મની લોન્ડ્રિંગ મામલામાં રોબર્ટ વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી મળ્યા વચગાળાના જામીન

News18 Gujarati
Updated: February 2, 2019, 2:40 PM IST
મની લોન્ડ્રિંગ મામલામાં રોબર્ટ વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી મળ્યા વચગાળાના જામીન
રોબર્ટ વાડ્રા (ફાઇલ તસવીર)

આ મામલો લંડનના 12, બ્રાયનસ્ટન સ્ક્વેર સ્થિત 19 લાખ પાઉન્ડની એક પ્રોપર્ટીની ખરીદીમાં કથિત મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલો છે

  • Share this:
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડથી બચવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલામાં શનિવારે સુનાવણી થઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, કોર્ટે તેમને 16 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન આપી દીધા છે. આ કેસના તાર રોબર્ટ વાડ્રાના સહયોગી મનોજ અરોરા સાથે જોડાયેલા છે. આ મામલામાં ધરપકડથી બચવા માટે વાડ્રાએ કોર્ટનો આશરો લીધો છે.

રોબર્ટ વાડ્રાએ પોતાની પિટિશનમાં કહ્યું છે કે તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ખોટો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ બધું રાજકારણથી પ્રેરિત છે. વાડ્રાએ કહ્યું કે તેઓ કાયદાનું પાલન કરનારા નાગરિક છે.

 આ મામલો લંડનના 12, બ્રાયનસ્ટન સ્ક્વેર સ્થિત 19 લાખ પાઉન્ડ (લગભગ 17 કરોડ રૂપિયા)ની એક પ્રોપર્ટીની ખરીદીમાં કથિત મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલો છે. ઈડીનો દાવો છે કે આ સંપત્તિના અસલી માલિક વાડ્રા છે. મની લોન્ડ્રિંગ કેસ હેઠળ ઈડી મનોજ અરોરા સાથે પણ પૂછપરછ કરી રહી છે. હાલ મનોજ અરોરાની ધરપકડ પર પટિયાલા હાઉસે 6 ફેબ્રુઆરી સુધી અંતરિમ રોક લગાવી દીધી છે.ઈડીએ દાવો કર્યો છે કે મનોજ અરોરા આ મામલામાં મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તેને વિદેશોમાં વાડ્રાની અઘોષિત સંપત્તિઓની જાણકારી છે અને આ પ્રકારની સંપત્તિઓ માટે પૈસાની વ્યવસ્થા કરવામાં તેણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચો, ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ, ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી

ઈડીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, 12 બ્રાયનસ્ટન સ્ક્વેર, લંડન, બ્રિટનમાં પ્રોપર્ટી પર વાડ્રાનું નિયંત્રણ છે. તેની કિંમત 19 લાખ પાઉન્ડ આંકવામાં આવી છે. આ પ્રોપર્ટીનું રિપેરિંગ કામ અને તેના માટે પૈસાની વ્યવસ્થા રોબર્ટ વાડ્રાએ કરી છે.

એજન્સી મુજબ, રિપેરિંગ માટે તેની પર 65,900 પાઉન્ડનો વધારાનો ખર્ચ થયો હોવા છતાંય ભંડારીએ 2010માં આ કિંમત પર તેનું વેચાણ વાડ્રાની નિયંત્રણવાળી ફર્મને કરી દીધું. ભંડારીની વિરુદ્ધ ઓફિશિયલ સીક્રેટ એક્ટ હેઠળ 2016માં કેસ નોંધવામાં આવ્યો હતો.
First published: February 2, 2019, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading