અમદાવાદ સિવિલમાં ડેન્ગ્યૂની સારવાર લઈ રહેલા CRPF જવાનનો VIP સુવિધા લેવાનો ઇન્કાર

અમદાવાદ સિવિલમાં ડેન્ગ્યૂની સારવાર લઈ રહેલા CRPF જવાનનો VIP સુવિધા લેવાનો ઇન્કાર
જવાનપુષ્પરાજસિંગે સામાન્ય માણસો સાથે જમીન પર સુઈને સારવાર કરાવી હતી.

10થી વધારે સીઆરપીએફનાં જવાનો ડેન્ગ્યૂને (Dengue) કારણે અમદાવાદની (Ahmedabad) સિવિલ હૉસ્પિટલમાં (Civil Hospital) સારવાર હેઠળ છે.

 • Share this:
  દીપિકા ખુમાણ, અમદાવાદ : હાલ વરસાદે વિરામ લેતા મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગ વકરી રહ્યો છે. ત્યારે સામાન્ય જનતા તો રોગચાળાનાં ભરડામાં આવી જ ગઇ છે સાથે સાથે સીઆરપીએફનાં (CRPF) જવાનો પણ ડેન્ગ્યૂનો ભોગ બન્યા છે. હાલ 10થી વધારે સીઆરપીએફનાં જવાનો ડેન્ગ્યૂને (Dengue) કારણે અમદાવાદની (Ahmedabad) સિવિલ હૉસ્પિટલમાં (Civil Hospital) સારવાર હેઠળ છે. આ જવાનોમાં એક એવાં સાચા જવાન સામેલ છે જેઓ પોતાને મળતી સુવિધાઓનો ઈન્કાર કરીને જમીન પર સારવાર મેળવી રહ્યા છે.

  અમદાવાદમાં વસ્ત્રાલમાં આવેલાં કેમ્પમાં 100 બટાલિયન ટૂકડીમાં ફરજ બજાવતાં આ જવાનનું નામ પુષ્પરાજસિંગ છે. છેલ્લાં 15 વર્ષથી તેઓ દેશ માટે ફરજ પર છે, પરંતુ શનિવારના દિવસે પોતાના સાથીમિત્રો સાથે તેમની પણ તબિયત લથડી જે બાદ તેમને રાતોરાત અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. CRPFના જવાન પુષ્પરાજસિંગે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ અહીં આવ્યા ત્યારે તેમણે લોકોની પરિસ્થિતી જોઈ અને લોકો સામે પોતાની રોગ સામે કેટલી સહનશક્તિ છે તે અંગે વિચાર કર્યો,ત્યારબાદ તેમને મનથી પ્રેરણા મળી અને તેમણે વિચાર કર્યો કે VIP બૅડને બદલે તેઓ સામાન્ય વ્યક્તિની જેમ નીચે સુઈને સારવાર કરાવશે.  આ પણ વાંચો :   CRPFનાં 10 જવાનોને થયો ડેન્ગ્યૂ, અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ

  શું કહેવું છે ડોક્ટરનું?
  સિવિલ હૉસ્પટિલમાં C8 યુનિટને સંભાળતાં ડૉક્ટર મનિષ શાહનું કહેવું છે કે જ્યારે જવાનો હૉસ્પિટલમાં આવ્યા ત્યારે તેમનાં બ્લડ ટૅસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરતાં તેમને ડેન્ગ્યુની અસર જોવા મળી. તમામ જવાનોને E5 વોર્ડમાં મુકવામાં આવ્યા છે, જ્યારે C8માં CRPF જવાન પુષ્પરાજસિંગ રાખવામાં આવ્યા છે. આ જવાને કોઈપણ પ્રકારના ક્વૉટાનો ઉપયોગ કરવા માટે ઈન્કાર કર્યો છે જે ખરા અર્થમાં તેમનો દેશ પ્રેમ છે, કહી શકાય કે આજેય માનવતા જીવી રહી છે.
  First published:September 24, 2019, 19:46 pm

  ટૉપ ન્યૂઝ