વિમાન રવિવારે અડધી રાત બાદ મુંબઇથી દિલ્હી જવા રવાના થયુ હતું. ટેક ઓફ બાદ એર હોસ્ટેસ જ્યારે પ્લેનનાં વોશરૂમમાં ગઇ તો ત્યાં તેને એક લેટર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પ્લેનમાં હાઇજેકર્સ અને વિસ્ફોટક છે
વિમાન રવિવારે અડધી રાત બાદ મુંબઇથી દિલ્હી જવા રવાના થયુ હતું. ટેક ઓફ બાદ એર હોસ્ટેસ જ્યારે પ્લેનનાં વોશરૂમમાં ગઇ તો ત્યાં તેને એક લેટર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પ્લેનમાં હાઇજેકર્સ અને વિસ્ફોટક છે
મુંબઇથી દિલ્લી જવા રવાના થયેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બની સુચના મળતા આ પ્લેનને અમદાવદામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. જેટ એરવેઝનું 9W339 વિમાન રવિવારે અડધી રાત બાદ મુંબઇથી દિલ્હી જવા રવાના થયુ હતું. ટેક ઓફ બાદ એર હોસ્ટેસ જ્યારે પ્લેનનાં વોશરૂમમાં ગઇ તો ત્યાં તેને એક લેટર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, પ્લેનમાં હાઇજેકર્સ અને વિસ્ફોટક છે. એર હોસ્ટેસે તુરંત જ તેની જાણકારી પાયલટને આપી હતી.
યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પાયલટે ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણ કર્યો હતો. જે બાદ પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર ડાઇવર્ડ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે સાથે CISF, BDGS અને ડોગ સ્ક્વોડ સ્થળ ઉપર આવી ચેકીંગ હાથ ધર્યું હતું.
ફ્લાઈટના લેન્ડિંગ બાદ BDDS અને ડોગ સ્કવોડ એરપોર્ટ પહોંચી ગઈ હતી. અહીં બધા પેસેન્જરોને પ્લેનમાં ઉતારીને તપાસ કરવામાં આવી હતી. પરંતુ ફ્લાઈટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
Aircraft landed without incident at Ahmedabad,was parked at a remote bay, where all 115 guests & 7 crew members safely deplaned: Jet Airways