હવે ઓનલાઇન લેવડ-દેવડ માટે કામ નહીં આવે આપનું ડેબિટ/ક્રેડિટ કાર્ડ, RBIએ બદલ્યા નિયમ

પ્રતિકાત્મક તસવીર

રિઝર્વ બેન્કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડને વધુ સુરક્ષિત બનાવવા માટે નિયમોમાં અગત્યના ફેરફાર કર્યા છે, જાણો 10 પોઇન્ટ્સમાં

  • Share this:
    નવી દિલ્હીઃ બેન્કિંગ ફ્રોડ (Banking Fraud)ના કેસ સતત વધી રહ્યા છે. આ બાબતનું ધ્યાન રાખતા ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India)એ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ (Debit and Credit Card)ને સિક્યોર કરવા માટે નવા પગલાં ભર્યા છે. તેને ઓક્ટોબર મહિનાથી લાગુ પણ કરી દેવામાં આવ્યા છે. એવામાં આપના માટે જરૂરી છે કે તમે નિયમો વિશે જાણો અને તેનું પાલન કરો જેથી કોઈ બેન્કિંગ ફ્રોડનો શિકાર થવાથી બચી શકાય. હવે બેન્કો દ્વારા ઇસ્યૂ કરેલા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ માત્ર ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન માટે જ ઉપયોગ કરી શકાશે. આ એટીએમ તથા પોઇન્ટ ઓફ સેલ માટે હશે. જો કોઈ કસ્ટમર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે તેનો ઉપયોગ કરવા માંગે છે તો તેણે પોતાની બેન્કનો સંપર્ક કરવો પડશે. આવો જાણીએ RBIના આ નિયમો વિશે...

    1. તમામ નવા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ માત્ર એટીએમ અને પોઇન્ટ ઓફ સેલ પર ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન માટે જ ઉપયોગ કરી શકાશે. તેમાં ફરી ઇસ્યૂ થનારા કાર્ડ પણ સામેલ હશે.

    2. પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર અન્ય સુવિધાને શરૂ કરાવવા માટે કાર્ડ હોલ્ડરને બેન્કનો સંપર્ક કરવો પડશે. બેન્કનો સંપર્ક કરતાં એક પ્રક્રિયા હેઠળ તેમને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન તથા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવશે. હવે આ સર્વિસિસની સુવિધા ડિફોલ્ટ તરીકે નહીં મળે.

    3. જો તમે ભારતની બહાર પોતાનું કાર્ડ ઉપયોગ કરવા માંગો છો તો તમારે બેન્કને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરવા માટે કહેવું પડશે. અત્યાર સુધી મોટાભાગની બેન્કો નવું કાર્ડ ઇસ્યૂ કરતી વખતે ડિફોલ્ટ તરીકે જ આ સુવિધા આપે છે, જેમાં કાર્ડનો ઉપયોગ દુનિયામાં ક્યાંય પણ કરી શકાય છે.

    4. બેન્કોની પાસે અધિકાર હોય છે કે કે હાલના કાર્ડ્સને રદ કરી નવા કાર્ડ ઇસ્યૂ કરે. બેન્ક આ નિર્ણય જોખમમના આધાર પર લેશે.

    5. જો કોઈ વ્યક્તિએ પહેલા પોતાના કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે નથી કર્યો તો બેન્કોની પાસે વિકલ્પ હશે કે તેઓ આ સુવિધાને બંધ કરી દેશે.

    આ પણ વાંચો, Mahindra Thar 2020: આ દમદાર ફીચર્સ સાથે લૉન્ચ, જાણો દરેક મૉડલની કિંમત

    6. કાર્ડ હોલ્ડરની પાસે વિકલ્પ હશે કે તે કોઈ વિશેષ સુવિધાને સ્વિચ ઓન કે ઓય કરી લે. હવે કાર્ડ હોલ્ડર પર નિર્ભર કરશે કે તે એટીએમ ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કે અન્ય સુવિધાને બંધ કરી શકે.

    7. આરબીઆઇએ કહ્યું છે કે ગ્રાહકોને પોતાના કાર્ડ પર ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવાનો વિકલ્પ પણ હશે.

    8. આરબીઆઈએ બેન્કોને લિમિટમાં ફેરફાર કરવા, કેટલીક સેવાઓ બંધ કરવા કે શરૂ કરવા જેવા માટે 24x7 મોબાઇલ એપ્લિકેશની સુવિધા આપવા માટે કહ્યું છે. બેન્ક બ્રાન્ચ અને એટીએમ ઉપર પણ સુવિધા ઉપલબ્ધ હશે.

    આ પણ વાંચો, RBIએ કહ્યું- ATM કાર્ડને લઈ કરો આ 3 કામ, હંમેશા સુરક્ષિત રહેશે તમારા રૂપિયા

    9. અનેક બેન્ક નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન એટલે કે એનએફસી ટેક્નોલોજી આધારિત કાર્ડ્સ પર ઇસ્યૂ કરી રહ્યા છે. તેમાં કોઈ મર્ચન્ટને કાર્ડ સ્વાઇપ કરવાની જરૂરિયાત નથી હોતી. તેને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન પણ કહેવામાં આવે છે. હવે કાર્ડ હોલ્ડર્સની પાસે એનએફસી ફીચરને પણ બંધ કરવાનો વિકલ્પ હશે.

    10. નવા નિયમ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ્સ અને માસ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં ઉપયોગ થનારા કાર્ડ્સ ઉપર નહીં લાગુ થાય. આરબીઆઈએ તેના વિશે પણ જાણકારી આપી છે.
    Published by:Mrunal Bhojak
    First published: