રણવીરે કહ્યું લગ્ન, મુંડનમાં પરફોર્મ કરવા તૈયાર છું, જે પર દીપિકાએ કહ્યું કે...

News18 Gujarati
Updated: October 31, 2019, 5:03 PM IST
રણવીરે કહ્યું લગ્ન, મુંડનમાં પરફોર્મ કરવા તૈયાર છું, જે પર દીપિકાએ કહ્યું કે...
રણવીર દીપિકા

એકતા કપૂરે રણવીરની આ પોસ્ટ પર લખ્યું છે તે એક વરરાજા શોધી રહી છે!

  • Share this:
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આમ તો ગ્લેમર માટે જ જાણીતી છે. પણ આ ઇન્ડસ્ટ્રીમાં એક તેવો પણ અભિનેતા છે જે પોતાના અલગ અંદાજના કારણે લોકોનું મન જીતી રહ્યો છે. અને આ એક્ટરનું નામ છે રણવીર સિંહ (Ranveer Singh) બોલિવૂડનો સિંબા આજકાલ સોશિયલ મીડિયામાં કંઇક તેવું કરે છે જેના લીધે દીપિકા  (Deepika Padukone) અને રણવીર બંને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં હાલમાં જ રણવીરે તેનો નવો લૂક બતાવ્યો હતો. 83 ફિલ્મ પછી રણવીર આ તસવીર દાઢી મૂંછ વગર જોવા મળ્યો હતો. પોતાના આ નવા લૂકની તસવીર પોસ્ટ કરીને રણવીર કંઇક તેવું લખ્યું કે લોકો રણવીરની સેન્સ ઓફ હ્યૂમર પર આફરીન થઇ ગયા.

રણવીરે આ નવા લૂક સાથે તસીવર પોસ્ટ કરતા કહ્યું કે "લગ્નની સીઝન આવી ગઇ છે. ભાડે એન્ટરટેનર હાજર છે. લગ્ન, બર્થ ડે પાર્ટી, મુંડન જેવા કાર્યક્રમ માટે. જો કે રણવીરની આ કૉમેન્ટ પછી પત્ની દીપિકા પાદુકોણે પણ નીચે કોમેન્ટ કરી કે રણવીર સિંહને હાયર કરવા માટે મારો સંપર્ક કરો. જો કે દીપિકાએ આ કૉમેન્ટ કર્યા પછી તેને ડિલીટ કરી દીધી પણ ત્યાં સુધી સોશિયલ મીડિયામાં તેને સ્ક્રીનશોર્ટ વાયરલ થવા લાગ્યા. વધુમાં અનુપમ ખેર, એકતા કપૂર અને અર્જૂન કપૂરે પણ આ પર ટિપ્પણી કરી છે. અને રણવીર પણ Ha ha ha લખી દીપિકાની આ કૉમેન્ટને આવકાર્યું છે. એકતા કપૂરે રણવીરની આ પોસ્ટ પર લખ્યું છે તે એક વરરાજા શોધી રહી છે કોણ છે તારો મેનેજર કહે હું કોન્ટેક્ટ કરું!

રણવીરની પોસ્ટ


જો કે વર્કફ્રન્ટની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ રણવીરનો આ નવો ક્લીન શેવ લૂક તેની આવનારી ફિલ્મ તખ્ત માટે અપનાવ્યો છે. રણવીર પાસે હાલ ફિલ્મોની લાઇન લાગી છે. તે હાલ વર્લ્ડ કપ 1983 કરી રહ્યા છે. આ સિવાય તેમની પાસે તખ્ત અને જયેશભાઇ જોરદાર જેવી ફિલ્મો છે. હાલ જે 83 ફિલ્મ છે તેમાં તે દીપિકા પાદુકોણ સાથે લીડ રોલમાં નજરે પડશે
First published: October 31, 2019, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading