Home /News /gujarat /

દિલ્હીમાં ઉદ્ધાટન પહેલા જ અકસ્માત, દિવાલ તોડીને નિકળી ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન

દિલ્હીમાં ઉદ્ધાટન પહેલા જ અકસ્માત, દિવાલ તોડીને નિકળી ડ્રાઈવર વગરની મેટ્રો ટ્રેન

દિલ્હીમાં મેટ્રોની નવી લાઈનની શરૂઆત પહેલા જ મંગળવારે એક મોટી ઘટના ઘટી ગઈ હતી. ટ્રાયલ દરમિયાન મેટ્રો દિવાલ તોડીને બહાર નિકળી ગઈ હતી. જોકે સારી વાત તે રહી હતી કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી. મેટ્રોમાં કોઈ ડ્રાઈવર નહતો. અસલમાં આ મેટ્રો રૂટ ડ્રાઈવરલેસ હશે. મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર, આ ઘટના ટેકનિકલ સમસ્યાને લઈને ઘટી હતી. આ ઘટના કાલિંદી કુંજ પાસે ઘટી હતી. જણાવી દઈએ કે, 25 ડિસેમ્બરે મેજેન્ટા લાઈનની શરૂઆત થવાની છે. પોતે પીએમ મોદી આ રૂટનું ઉદ્ધાટન કરવાના છે. આ લાઈન નોએડાને દક્ષિણ દિલ્હી સાથે જોડવાનો છે. દિલ્હી મેટ્રોનો આ રૂટ કાલકાજીથી બોટનિકલ ગાર્ડન સુધી હશે. આ લાઈન શરૂ થવાના કારણે નોયડા અને દક્ષિણ દિલ્હી વચ્ચેની યાત્રા ઝડપી બની જશે.

મેટ્રો રેલ સુરક્ષા તંત્રએ પાછલા મહિને 12.64 કિલમીટરવાળા આ સેક્શનને સુરક્ષા સંબંધી મંજૂરી આપી હતી. આ માર્ગ બોટનિકલ ગાર્ડન-જનકપુરી વેસ્ટ (મેજેન્ટા) લાઈનનો ભાગ છે. આ સેક્શનમાં મેટ્રોની નવી આધુનિક ટ્રેનો ચાલશે, જે ડ્રાઈવર વગરની હશે. તે ઉપરાંત આ માર્ગ પર અત્યાધુનિક સંચાર આધારિત ટ્રેન નિયંત્રણ (સીબીટીસી) સિગ્નલ ટેકનોલોજીની પણ લગાવવામાં આવશે, જેથી ટ્રેનની અવર-જવર 90-100 સેકન્ડની અંદર થઈ શકશે. જોકે, શરૂઆતમાં બે-ત્રણ વર્ષ સુધી ટ્રેનમાં ડ્રાઈવર હાજર રહેશે.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन