દેશમાં ડેન્ગ્યૂનો કહેર, જાણો આ બિમારીનો ઉપચાર!

Parthesh Nair | News18
Updated: September 16, 2015, 3:56 PM IST
દેશમાં ડેન્ગ્યૂનો કહેર, જાણો આ બિમારીનો ઉપચાર!
નવી દિલ્હી#દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં ડેન્ગ્યૂએ હાહાકાર મચાવી દીધો છે. ડેન્ગ્યૂના કારણે સમગ્ર દેશમાં અત્યાર સુધી 11 દર્દીઓના મોત નિપ્જ્યા છે. તો અમદાવાદમાં પણ મંગળવારે એક 15 વર્ષના કિશોરનું મોત થયું છે.

  • News18
  • Last Updated: September 16, 2015, 3:56 PM IST
  • Share this:
નવી દિલ્હી#દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં ડેન્ગ્યૂએ હાહાકાર મચાવી દીધો છે. ડેન્ગ્યૂના કારણે સમગ્ર દેશમાં અત્યાર સુધી 11 દર્દીઓના મોત નિપ્જ્યા છે. તો અમદાવાદમાં પણ મંગળવારે એક 15 વર્ષના કિશોરનું મોત થયું છે.

ડૉક્ટરે જણાવ્યું કે, ડેન્ગ્યૂ ચાર પ્રકારના હોય છે, તેઓએ એ પણ જણાવ્યું કે, આ કઇ જગ્યાએ વધુ ખતરનાક હોય શકે છે. દિલ્હીમાં ડેન્ગ્યૂ 1 અને 3  હોય છે. અત્યારે ચારના પણ કેસો આવી રહ્યાં છે. 4 નંબરનો ડેન્ગ્યૂ ખતરનાક હોય છે.

વાંચો ડેન્ગ્યૂના લક્ષણઃ

* દર્દીને ખૂબ ઠંડી લાગવી, માથાનો દૂખાવ અને આંખોમાં દૂખાવ થઇ શકે છે.
* ડેન્ગ્યૂમાં દર્દીને સતત ભારે તાવ હોય છે.
* સાંધાનો દૂખાવ, બેચેની લાગે, ઉલ્ટીઓ થાય, લો બ્લડ પ્રેશર પણ સંભવ છે.* તો લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.

ડેન્ગ્યૂથી બચવા માટે આટલી સાવધાની રાખોઃ

* તાવ આવતા ડૉક્ટરની સલાહ લઇને લોહીની તપાસ કરાવો.
* તમારા ઘરે અને આસ-પાસની જગ્યાએ પાણીનો સંગ્રહ ન થવા દો.
* મચ્છરદાનીનો ઉપયોગ કરો અને લાંબી બાયના કપડા પહેરો.
* જો શક્ય હોય તો સાંજે લીંમડાનો ઘુમાડો કરો.
* કુલર, કુંડા, જૂના ટાયર, તુટેલા વાસણમાં પાણી જમા ન થવા દો, ડૉક્ટરની સલાહ લેવી.
First published: September 16, 2015, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading