રક્ષા શક્તિ યુનિ.માં હવે સાયબર સીક્યુરીટીનો અભ્યાસક્રમ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત રાજ્યની વિભિન્ન સંવર્ગની પોલીસ ભરતીમાં ગુણવત્તાયુક્ત ઉમેદવારો ઉપલભ્ધ થાય તે હેતુથી વર્ષ 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વિભિન્ન અભ્યાસક્રમોમાં શારિરીક તાલિમ, ફોરેન્સીક સાયન્સ, કાયદો અને ભાષા કૌશલ્ય જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલા છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃ ગુજરાત રાજ્યની વિભિન્ન સંવર્ગની પોલીસ ભરતીમાં ગુણવત્તાયુક્ત ઉમેદવારો ઉપલભ્ધ થાય તે હેતુથી વર્ષ 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વિભિન્ન અભ્યાસક્રમોમાં શારિરીક તાલિમ, ફોરેન્સીક સાયન્સ, કાયદો અને ભાષા કૌશલ્ય જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલા છે.

raksa uni1

ગુજરાતમાં ચાલી રહેલી રક્ષા શક્તિ યુનિવર્સિટી ભારતની પ્રથમ યુનિવર્સિટી છે. જેમાં યુનિવર્સિટીની સ્થાપનાથી અત્યાર સુધીમાં કુલ 958 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે. જેને પગલે રક્ષા શક્તિ યુનિવર્સિટી નવા અભ્યાસક્રમમાં આંતરીક સુરક્ષાની સઘન તાલીમને અનુલક્ષીને એમ.એ.માં પોલીસ એડમિનિસ્ટ્રેશન અને એમ.ટેક.માં સાયબર સીક્યુરીટીમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.

રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા સ્થાપનાના પાંચ વર્ષના સમયગાળામાં કુલ 9 અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં ડિપ્લોમાં ઇન પોલીસ સાયન્સના કોર્સમાં સૌથી વધુ 642 વિદ્યાર્થીઓએ એડમિશન લીધુ હતું. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની જેલ સિપાઇ,પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેકટર, લશ્કરી દળો, સેનાની જુદી-જુદી પાંખ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સીક્યુરીટી ફોર્સ જેવી સરકારી  સંસ્થાઓ ઉપરાંત ખાનગી સુરક્ષા એજન્સીઓમાં કારકિર્દીની તકો મળી શકે છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રોજગાર માટે પ્લેસમેન્ટ સેલ ઉભો કરવામાં આવ્યો છે. સમયાંતરે રોજગાર મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે.
First published: