Home /News /gujarat /

Deepak Punia : દીપક પુનિયાએ પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવી ગોલ્ડ જીત્યો, ટોક્યો ઓલિમ્પિકની કસર પુરી કરી

Deepak Punia : દીપક પુનિયાએ પાકિસ્તાનના મોહમ્મદ ઇનામને હરાવી ગોલ્ડ જીત્યો, ટોક્યો ઓલિમ્પિકની કસર પુરી કરી

દીપક પુનિયા

કુસ્તીબાજ દીપક પુનિયા (Deepak Punia) એ પાકિસ્તાનના કુસ્તીબાજ મોહમ્મદ ઇનામ (Mohammad Inam) ને હરાવીને કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) માં ગોલ્ડ મેડલ જીત્યો

    નવી દિલ્હી : ભારતના ઉભરતા કુસ્તીબાજ દીપક પુનિયા (Deepak Punia) એ પાકિસ્તાનના કુસ્તીબાજ મોહમ્મદ ઇનામ (Mohammad Inam) ને હરાવીને કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 24મો મેડલ છે. ભારતને અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મળ્યા છે.

    કુસ્તીમાં ભારતનું સુવર્ણ અભિયાન, બજરંગ અને સાક્ષીને ગોલ્ડ, અંશુને સિલ્વર

    દીપક પુનિયા પહેલા ભારતના સ્ટાર રેસલર અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે ભારતને ગોલ્ડન સ્ટાર્ટ અપાવી હતી જ્યારે અંશુ મલિકે ડેબ્યૂ કરતી વખતે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગનો 65 કિગ્રા વર્ગમાં એટલો દબદબો હતો કે તેણે પહેલા રાઉન્ડમાં જ ચારમાંથી ત્રણ મેચ જીતી હતી. તેણે ફાઇનલમાં કેનેડાના લચલાન મેકનીલને 9-2થી હરાવ્યો હતો. અગાઉ ઇંગ્લેન્ડના જ્યોર્જ રામ સામે ટેકનિકલ શ્રેષ્ઠતા (10-0)ની જીત નોંધાવ્યા બાદ તેણે સરળતાથી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

    બીજી તરફ સાક્ષી મલિકે 62 કિલોગ્રામની ફાઇનલમાં કેનેડાની એના ગોન્ડિનેઝ ગોન્ઝાલેસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં સાક્ષીનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. અગાઉ તે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. આ સાથે જ અંશુ મલિકે 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રેસલિંગમાં દેશનું ખાતું ખોલાવ્યું હતું. અંશુ ફાઇનલમાં નાઇજીરીયાના ઓડુનાયો ફોલાસાડે એડુકુરોયે સામે 3-7થી હારી ગયો હતો.

    આ પણ વાંચો: બજરંગ પુનિયાએ સળંગ બીજા CWGમાં જીત્યો ગોલ્ડ

    ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક છેલ્લા ચારમાં કેમરૂનની બર્થે એમિલીન ઇટાને ન્ગોલેને 10-0થી ટેકનિકલ શ્રેષ્ઠતા સાથે હરાવી ફાઇનલમાં પહોંચી હતી. સાક્ષીએ ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા ક્વાર્ટર ફાઇનલમાં પણ જીત મેળવી હતી. તેણે આ ઓપનિંગ મેચમાં યજમાન ઈંગ્લેન્ડની કેલ્સી બાર્ન્સને હરાવ્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન બજરંગે માત્ર એક મિનિટમાં જ મોરેશિયસના જીન-ગુલીએન જોરિસ બંદેઉને 6-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં તેમને બે મિનિટથી પણ ઓછો સમય લાગ્યો, જેના માટે તેઓએ શરૂઆતના રાઉન્ડમાં નૌરુના લોવે બિંગહામને હરાવી 4-0થી સરળ જીત નોંધાવી.
    Published by:kiran mehta
    First published:

    Tags: CWG, Deepak Punia

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन