Home /News /gujarat /દવાઓના ઓનલાઇન વેચાણ પણ દિલ્હી હાઇકોર્ટે દેશભરમાં મૂક્યો પ્રતિબંધ

દવાઓના ઓનલાઇન વેચાણ પણ દિલ્હી હાઇકોર્ટે દેશભરમાં મૂક્યો પ્રતિબંધ

જજે કહ્યું કે જ્હોનસન એન્ડ જ્હોનસને રાજ્યના કાનૂનનું ઉલ્લંધન કર્યું છે. કંપનીના ખોટા, ભ્રામક અને ખતરનાક માર્કેટિંગના કારણે લોકોમાં તેજીથી તેના નશાની લત વધી છે અને ઓવરડોઝથી મોતના મામલા સામે આવ્યા છે. રાજ્યના પ્રમુખ એટાર્ની બ્રોડ બૈકવર્થ કહ્યું કે અમે તે સાબિત કર્યું છે કે આ ઓપૉયડ સંકટનું મૂળ કારણ જ્હોનસન એન્ડ જ્હોનસન કંપની છે. જેણે 20 વર્ષ દરમિયાન અરબો ડોલરની કમાણી કરી છે.

પીઆઈએલમાં ઓનલાઈન દવાઓના વેચાણ વખતે નિયમોનું પાલન નહીં કરવામાં આવતું હોવાની દલીલ કરવામાં આવી હતી.

  નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા આખા દેશમાં દવાઓના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર તેમજ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને આ પ્રતિબંધનો તાત્કાલિક અમલ કરાવવાનો આદેશ કર્યો છે.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી.કે. રાવની ખંડપીઠે દિલ્હીના એક ડર્મિનોલોજીસ્ટ તરફથી દાખલ કરવામાં આવેલા જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો.

  પીઆઈએલમાં ઓનલાઈન દવાઓના વેચાણ વખતે નિયમોનું પાલન નહીં કરવામાં આવતું હોવાની દલીલ કરવામાં આવી હતી. વધુમાં કહેવામાં આવ્યું હતું કે દરરોજ ઓનલાઇન વેચવામાં આવતી લાખોની સંખ્યામાં દવાઓને કારણે દર્દીઓ અને ડોક્ટર પર જોખમ ઉભું થઈ શકે છે.

  આ પણ વાંચોઃ જાણો, કઈ જગ્યાએથી મળશે 50થી 90 ટકા સુધી સસ્તી દવાઓ

  પીઆઈએલમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 અને ફાર્મસી એક્ટ, 1948માં દવાઓના ઓનલાઇન વેચાણને મંજૂરી આપવામાં આવી નથી. અન્ય વસ્તુઓની સરખામણીમાં દવા ખૂબ અસરકારક હોય છે, તેમજ તેનો ખોટા કે દુરુપયોગથી મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર અવળી અસર પડી શકે છે.

  નોંધનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં સ્વાસ્થ્ય મંત્રાલયે 328 જેટલી દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત છ અન્ય દવાઓના ઉત્પાદન તેમજ ઉપયોગ પર આંશિક પ્રતિબંધ મૂકી દીધો હતો.

  ઓનલાઇન દવાઓનાં વેચાણને નિયંત્રિત કરવા માટે સરકારે અમુક નિયમો પણ બનાવ્યા છે. આ નિયમ પ્રમાણે દવાઓના ઓનલાઇન વેચાણ માટે ફાર્મસીનું રજિસ્ટ્રેશન કરાવેલું જરૂરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Pharmacy, કોર્ટ, દવા, દિલ્હી, પીઆઇએલ, હાઇકોર્ટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन