નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે

ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યો સહિત નાગરિકોને પણ તેનો લાભ લેવા તેમણે અપીલ કરી

  • Share this:
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહ ખાતે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશનની કામગીરી હવે રવિવારે રજાના દિવસે પણ ચાલુ રહેશે. ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યો સહિત નાગરિકોને પણ તેનો લાભ લેવા તેમણે અપીલ કરી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજયભરમાં 2500થી વધુ વેકસીનેશન સેન્ટરો પર રસીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ 1.5 લાખથી 2 લાખ નાગરિકોને રસીથી રક્ષિત કરવામાં આવે છે. હાલ રવિવારના દિવસે રસીકરણની કામગીરી માટે રજા હતી પરંતુ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે.આ પણ વાંચો - અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર બંધ, હવે પૈસા ચૂકવવા પડશે

રાજયના નિયત કરાયેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલો ખાતે રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ત્યાં હવે રવિવારે પણ રાબેતા મુજબ રસીકરણની કામગીરી થશે જેનો નાગરિકોને લાભ લેવા અનુરોધ પણ કરાયો છે.

રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1565 કેસ નોંધાયા છે. જેની સામે 969 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4443 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા છે. અત્યાર સુધીમાં 28,36,204 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 5,92,712 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,87,654 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
Published by:Ashish Goyal
First published:March 20, 2021, 22:10 pm

ટૉપ ન્યૂઝ