પૂર્વ સૈનિકોની સારવારમાં ગેરરિતી થતી હોવાની રક્ષામંત્રીની કબૂલાત

રક્ષા મંત્રી નિર્લમા સીતારમણની ફાઇલ તસવીર

ગુજરાતના એક પૂર્વ સૈનિકને હજુ સુધી ખેતી લાયક જમીન મળી નથી તે જાણીને આંચકો લાગ્યો, અમદાવાદમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણનું પ્રવચન યોજાયું

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: આજે અમદાવાદમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પૂર્વ સૈનિકો સાથે સંવાદના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય સુરક્ષા અને રાફેલ ડીલ પર વક્તવ્ય આપ્યું હતું. રક્ષામંત્રીના કાર્યક્રમમાં રાજ્યના એક પૂર્વ સૈનિકને નિવૃતી બાદ ખેતીની જમીન ન મળી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે આ વાત સાંભળીને તેમને આંચકો લાગ્યો છે અને કેન્દ્રની ટીમ આ કેસની તપાસ કરશે અને દોષિતો સામે પગલા ભરશે. પ્રાપ્ત વિગતો મુજબ 1965માં પાકિસ્તાન સામેનું યુદ્ધ લડનારા રાજ્યના એક સૈનિકને હજુ સુધી જમીન મળી નથી. રક્ષામંત્રીએ સ્વીકાર્યુ હતું કે પૂર્વ સૈનિકોની સારવારમાં હૉસ્પિટલો પૈસા ઉઘરાવતી હોવાનું જાણવા મળ્યું છે, કેટલીક સરકારી હૉસ્પિટલોપૂર્વ સૈનિકોની સારવારમાં ગેરરીતિ કરતી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

  વક્તવ્યમાં નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક હજાર પૂર્વ સૈનિકોને AMCમાં નોકરી મળી છે. 1965નું યુદ્ધ લડેલા એક જવાનને જમીન ન મળી હોવાનું સાંભળી આંચકો લાગ્યો. ગુજરાતમાં 70 ટકા સૈનિકોને જમીન મળી જાય છે. નિવૃત જવાનોને ખેતી 16 એકર જમીન આપવાનો નિયમ છે. નિવૃત સૈનિકે રજૂઆત કરી હતી કે સૈનિકો ટ્રેનના ટોયલેટના દરવાજા પાસે બેસી મુસાફરી કરે છે. આ તમામ મુદ્દે અમે યોગ્ય કાર્યવાહી કરીશુંય

  સારવારમાં ગેરરિતીની કબૂલાત
  રક્ષામંત્રીએ અમદાવાદમાં વક્તવ્ય દરમિયાન કબૂલાત કરી હતી કે પૂર્વ સૈનિકોની સારવાર વખતે હૉસ્પિટલો દ્વારા ગેરરિતી કરવામાં આવે છે. સરકારી હૉસ્પિટલમાં પણ મફત સારવાર દરમિયાન તેમના પાસેથી પૈસા લેવામાં આવતા હોવાની ઘટના ઘટે છે.
  Published by:Jay Mishra
  First published: