, રાજકોટમાં ઓક્ટોબર મહિનામાં 815 પ્રસુતી થઈ, જેમાં 288 બાળકોને વધુ સારવારની જરૂરિયાત જણાતા એસએનસીયુમાં દાખલ કરાયા હતા. કુલ 452 બાળકો દાખલ થયા, જેમાં 87 બાળકોના મૃત્યું થયા, 19.3 ટકા બાળકોના ઓક્ટોબરમાં મૃત્યું પામ્યા. ડિસેમ્બર મહિનામાં 804 પ્રસુતિ થઈ, જેમાંથી 388 બાળકોને સારવાર આપવામાં આવી, 11 બાળકો મૃત્યું પામ્યા.

ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદ સિવિલની વાત કરતા કહ્યું કે, અમદાવાદની સિવિલમાં 400 પથારી બાળકો અને પ્રસૂતિ મહિલાઓ માટે છે. ડિસેમ્બરમાં 849 બાળકોના જન્મ થયા, 172 એસએનસીયુમાં દાખલ કરાયા, 243 બહારની હોસ્પિટલના દાખલ કરાયાસ કુલ 415 બાળકોને દાખલ કરાયા. જેમાં 88 બાળકોના મોત થયા.તેમણે આંકડાકીય માહિતી આપ્યા બાદ સરકારના બચાવમાં કહ્યું કે, બાળ રોગ નિષ્ણાતની કમી હોવા છતા, બાળકોના જીવ બચાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, બીજા રાજ્યોની જેમ આપણા ત્યાં પણ ડોક્ટરોની અચત છે. જેથી મેડિકલ કોલેજોની સિટો પણ વધારવામાં આવી છે. હાલ 5000થી વધુ સીટો કરવામાં આવી છે.
First published: January 5, 2020, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading