કેતન ઇનામદાર રાજીનામા મામલે નીતિન પટેલે કહ્યું - કોંગ્રેસવાળાના વાળ સફેદ થશે તો પણ તેમનો વારો આવશે નહીં

News18 Gujarati
Updated: January 23, 2020, 6:40 PM IST
કેતન ઇનામદાર રાજીનામા મામલે નીતિન પટેલે કહ્યું - કોંગ્રેસવાળાના વાળ સફેદ થશે તો પણ તેમનો વારો આવશે નહીં
કેતન ઇનામદાર રાજીનામા મામલે નીતિન પટેલે કહ્યું - કોંગ્રેસવાળાના વાળ સફેદ થશે તો પણ તેમનો વારો આવશે નહીં

ભાજપમાં કેતન ઇનામદારના રાજીનામા મામલે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું

  • Share this:
અમદાવાદ : ભાજપમાં કેતન ઇનામદારના રાજીનામા મામલે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે જાહેર જીવનમાં પક્ષમાં લાખો કાર્યકર્તા હોય. ભાજપના ધારાસભ્ય અને સાંસદો પણ મોટા પ્રમાણમા છે. અમારું વ્યાપક પ્રમાણમાં સંગઠનનું માળખું છે. આવા સમયે નાના મોટા પ્રશ્નો થાય ત્યાર પોતાની લાગણી પ્રદર્શિત કરતા હોય છે. તેવી રીતે કેતન ભાઇએ પણ લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે આ મુદ્દે પ્રતિક્રિયા આપી દીધી છે. તમામ પ્રશ્નો નિરાકરણ થઇ જશે અને બધા સાથે મળી ફરી કામમાં જોડાશે. કેતનભાઈએ પણ નિવેદન કર્યું છે કે હું પક્ષની સાથે છું, સંગઠનમાં છું. આ પ્રશ્નનું વહેલી તકે નિકાલ થશે. સ્થાનિક કાર્યકર્તાઓ મુખ્ય હોદ્દેદાર સાથે હોય છે તેથી રાજીનામા આપી લાગણી વ્યક્ત કરે છે. મૂળ મુદ્દો ઉકેલ થશે , તમામ પ્રશ્નો ઉકેલાશે. એક બે દિવસમાં મો મીઠું થઇ જશે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મ જંયતિ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે આવેલા નીતિન પટેલે ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિવાદ અને કેતન ઇનામદાર  મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો - નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું - આ રાજીનામું નાટક કે પદ માટે નથી

કોંગ્રેસ આપેલા નિવેદન પર નીતિન પટેલે વળતો જવાબ આપતા કહ્યું હતું કે અમિત ચાવડાને જેટલી રાહ જવી હોય તેટલી જોવે. કોંગ્રેસવાળાના વાળ સફેદ થશે તો પણ તેમનો વારો આવશે નહીં. અત્યારે ખુશ થવું હોય તો કોંગ્રેસ ભલે ખુશ થાય પરંતુ સરકારમાં કોઇ ફેરફાર થશે નહી મને વિશ્વાસ છે.

મહત્વપૂર્ણ છે કે બે દિવસ પહેલા જ સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદાર, ભાજપના કોર્પોરેટર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ રાજીનામા આપી દેતા ભાજપમાં ભડકો થયો છે અને ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. તર્ક વિતર્ક સાથે ભાજપ-કોંગ્રેસ એક બીજા પર નિવેદન આપી રહ્યા છે.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर